Western Times News

Gujarati News

નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસ બાદ ચીનની સૈન્ય કવાયત હજુ પણ ચાલુ છે

નવીદિલ્હી, ચીન તેની બાલિશ હરકતોથી બાજ આવતું નથી. છેલ્લા ઘણા દિવસોથી પોતાના આડેધડ ર્નિણયોને કારણે ચીન દુનિયાભરમાં ચર્ચામાં છે. અમેરિકી ઉચ્ચ અધિકારી નેન્સી પેલોસીની એક દિવસીય તાઈવાન મુલાકાત બાદથી ચીન તાઈવાન પર દબાણ બનાવવાના તમામ પ્રયાસ કરી રહ્યું છે.

આ વચ્ચે ચીની અધિકારીઓએ રવિવારના જાહેરાત કરી કે તે ચીન અને કોરિયન દ્વીપકલ્પ વચ્ચેના પીળા અને બોહાઈ સૈન્ય કવાયત અભ્યાસ પણ કરશે. સમુદ્રી સુરક્ષા એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર બોહાઈ સી અભ્યાસ સોમવારથી ૮ સપ્ટેમ્બર સુધી ચાલશે, જ્યારે રવિવારે શરૂ થયેલી યલો સી અભ્યાસ ૧૫ ઓગસ્ટ સુધી ચાલશે.

તમને જણાવી દઈએ કે, નેન્સી પેલોસીની યાત્રાના ચાર દિવસ બાદ રવિવારના પણ તાઈવાનની આસપાસ ચીનના સૈન્ય અભ્યાસ ચાલી રહ્યું છે. ચીની સેનાએ કહ્યું કે તેનો ઉદેશ્ય લાંબા અંતરથી હવાઈ અને જમીન હુમલાનો અભ્યાસ કરવાનો છે.

જાેકે, તેમણે વધુમાં જણાવ્યું નહીં કે રવિવાર બાદ પણ આ અભ્યાસ ચાલુ રહેશે કે નહીં. તાઈવાને કહ્યું કે, તેને તાઈવાન સ્ટ્રેટની આસપાસ ચીની વિમાનો, જહાજાે અને ડ્રોનના સંચાલન વિશે સતત જાણકારી મળી રહી છે. તાઈવાન સ્ટ્રેટ ચીન અને તાઈવાનને અલગ કરે છે.

આ વચ્ચે તાઈવાનની સરકારી સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ કહ્યું કે તાઈવાનની સેના ચીની સેનાના અભ્યાસના જવાબમાં મંગળવાર અને ગુરુવારે દક્ષિણ પિંગટુંગ કાઉન્ટીમાં અભ્યાસ કરશે.

ચીન તાઈવાનને પોતાનું ક્ષેત્ર માને છે. સાથે જ તે લાંબા સમયથી કહેતું આવ્યું છે કે જરૂર પડશે તો તે બળપૂર્વક તાઈવાનને પોતાની મુખ્ય ભૂમિમાં એકીકૃત કરી શકે છે. તે વિદેશી અધિકારીઓની તાઈવાન મુલાકાતનો વિરોધ કરતું રહ્યું છે.

ચીન પેલોસીની યાત્રાથી નારાજ છે, જે બુધવારના તાઈવાનથી જતી રહી છે. લગભગ ૨૫ વર્ષ બાદ અમેરિકી પ્રતિનિધિ સભાના કોઈ વર્તમાન અધ્યક્ષની આ પહેલી તાઈવાન યાત્રા હતી. પેલોસીની મુલાકાત પહેલા ચીને અનેક અમેરિકાને નિશાન બનાવીને અનેક ચેતવણીઓ જારી કરી હતી. ચીનને એવું પણ કહ્યું હતું કે, અમેરિકાને આ ર્નિણય માટે ખરાબ પરિણામ ભોગવવા પડશે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.