ભાજપના નેતાના પુત્ર અને દીકરીએ આત્મહત્યા કરી
(એજન્સી) ગોરખપુર, ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાના પુત્ર અને દીકરીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. સૂચના મળવા પર સ્થળ પર પહોંચેલી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
પોલીસે જણાવ્યું કે ગોરખપુર ભાજપાના જિલ્લા ઉપાધ્યક્ષ છોટે લાલ મોર્યની મોટી પુત્રી પૂનમ (૨૩)અને મોટો પુત્ર સની (૨૦) શુક્રવારે ઘરની અંદર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ દ્રશ્ય જાેઇ પરિવારજનોને હોશ ઉડી ગયા હતા. પાડોશીઓએ મામલાની જાણકારી પોલીસને આપી હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને વીડિયો બનાવ્યો અને જરૂરી સાબિતી ભેગી કરી હતી. અત્યાર સુધી આ આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. પરિવારજનોએ આ સંબંધમાં કાંઇપણ બોલવાનો ઇન્કાર કર્યો છે. જ્યારે પાડોશીઓએ જણાવ્યું કે ઘટનાના થોડા સમય પહેલા ભાઈ-બહેન વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થયો હતો.
હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. એસપી સાઉથ અરુણ કુમાર સિંહે જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં આ ઘટનાનું કોઇ કારણ સામે આવ્યું નથી. હાલ પોલીસ પરિવારજનોની પૂછપરછ કરવાની સાથે મૃતકોના મિત્રો પાસેથી પણ જાણકારી મેળવી રહી છે.
પોલીસને આપેલા નિવેદનમાં પરિવારજનોએ જણાવ્યું કે સુસાઇડનું કારણ સામે આવ્યું નથી. જાેકે તેમણે એટલું કહ્યું કે ઘટનાથી લગભગ એક કલાક પહેલા ઘરની લોબીમાં બન્ને ભાઈ-બહેને સાથે બેસીને ચા પીધી હતી. આ પછી બન્ને પોત-પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા. જ્યાં તેમણે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ઘણા સમય સુધી રૂમમાં કોઇ હલચલ ના થઇ તો ભાજપા નેતાનો નાનો પુત્ર રવિ પ્રતાપ રૂમમાં ગયો હતો અને જ્યા તેણે ભાઇ-બહેનને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જાેયા હતા.