શ્રદ્ધા કપૂરથી લઇ સારા ગણપતિ પૂજા માટે તૈયાર થઇ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/ganesh-1024x692.jpg)
દરેકના લૂક્સ એકદમ પારંપરિક અને આકર્ષક રહ્યા
ગણેશ ચતુર્થીના પ્રસંગે ઇન્સ્ટાગ્રામ પર બોલિવૂડના અનેક સ્ટાર્સે પોતાની તસવીરો શૅર કરી છે
મુંબઈ,ગણેશ ચતુર્થીના પ્રસંગે આખા દેશમાં ચારેતરફ લોકો પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિનું સ્વાગત કરી રહ્યા છે. તેમની સ્થાપના અને પૂજા સાથે જાેડાયેલી તસવીરો બીટાઉનની એક્ટ્રેસિસે પણ શૅર કરી છે જેમાં તેઓનો ટ્રેડિશનલ અંદાજ જાેવા મળી રહ્યો છે.
કોઇએ આ પ્રસંગે ડ્રેસ પહેર્યો છે તો કોઇએ સાડી. તેઓની ભારતીય સુંદરતાએ આ ઉત્સવને ચાર ચાંદ લગાવી દીધા હતા. ખાસ કરીને દરેક એક્ટ્રેસે માથા પર બિંદી લગાવી હતી, જે મહિલાઓના શ્રૃંગારનો મહત્વનો ભાગ ગણાય છે. અહીં જૂઓ, સારા અલી ખાનથી લઇ દિવ્યા ખોસલા સુધી તમામ એક્ટ્રેસિસના ગણેશ ઉત્સવ પ્રસંગે ટ્રેડિશનલ લૂક. શ્રદ્ધા કપૂર આ પ્રસંગે મરાઠી લૂકમામં જાેવા મળી.
View this post on Instagram
આ નેચરલ બ્યૂટીએ પોતાના મેકઅપને મિનિમલ રાખીને આંખોમાં કાજલ, આઇલાઇનર અને મસ્કારા લગાવ્યા હતા. સોનાલી બેન્દ્રેએ પણ પોતાના ઘરે બાપ્પાની મૂર્તિ સાથે તસવીરો શૅર કરી છે. એક્ટ્રેસે પોતાના દેશી લૂકમાં નેચરલ ટચને જાળવી રાખ્યો છે. ચહેરા પર નો-મેકઅપ લૂક સાથે તેણે માત્ર કાજલથી જ આંખોને સજાવી છે. આ એક્ટ્રેસે પણ આઇબ્રોની વચ્ચે નાની બિંદી લગાવી હતી.
સારા અલી ખાન તેની મમ્મી અમૃતા સિંહ સાથે દેશી લૂકમાં જાેવા મળી. આ બંનેએ આંખોને હેવી કાજલ અને આઇલાઇનરથી હાઇલાઇટ કરી હતી. ડ્યૂઇ ટચવાળા મેકઅપમાં એક્ટ્રેસિસના ફિચર્સ સુંદર લાગી રહ્યા હતા. દિવ્યા ખોસલા કુમાર આ પ્રંસગે એ પ્રકારે તૈયાર થઇ હતી જેમાં તેનો લૂક એકદમ યંગ લાગી રહ્યો હતો.
View this post on Instagram
ગ્લોઇંગ સ્કિન માટે જાણીતી આ એક્ટ્રેસે પોતાના લૂકને રોઝી ચિક અને નેચરલ બેઝ ફિનિશિંગ ટચ આપ્યો હતો. જેનેલિયા ડિસૂઝા અને કિર્તિ સુરેશે ગણપતિ ઉત્સવ પ્રસંગે સાદગીવાળા લૂકને પસંદ કર્યો. તેઓએ પોતાની હેરસ્ટાઇલને સિમ્પલ રાખી હતી અને મેકઅપ પણ નેચરલ ટોન રાખ્યો હતો. આ બંને એક્ટ્રેસના દેશી લૂકને તેમની બિંદી પરફેક્ટ બનાવી રહી હતી.ss1