Western Times News

Gujarati News

જંબુસરમાં મારામારી કરી મહિલાને જીવતી સળગાવવાના પ્રયાસમાં ૨૧ આરોપીઓના જમીન કોર્ટે નામંજૂર કર્યાં

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જિલ્લામાં જંબુસર નગરમાં મારામારી કરી મહિલાને જીવતી સળગાવવાનાં પ્રયાસના મામલામાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ૨૧ આરોપીઓના જમીન કોર્ટે નામંજૂર કર્યા છે.સરકાર પક્ષ તરફે થયેલી તેવી જીલ્લા સરકારી વકીલ પરેશ બી. પંડયાની દલીલો અને રજુઆતને ધ્યાનમાં લઈ ભરૂચ પિન્સીપલ એન્ડ સેશન્સ જજએ તા.૧૩.૦૯.૨૦૨૨ ના રોજ તમામ ૨૧ આરોપીઓની જામીન અરજી નામંજુર કરી હતી.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ગત ૩૦ જૂને પરચુરણ ચીજાેની દુકાન ઉપર રાત્રીના સીગરેટના પૈસાની દુકાનદાર માગણી કરતાં કેટલાક લોકોએ તકરાર ઉભી કરેલી અને બીજા અન્ય કુલ-૨૩ આરોપીઓ સાથે મળી દુકાનદાર તથા એક વૃધ્ધાને માર મારી પેટ્રોલ- ડીઝલ લઈને આવીને તેમને જીવતા સળગાવી દેવા સાથે દુકાનને આગે ચાપવાનો પ્રયત્ન કર્યો હતો.

આ ગુનાના કુલ-૨૧ આરોપીઓએ ચાર્જશીટ અગાઉ જામીન અરજી તા.૧૮/૦૭/૨૦૨૨ ના રોજ કરી હતી જેની દલીલો સરકાર તરફે કરવામાં આવી હતી કે કેટલાક આરોપીઓએ બનાવટી ખોટા સારવારના સર્ટીફીકેટો જામીન અરજી માટે રજૂ કર્યા હતા.આ સંદર્ભે સરકાર તરફે ફ઼િ.પો.કોડની ક્લમ-૩૪૦ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા પ્રોસીડીંગ કરવામાં આવી હતી.આ તમામ રજુઆત સાથે નામદાર પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટએન્ડ સેશન્સ જજ દ્વારા તમામ આરોપીઓની જામીન અરજી તા. ૦૮ ૦૮ ૨૦૨૨ ના રોજ રદ્દ કરેલી હતી.

આ હીકકતના સંજાેગો જાેતા ચાર્જશીટ પહેલાની કુલ ૨૧ આરોપીઓની જામીન અરજી રદ થયેલી હતી. આ ગુનાના કામે બે ગંભીર ગુનાહિત ભુતકાળ ધરાવતા આરોપીઓને પકડવાના બાકી હતા.તે અગાઉ તા.૨૭/૦૮/૨૦૨૨ ના રોજ ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવેલું છે

અને હવે ત્યાર બાદ કાયદાકીય જાેગાઈ, બદલાયેલા સંજાેગોના આધારે ફ૨ી ચાર્જશીટ વહેલી દાખલ થઈ ગયેલ હોવાથી તા.૦૬/૦૯/૨૦૨૨ ના રોજ અગાઉના ૨૧ આરોપીઓએ નવી જામીન અરજી કરેલી હતી.આ પ્રકારના ગંભીર ગુનામાં આરોપીઓ જયારે ગેરકાયદેસર મંડળી બનાવી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે બે વ્યકિતઓને જીવતા સળગાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો અને તે જ સમયે પોલીસ આવી જાતાં નાસી ગયેલા હતા.

જાે સમયસર પોલીસ બનાવ સ્થળ ઉપર પહોંચેલી ન હોત તો ખુબ જ મોટો બનાવ ને અંજામ આપવાની તમામ આરોપીઓએ તૈયારી કરી હોવાની રજુઆત કરાયા હતી.અલગ અલગ વાહનો જેવા કે રીક્ષા, સ્કુલટ, ટૅમ્પામાં જવલનશીલ ઓઈલ,ડીઝલ,પેટ્રોલ લઈને આવીને આ ગુનાના અંજામ આપવાનો પ્રયત્ન કરેલો હોવાનું ઉમેરવામાં આવ્યું હતું.

બે વ્યક્તિઓને સળગાવી દઈ જાનથી મારી નાંખવાનો પ્રયત્ન કરી જાન-માલને નુકશાન કરવા જેવા ગંભીર ગુનામાં જામીન આપવા જાેઈએ નહી તેવી રજુઆત સરકાર પક્ષ તરફે જીલ્લા સરકારી વકીલ પી.બી. પંડયાની રજુઆતને ધ્યાનમાં લઈ ભરૂચ પિન્સીપલ એન્ડ સેશન્સ જજએ તા.૧૩.૦૯.૨૦૨૨ ના રોજ તમામ ૨૧ આરોપીઓની જામીન અરજી નામંજુર કરેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.