Western Times News

Gujarati News

આરોગ્ય કર્મચારીઓ વિધાનસભા સચિવાલયના ઘેરાવ સહિત તબક્કા વાર આક્રમક આંદોલન શરૂ કરશે

(પ્રતિનિધિ)ગાંધીનગર, ગુજરાત સરકાર ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર એવા આરોગ્ય કર્મચારીઓને વિવિધ ત્રણ મુદ્દે છેલ્લા ૩૮ દિવસથી મચક આપતી નથી જેના કારણે હવે આરોગ્ય કર્મચારીઓ પોતાની માગણીઓનો પરિપત્ર કરાવવા માટે આક્રમક બન્યા છે

રાજ્ય સરકારના પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાલ અંગે ગત ૩૦ ઓગષ્ટે સરકાર સાથે થયેલી બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જ આરોગ્ય કર્મચારીઓનું મંડળ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું

ખાસ પત્રકાર પરિષદમાં હડતાલ સમેટી લેવાની રાજ્ય સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી તો બીજી તરફ આરોગ્ય કર્મચારી મંડળના કેટલાક સભ્યોએ લેખિત ઠરાવ કરવાની માંગ સાથે સરકારની આ જાહેરાત નો વિરોધ કર્યો હતો પરિણામે આરોગ્ય કર્મચારીઓની હડતાલ અસમંજસ સ્થિતિમાં આવી ગઈ હતી.

જાેકે હવે સરકાર આરોગ્ય કર્મચારીઓ ના મુખ્ય ૩ પ્રશ્નો અંગે ય્ઇ નહિ કરે તો હવે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિધાનસભા સચિવાલયના ઘેરાવ સહિત તબક્કા વાર આક્રમક આંદોલન શરૂ કરશે અને આ માટે રણનીતિ પણ તૈયાર કરી દેવામાં આવી છે કે

આજે આ અંગેની વિધિવત જાહેરાત કરતા આરોગ્ય કર્મચારીઓના મંડળના પ્રમુખ રણજીતસિંહ મોરી એ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર મંત્રણા કરીને આરોગ્ય કર્મચારીઓને માત્ર લોલીપોપ જ આપે છે એટલું જ નહીં હવે સરકાર અમારા માટે કોઈ સત્તાવાર ર્નિણય કરી અને તેનો જીઆર કે પરિપત્ર નહીં કરે

તો રાજ્ય સરકારના તમામ આરોગ્ય કર્મચારીઓ આક્રમક બનીને સરકાર સામે મોરચો માડંશે તો બીજી તરફ સરકાર વિરોધી અલગ અલગ કાર્યક્રમની વિગતો આપતા તેમણે કહ્યું કે આવતીકાલ એટલે કે તા. ૧૫મી સપ્ટેમ્બર ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે સચિવાલય ઘેરાવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો

ત્યારબાદ બીજા દિવસે એટલે કે ૧૬ સપ્ટેમ્બર ના રોજ ગાંધીનગર ખાતે મહારેલી નું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે ૧૭ મી તારીખે આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રેલી સાથે ધરણા કાર્યક્રમ કરશે જ્યારે ૧૯ મી તારીખે આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવાર સાથે સચિવાલય નો ઘેરાવ કરવાનો પ્રયત્ન કરશે

જ્યારે ૨૦ મી તારીખે આક્રમક બની જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રાજ્ય સરકારના પંચાયતના ૧૮૦૦૦ થી વધુ આરોગ્ય કર્મચારીઓ અને તેમનો પરિવાર ભૂખ હડતાલ ઉપર ઉતરવાનું એલાન કરવામાં આવ્યું છે છે કે છેલ્લા ૩૮ દિવસથી ચાલતી આ હડતાલનો અંત નહીં આવવાના કારણે હવે રાજ્ય સરકારના આરોગ્ય કર્મચારીઓએ ઉગ્ર અને આક્રમક આંદોલન આપવાની ચીમકી ઉચ્ચારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.