Western Times News

Gujarati News

અમદાવાદમાં ત્રિદિવસીય બ્યૂટી સલૂન એક્સ્પો ૨૦૨૨નો પ્રારંભ

૧૨-૧૩-૧૪ સપ્ટેમ્બરના રોજ યોજાશે ૮મો આકાર બ્યૂટી સલૂન એક્સ્પો

અમદાવાદ, વર્ષ ૨૦૧૫થી સૌંદર્ય વિશ્વમાં આકાર બ્યૂટી એન્ડ સલૂન એક્સ્પોની શરૂઆત કરવામાં આવી, ત્યારથી બ્યૂટી સલૂન એક્સપોએ બ્યૂટી ઇન્ડસ્ટ્રી માટે ગુજરાતમાં નવા બજારો અને તકો ખોલવામાં પોતાની ક્ષમતામાં વૃદ્ધિ કરવાનું જાળવી રાખ્યું છે.

આ દિશામાં આગળ વધતા આયોજકો દ્વારા અમદાવાદ ખાતે ત્રિદિવસીય આકાર બ્યૂટી સલૂન એક્સ્પો ૨૦૨૨નો આજથી પ્રારંભ થઇ રહ્યો છે, જે ૧૨,૧૩ અને ૧૪સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ કલાકેથી સાંજના ૬ કલાક સુધી યોજાશે.

આકાર બ્યૂટી એન્ડ સલૂન એક્સ્પો ૨૦૨૨માં વિશેષ અતિથી તરીકે ટોની એન્ડ ગાય સાઉથ એશિયાના સીઈઓ બ્લેસિંગ મનિકંદન ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત એક્સોપના ત્રણ દિવસ દરમિયાન અનેક બૉલીવૂડ અને ક્રિકેટ સેલેબ્રિટિસના મેકઅપ આર્ટિસ્ટ શ્યામલી ભગત, વિપુલ ભગત, ડાયના શિફ્ફેર સહિત અનેક સેલેબ્રિટિસ મેકએપ આર્ટિસ્ટ્સ ઉપસ્થિત રહેશે.

૮માં આકાર બ્યૂટી એન્ડ સલૂન એક્સ્પો ૨૦૨૨ વિશે માહિતી આપતા એક્ઝિબિશનના આયોજક હીના મેહતાએ જણાવ્યું,“અમદાવાદમાં બ્યૂટી ઇન્ડસ્ટ્રીમાં ભારતનો સૌથી વિશાળ એક્ઝિબિશન એક્સપો ૮મો આકાર બ્યૂટી એન્ડ સલૂન એક્સ્પો ૨૦૨૨નો આજથી પ્રારંભ જઈ રહ્યો છે, જેનો શ્રેય ૨૦૦+ એક્ઝિબિટર્સ અને આવનારા ૨૫૦૦૦+ મુલાકાતીઓને જાય છે.”

હીના મેહતાએ એક્સપો વિશે વધુમાં જણાવ્યું, “આ બ્યૂટી સલૂન એક્ઝિબિશનમાં આ વખતે બાહ્ય સૌંદર્યની સાથે સાથે બ્યૂટી ઇન્ડસ્ટ્રીનું આંતરિક સૌંદર્ય પણ નિખરવાનું છે. ભારતના અગ્રણી બ્યૂટી પ્રોફેશનલ્સ દ્વારા બ્યૂટીફૂલ હાર્ટ્સ ફંડ્સ નામની સંસ્થા શરૂ કરવામાં આવી હતી, જે બ્યૂટી ઇન્ડસ્ટ્રીની સાથે સંકળાયેલા લોકોના કલ્યાણ માટે અગત્યનો ભાગ ભજવી રહી છે. આ સંસ્થાના હોદ્દેદારો આકાર બ્યૂટી સલૂન એક્સ્પોમાં આવીને આ સમગ્ર પ્રયાસને એક નવો અભિગમ આપવા જઇ રહ્યાં છે.”

એન્ડિસ દ્વારા પ્રસ્તુત આકાર બ્યૂટી સલૂન એક્સ્પો ૨૦૨૨ને 1821 ગ્રૂમિંગ પાર્ટનર, જગુઆર સ્ટાઇલિંગ પાર્ટનર તરીકે, પાવર્ડ બાય ક્યુટી બ્યૂટી, રજીસ્ટ્રેશન પાર્ટનર તરીકે ડૉ. રશેલ, સ્ટાઇલિંગ પાર્ટનર તરીકે મિ. બાર્બર, સ્કિન પાર્ટનર તરીકે બ્લશ એન્ડ ગ્લો, હેર પાર્ટનર તરીકે વેલ્વટ્રીની સહયોગિતામાં આયોજિત થઇ રહ્યો છે.

સૌંદર્ય દરેક વ્યક્તિના આત્મવિશ્વાસમાં વધારો કરી આકર્ષક વ્યક્તિત્વનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાથી લોકો સૌંદર્ય અને ફેશનને લઈને ખુબ સતર્ક જોવા મળે છે.ત્યારે આ ત્રિદિવસીય બ્યુટી એન્ડ સલોન એક્સ્પો

દરમિયાન ભારતના અગ્રણી મેકએપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ કે જેમાં અનેક બૉલીવૂડ સેલેબ્રિટિસ માટે કામ કરી રહ્યાં છે તેવા અનેક આર્ટિસ્ટ દ્વારા લાઈવ સ્ટેજ ડેમો આપી પોતાના કૌશલ્યને દર્શાવવામાં આવશે.આ યાદીમાં ભારતના અગ્રણી મેકએપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ જિયા સોસા, કવિતા પટેલ,

શ્વેતા ગોર, ઓજસ રાજાની, રજની સોસા, રેખા ડામોર,રિદ્ધિ જોશી, રોડ અંકેર, સાવિયો જ્હોન પરેરા, સિમ્મી મકવાણા, અલાના બાર્બોસા, અનમ સિદ્દિકી, બિજલ ગડા, નિધિ નાણાવટી, રૂપા ઠક્કર, બંસી સવજાની, ભક્તિ કક્કડ, ડિમ્પલ સોની, ગૌરવ ભારદ્વાજ, જુલી મકવાણા, મેઘા લિમ્બાચિયાનો સમાવેશ થાય છે. આ દેશના અગ્રણી આર્ટિસ્ટ્સની કૌશલ્ય થકી મુલાકાતીઓ પોતાની બ્યુટી સલૂન વિષયક શોધને પૂર્ણ કરી શકે છે.

આકાર બ્યુટી એન્ડ સલોન એક્સપો ૨૦૨૨માં બ્યુટી અને ફેશનની વૈવિધ્યતાની સાથે અન્ય આયોજનો પણ થવા જઇ રહ્યા છે. જે અતંર્ગત ૧૪ સપ્ટેમ્બરના રોજ હેરસ્ટાઇલ અને મેકઅપમાં વિવિધ કેટેગરીમાં સ્પર્ધા પણ યોજાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.