Western Times News

Gujarati News

પડતર પ્રશ્નોના ઉકેલ માટે મહિલા ખેડુતો અને પશુપાલકોએ વડાપ્રધાનને પત્ર લખ્યો

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગુજરાતમાં સમાન વીજદર રીસર્વે ખાતર અને બિયારણ તેમજ ખેડૂતોના વિવિધ મુદ્દે શરૂ થયેલું આંદોલન ધીમે ધીમે આક્રમક બની રહ્યું છે આજે ગાંધીનગરમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મહિલા ખેડૂતો અને મહિલા પશુપાલકો એકત્રિત થઈ હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સામુહિક પત્રો લખીને પોતાના પ્રશ્ન અને વેદના વ્યક્ત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

ગુજરાતના ખેડૂતો માટે લડત આપી રહેલ ભારતીય કિસાન સંઘ દ્વારા છેલ્લા બે દિવસથી સરકાર સામે મોરચો માંડ્યો છે જાેકે રાજ્ય સરકારે ખેડૂતોના પ્રશ્નો માટે મંત્રાણા નહીં કરવાના કારણે અને ખેડૂતોના પ્રશ્નો અંગે હકારાત્મક અભિગમ નહીં અપનાવતા ખેડૂતોનો આંદોલન ધીમે ધીમે આક્રમક બનતું જાય છે

તો બીજી તરફ આજે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો ગાંધીનગરના બલરામ મંદિર ખાતે ઉમટી પડી હતી. ત્યારબાદ તેમણે સૂત્રોચાર સાથે રેલી કાઢી સેન્ટ્રલ ગાર્ડન ની સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાં પાસે ઘરણાં ઉપર બેઠી હતી.

આ અંગે માહિતી આપતા કિસાન સંઘ મહિલા મોરચાના પ્રદેશમંત્રી કલ્પના બહેન પટેલે કહ્યું કે ખેડૂતોના હકની લડાઈ માટે રાજ્યની નારી શક્તિ આજે મેદાનમાં ઉતરી છે એટલું જ નહીં સમાન વીજદર રીસર્વે ખાતર અને બિયારણ જેવા મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકારને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં નિરાકરણ આવ્યું નથી

પરિણામે આજે મહિલા ખેડૂતો અને મહિલા પશુપાલકો આંદોલન કરવા આગળ આવી છે આ તબક્કે તેમને એમ પણ કહ્યું હતું કે દેવો અને રાક્ષસો સામેની લડાઈમાં શક્તિને આગળ કરીને દેવલોક યુદ્ધ જીતતું હતું તે જ રીતે ગુજરાતના કિસાનો આજે નારી શક્તિને આગળ કરી આ લડત શરૂ કરી હોવાની વિગતો આપી હતી

આ તબક્કે કલ્પનાબહેન પટેલે કહ્યું કે આજે તમામ બહેનો દ્વારા વડાપ્રધાનને ખાસ પત્ર લખવામાં આવશે જેમાં સમાન વીજદર સહિતના મુદ્દાઓ અંગે નરેન્દ્ર ભાઈ મોદીને લેખિત રજૂઆત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સામે બાયો ચઢાવી છે ત્યારે આ આંદોલન આગામી દિવસોમાં વધુ આક્રમક બને તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહે છે જાે કે રાજ્ય સરકાર પણ ખેડૂતોના મુદ્દા નું નિરાકરણ કરવા માટે મથામણ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.