Western Times News

Gujarati News

RBIએ રેપો રેટમાં વધારો કર્યા બાદ બેંકો દ્વારા બચત ખાતા પરના વ્યાજમાં વધારો

RBIએ રેપો રેટમાં વધારો કર્યા બાદ

બેંકોએ બચત ખાતા પરના વ્યાજમાં કર્યો વધારો

જાે તમારા ખાતામાં રૂ.૨૫ લાખ સુધીની રકમ હોય તો તેના પર ૨.૭૫ ટકા વ્યાજ આપવામાં આવશે

નવી દિલ્હી,બચત ખાતાની સુવિધા દ્વારા બેન્કમાં પૈસા એકઠા કરવામાં સરળતા રહે છે. પૈસા બેન્કમાં રાખવાથી પૈસા સુરક્ષિત રહે છે અને જરૂર હોય ત્યારે ઉપાડી શકીએ છીએ. સામાન્ય રીતે બચત ખાતા પર વ્યાજ દર ખૂબ જ ઓછો હોય છે. આ દરમિયાન ઓગસ્ટની શરૂઆતમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ વધાર્યો હતો, જેના પરિણામે કેટલીક બેન્કોએ બચત ખાત પર મળતા વ્યાજદરમાં પણ વધારો કર્યો છે.

RBIએ રેપો રેટમાં વધારો કર્યા બાદ બંધન બેન્કે બચત ખાતાના વ્યાજદરમાં વધારો કર્યો છે. બંધન બેન્કની વેબસાઈટ અનુસાર નવા વ્યાજદર ૨૨ ઓગસ્ટ ૨૦૨૨થી લાગુ થઈ ગયા છે. ૧ લાખથી ૧૦ લાખ રૂપિયા સુધીની જમા રકમ પર બંધન બેન્કે વ્યાજદરમાં ૧ ટકાથી ૬ ટકા સુધીનો વધારો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, બેન્ક પહેલા જમા રકમ પર ૫ ટકા સુધી વ્યાજ આપતી હતી. બેન્કની વેબસાઈટ અનુસાર રૂ.૧ લાખ સુધીની જમા રકમ પર વાર્ષિક ૩ ટકા વ્યાજ આપવામાં આવશે. રૂ.૧ લાખથી રૂ.૧૦ લાખ સુધીની રકમ પર ૬ ટકા અને રૂ.૧૦ લાખથી રૂ.૨ કરોડથી વધુની રકમ પર ૬.૨૫ ટકા વ્યાજ આપવામાં આવશે. ફેડરલ બેન્કે સેવિંગ એકાઉન્ટના વ્યાજદરમાં વૃદ્ધિ કરવાની ઘોષણા કરી છે.

આ વ્યાજદર ૧૭ ઓગસ્ટ ૨૦૨૨થી લાગુ થઈ ગયા છે. બેન્કની વેબસાઈટ અનુસાર રૂ.૫ કરોડથી ઓછી રકમ પર ગ્રાહકોને ૨.૪ ટકા વ્યાજ આપવામાં આવશે. ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્કે બચત ખાતાના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેન્કની અધિકૃત વેબસાઈટ અનુસાર આ નવા વ્યાજદર ૯ ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે. બેન્ક બચત ખાતામાં ૧ લાખ સુધીની રકમ પર ૩.૫ ટકા વ્યાજ અને રૂ.૧ લાખથી રૂ.૫ લાખ સુધીની રકમ પર ૬ ટકા વ્યાજ આપે છે.

ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેન્કે બચત ખાતાના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેન્કની સત્તાવારવેબસાઈટ અનુસાર આ નવા વ્યાજદર ૧૦ ઓગસ્ટ ૨૦૨૨થી લાગુ કરવામાં આવ્યા છે. બેન્ક રૂ.૧ લાખ સુધીની રકમ પર ૩.૫ ટકા, રૂ.૧ લાખથી રૂ.૧૦ લાખ સુધીની રકમ પર ૩.૫ ટકા અને રૂ.૧૦ લાખથી રૂ.૧ કરોડ સુધીની રકમ પર ૪.૫ ટકા વ્યાજ આપે છે. ઈન્ડિયન ઓવરસીઝ બેન્કે પણ બચત ખાતાના વ્યાજદરમાં વધારો કર્યો છે.

જાે તમારા ખાતામાં રૂ.૨૫ લાખ સુધીની રકમ હોય તો તેના પર ૨.૭૫ ટકા વ્યાજ આપવામાં આવશે. ડીસીબીની સત્તાવાર વેબસાઈટ અનુસાર નવા વ્યાજદર ૨૨ ઓગસ્ટ ૨૦૨૨થી લાગુ કરી દેવામાં આવ્યા છે. આ બેન્કમાં બચત ખાતામાં જમા થયેલ રકમ પર ૭ ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.