Western Times News

Gujarati News

મહિલા સરપંચ અને પતિ 10 હજારની લાંચ લેતા ઝડપાયા

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા તાલુકાના જીતપુરા ગામમાં સરકારી ખરાબાની જમીનમાં રહેતા એક જરૂરીયાતમંદ ગરીબ રહીશને પાંચ ગુંઠા જેટલી જમીન ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં ઠરાવ કરીને મંજૂરી આપવા સામે ૨૫ હજારની લાંચના ઉઘરાણા કરવાના જીતપુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સવિતાબેન પટેલ ( બારીઆ )

અને પતિ કાળુભાઈ પટેલ ( બારીઆ ) ના ૧૦ હજારના પતાવટના ઉઘરાણાઓ સામે ફરીયાદીએ ગોધરા એ.સી. બી . પોલીસ સ્ટેશનમાં આપેલ ફરીયાદના આધારે એ.સી.બી.પી.આઈ. જે.આર.ગામિતની ટીમ દ્વારા ગોઠવવામાં આવેલા વ્યૂહાત્મક છટકામાં જીતપુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને વહીવટદાર પતિને ૧૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતા ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગોધરા તાલુકાના જીતપુરા ગામે રહેતા એક અરજદાર ફરીયાદી ગ્રામ પંચાયતની સરકારી જમીનમાં વસવાટ કરતા હતા . આ સરકારી જમીનના પાંચ ગુંઠા જમીન પોતાના નામે કરવા માટે ગામના સરપંચ સવિતાબેન કાળુભાઈ પટેલ ( બારીયા ) ને કહ્યું હતું

જેથી સરપંચના પતિ કાળુભાઈ કાન્તીભાઈ પટેલ ( બારીયા ) આ અરજદાર ફરીયાદી પાસે ગ્રામ પંચાયતની સરકારી ખરાબાની જમીન નામે કરવા માટે ૨૫ હજારની માંગણી કરી હતી.આ અરજદાર ફરીયાદી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોય ત્યારે ગોધરા લાંચ રુશવત વિરોધી બ્યુરોનો સંપર્ક કરી

પી.આઈ. જે.આર. ગામિતને ફરીયાદ કરી હતી.આ ફરીયાદના આધારે એ.સી. બી.કચેરીના પી.આઈ. જે.આર.ગામીત અને તેમના સ્ટાફના માણસો દ્વારા છટકું ગોઠવ્યું હતું . આ કામના ફરીયાદી એ સરપંચ સવિતાબેન કાળું ભાઈ પટેલ ( બારીયા ) ને દસ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યુ હતું

જેથી સરપંચ એ ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા એસીબીના રંગેહાથે ઝડપાઇ ગયા હતા અને એસીબી ના પીઆઈ જે આર ગામીત એ જીતપુરા ગ્રામ પંચાયતના સરપંચ સવિતાબેન કાળુભાઈ પટેલ ( બારીયા ) અને કાળુભાઈ કાન્તિભાઇ પટેલ ( બારીયા ) ને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.