Western Times News

Gujarati News

શેરબજારમાં ઉથલપાથલનો માહોલ, સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા

પ્રતિકાત્મક

મુંબઇ,વૈશ્વિક બજારમાંથી મળેલા સારા સંકેતોના પગલે આજે ભારતીય શેરબજારોમાં શરૂઆતમાં સારી રિકવરી જાેવા મળી પણ પછી તરત સેન્સેક્સ અને નિફ્ટી ગગડવા લાગ્યા.

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ ૨૬૦.૩૬ પોઈન્ટના વધારા સાથે ૫૯૦૨૬.૯૫ ના સ્તરે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી ૭૮.૫૦ ના વધારા સાથે ૧૭૬૨૧.૩૦ ના સ્તરે ખુલ્યો.જાે કે હાલ માર્કેટમાં સ્થિતિ પાછી ગગડી રહી છે.

સેન્સેક્સ ૧૦.૦૪ વાગે ૧૧૮.૯૩ પોઈન્ટ ગગડી ગયો અને ૫૮૬૪૭.૬૬ ના સ્તરે જાેવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી ૩૮.૮૦ પોઈન્ટ ગગડીને ૧૭૫૦૪.૦૦ ના સ્તરે જાેવા મળી રહ્યો છે.નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં એનટીપીસી, એપોલો હોસ્પિટલ, આઈશર મોટર્સ, બ્રિટાનિયા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યુરન્સના શેર જાેવા મળી રહ્યા છે.

જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં એનટીપીસી, આઈટીસી, ટાઈટન કંપની, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્‌સના શેર હાલ જાેવા મળી રહ્યા છે. નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં શ્રી સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેંક, બીપીસીએલ, હીરો મોટરકોર્પ, હિન્દાલ્કોના શેર જાેવા મળ્યા છે.

જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, મારુતિ સુઝૂકીના શેર હાલ જાેવા મળી રહ્યા છે.HM1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.