Western Times News

Gujarati News

નિવૃત્ત લશ્કરી જવાનોની પડતર માગણીઓનો ઉકેલ નહીં આવતાં અનશન કરશે

ગાંધીનગર, રાજ્યના નિવૃત્ત લશ્કરી જવાનોની પડતર માગણીઓનો ઉકેલ નહીં આવતા ગઈકાલથી નિવૃત્ત જવાનો આક્રમક પડ્યા છે તો બીજી તરફ ગઈકાલે માજી સૈનિક કાનજીભાઈ કે જેઓ નિવૃત્ત આર્મી મેન હતા તેમનું મૃત્યુ થયું છે જેના કારણે આ આંદોલન હવે વધુ ઉગ્ર બની ગયું છે

આ અંગે નિવૃત્ત આર્મી જવાનોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમારા પ્રશ્નની સમર્થન આપવા માટે કોંગ્રેસ ના ધારાસભ્યો અને નેતાઓ એ અમારી મુલાકાત કરી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ ધારાસભ્ય કે સાંસદ હજુ સુધી અમને મળવા કેમ આવ્યા નથી

તેવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો આ તબક્કે તેમણે કહ્યું કે ભાજપ શહીદો માટે પ્રેમ દાખવતી હોય તો તમામ ધારાસભ્યોએ અમારું સમર્થન કરવું જાેઈએ તેવી અપીલ કરી હતી જ્યારે પડતર માગણીઓના ઉકેલ માટે સરકાર સામે ચીમકી ઉચ્ચારી હતી કે

જ્યાં સુધી અમારા ૧૪ જેટલી વિવિધ માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તબક્કાવાર નિવૃત્ત આર્મી જવાનો અનશન કરશે એટલું જ નહીં આ અનનશન દરમિયાન અમારે બલિદાન આપવું પડશે તો પણ અમે અટકાઈ શું નહીં તેવી સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે છેલ્લા છ વર્ષથી નિવૃત્ત આર્મી જવાનો સરકાર સામે લડત આપી રહ્યા છે તેમ છતાંય સરકાર હજુ સુધી યોગ્ય નિરાકરણ કેમ લાવતી નથી એવી સ્પષ્ટતા કરી હતી તો બીજી તરફ ગઈકાલે માજી સૈનિક કાનજીભાઈ ના નિધન અંગે નિવૃત્ત જવાનોએ માંગ કરી હતી

કે કાનજીભાઈના પરિવારને સરકાર એક કરોડ રૂપિયાની સહાય સાથે પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપે આ ઉપરાંત જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી તેની સામે ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ નિવૃત સેના ના જવાનોએ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.