Western Times News

Gujarati News

સ્ત્રીઓમાં વધી રહેલા હ્ય્દયરોગના જાેખમ પાછળ આધુનિક જીવનશૈલીની જંજાળ જવાબદાર

શહેરમાં વસતી માનુનીઓની જીવનશૈલીમાં એટલું પરિવર્તન આવી ગયું છે કે તેઓ મેનોપોઝ પહેલા અને પછી હદયરોગની શિકાર બની રહી છે. કાર્ડિયોલોજિસ્ટો કહે છે કે મોટા શહેરોમાં આજે ઘરનો પુરુષ કમાય અને આખું ઘર ખાય એ સમય વિતી ગયો છે. બે છેડા ભેગાં કરવા ઘરની મહિલાઓને પણ નોકરી કરવી પડે છે.

આવી સ્થિતિમાં તેમની જવાબદારી બેવડાઈ જાય છે. આ વર્ક પ્રેશર જ તેમને હાર્ટ એટેક સુધી દોરી જાય છે. તેઓ વધુમાં જણાવે છે કે સ્ત્રીઓને હ્ય્દય રોગનો હુમલો આવે ત્યારે ચક્કર આવવા, ઉલટી થવી, અપચો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી જેવા લક્ષણો દેખાય છે. પણ ઘણીવાર તેમને છાતીમાં દુઃખાવો નથી થતો.

વિડંબણા એ છે કે આ બધા લક્ષણો અન્ય વ્યાધિ-ોમાં પણ દેખાતા હોઈ સ્ત્રીઓને એ વાતનો ખ્યાલ જ નથી આવતો કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. પછીથી જયારે વિવિધ ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે જ જાણ થાય છે કે તેઓ હાર્ટ એટેકનો શિકાર બની ચૂકી છે.

હાર્ટ એટેકથી મોતને ભેટતી મહિલાઓની સંખ્યા નાનીસૂની નથી. પણ જયારે કોઈ સ્ત્રી હદયરોગથી પીડાતી હોય ત્યારે તેના લક્ષણો પુરૂષોમાં દેખાતા લક્ષણો કરતા જુદાં હોવાથી આ વ્ય્ધિ ઝટ પારખી શકાતી નથી. પરિણામે જે મૃત્યુને અટકાવી શકાય તેમ હોય તેને ખાળી શકાતો નથી.

તબીબો કહે છે કે મોટાભાગની સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્ય, રૂટિન ચેકઅપ પ્રત્યે બેદરકારક હોય છે. વળી અંતરિયાળ વિસ્તારમાં રહેતી સ્ત્રીને પૂરતી તબીબી સુવિધા પણ નથી મળતી. વળી સ્ત્રીઓની ધમની પુરૂષોની રક્તનળી કરતા વધુ સાંકડી હોય છે. પરિણામે તેમાં જલદી બ્લોકેજ થઈ શકે છે.

સાંકડી રક્તનળી માનુનીને મેનોપોઝ પછી હદયરોગનો શિકારબનાવવા જવાબદાર બને છે. જાે વારંવાર હ્ય્દય રોગના હુમલા આવે તો માનુનીનું હાર્ટફેલ થઈ શકે છે. અથવા તે સ્ટ્રોક કે કિડની ફેલ્યોરના સકંજામાં પણ જકડાઈ શકે છે.
માનુનીઓને હાર્ટ એટેક થવાની શક્યતા વધુ હોય છે તેના ઘણા કારણો છે જેમ કે સ્થૂળતા, ધુમ્રપાન, ગર્ભ નિરોધક ગોળીઓનું સેવન તેમજ ડાયાબિટીસની દવાઓ.

આજની તારીખમાં ફાસ્ટ ફૂડને રવાડે ચડેલી મહિલાઓ આપણું પરંપરાગત ફાઈબરયુકત ભોજન લેવાનું ટાળે છે અને વધારે પડતું કાર્બોહાઈડ્રેટયુક્ત ખાણું ખાય છે. આ સિવાય મોટા શહેરોની ભાગદોડભરી લાઈફ સ્ટાઈલ અને પ્રાકૃતિક રીતે હદયની સાંકડી ધમનીઓ સ્ત્રીઓને હાર્ટ એટેક તરફ ધકેલે છે.

પરંતુ જાે તેમના હ્ય્દયરોગનું નિદાન સમયસર થઈ જાય અને વહેલાસર સારવાર મળે તો તેના ઉપર એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી કરાવી તેને બચાવી શકાય છે.

તબીબો ચેતવણી ઉચ્ચાતાં કહે છે કે હદયરોગથી બચવા સ્ત્રીઓએ તેમની લાઈફસ્ટાઈલ અને ખાણીપીણી પ્રત્યે સાવધ રહેવું જાેઈએ. દિવસમાં ત્રણથી ચાર ફળઅ શાકભાજી ખાવા જાેઈએ. લિફટનો ઉપયોગ કરવાને બદલે પગથિયા ચડવા જાેઈએ. સ્થૂળતા ઘટાડીને હદયને મજબુત રાખતું ભોજન લેવું જાેઈએ. નિયમિત રીતે એરોબિક એકસસાઈઝ કરવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.