Western Times News

Gujarati News

પાવાગઢમાં પ્રથમ નવરાત્રિથી જ નિયત દરે ભક્તો ધજાજી ચડાવી ધન્યતા અનુભવશે

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) આગામી તા.૨૬.૯.૨૦૨૨થી શરૂ થતી નવરાત્રી મહોત્સવ દરમિયાન પ્રથમ દિવસથી જ પાવાગઢ મહાકાલી માતાજીના ભવ્ય મંદિરે ભક્તો ધધાજી ચડાવી ધન્યતા અનુભવશે.

આ માટે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢના પ્રમુખ અને ટ્રસ્ટીઓએ લીધેલા ર્નિણય મુજબ હવે ધધાજીના દરો આ મુજબ નક્કી કરવામાં આવ્યા હોવાનું ટ્રસ્ટી ચિંતનભાઈ બાબુલાલ પુરોહિતે જણાવ્યું છે. મંદિરના શિખર ઉપર ધજાજી શોભાયમાન થયા પછી ભક્તોની ઇન્કવાયરી પોતાની ધજા ચડાવવા માટે ખૂબ જ આવી રહી છે

તે સંજાેગોમાં બધા જ ટ્રસ્ટીઓના અભિપ્રાયોને ધ્યાનમાં લઇ અને માનનીય પ્રમુખશ્રી સાથે ચર્ચા કર્યા પછી નીચે મુજબ દર નક્કી કરાયા છે. .પ્રથમ નવરાત્રી તારીખ ૨૬/ ૯ /૨૦૨૨ થી આ ર્નિણય અમલમાં આવશે.૧) ધજાજી ની લંબાઈ અને રકમ આ મુજબ રહેશે.૧૧. ફૂટ ૩૧૦૦/_, ૨૧ ફૂટ રૂ. ૪૧૦૦,૩૧ ફૂટ રૂ. ૫૧૦૦, ૪૧ ફૂટ. ૬,૧૦૦, અને ૫૧ ફૂટ રૂ. ૧૧૦૦૦જે કિંમતમાં ધજા ની કિંમત સામેલ છે તથા મંદિરના પૂજારી દ્વારા પૂજા કરાવવામાં આવશે

અને મંદિર ટ્રસ્ટ દ્વારા ધજા ચડાઈ આપવામાં આવશે તેમજ એક યજમાનને પાંચ પેકેટ પ્રસાદ રૂપે મળશે . દરરોજની વધુમાં વધુ પાંચ ધજા ચડાવવામાં આવશે તેમજ એક ધજા સંસ્થાના પ્રમુખશ્રી ના ર્નિણય ઉપર ચડાવવામાં આવશે. ધજા ચડાવનાર યજમાનને ધજા નું પૂજન અને ધૂપ આરતી મંદિરના પૂજારી દ્વારા કરાવવામાં આવશે.

જે યજમાન પોતાની ધજા પરત લઈ જવા માગતા હોય તો તેને પ્રસાદ સાથે કુરિયર દ્વારા મોકલી આપવામાં આવશે. મંદિર ઉપર ચઢાવેલી ધજા કોઈ માઈ ભક્ત પોતાના ગામના મંદિર માટે માગશે તો તેને યોગ્ય સાઈઝ ની ધજા યોગ્ય કિંમત લઈને આપવામાં આવશે. ધજા નું કાપડ નું અને કલર લાલ રહેશે

તેમ જ તેની ઉપર જય શ્રી કાલિકા માતાજી લખાણ રહેશે. ૫૧ ગજ ની ધજા ચડાવવાની કિંમત ચર્ચા કરીને ર્નિણય કરવામાં આવશે ધજા ચડાવવાની વ્યવસ્થા મંદિર સ્ટાફ દ્વારા જ કરવામાં આવશે કોઈ વ્યક્તિને શિખર ઉપર જવાની પરમિશન આપવામાં આવશે નહીં.

ધજા ચડાવનાર યજમાને સાત દિવસ સુધી માસાહાર ન કર્યો હોવો જાેઈએ એવી ખાતરી તેણે મેનેજર શ્રી ને આપવાની રહેશે.(ખાતરી આપ્યા પછી જ ધજા ચઢાવવા દેવામાં આવશે) પગપાળા સંઘના લોકોએ પણ ધજા મંદિરમાંથી જ લેવાની રહેશે. વિશેષ ધાર્મિક દિવસો દરમિયાન ધજા ચડાવનાર વ્યક્તિઓની સંખ્યા વધારે રહેશે

તે સમજી તેનું રજીસ્ટ્રેશન અગાઉથી મંદિર કરશે. દરેક નવરાત્રી ની આઠમ મંદિર ઉપર ફક્ત એક જ ધજા રહેશે અને તે મંદિર ટ્રસ્ટની તેમજ દેવ દિવાળીના દિવસે પણ મંદિર ટ્રસ્ટની જ ધજા પૂરો સમય રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.