Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદી કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સાત દાયકા પછી ભારતમાં ચિત્તાઓનું સ્વાગત કરશે

અમદાવાદ: ઈન્ડિયન ઓઈલ દ્વારા પ્રાયોજિત તથા નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ) દ્વારા સંચાલિત ચિત્તા રિઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ 17 સપ્ટેમ્બર, 2022 ના રોજ ઔપચારિક રીતે શરૂ થશે. PM Modi to welcome Cheetahs in India after seven decades at Kuno National Park

નામિબિયાથી ભારત લાવવામાં આવેલા ચિત્તાની પ્રથમ બેચને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટના મુખ્ય પ્રાયોજક હોવાને નાતે  આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે ઇન્ડિયન ઓઇલ એનટીસીએને રૂ. 50.22 કરોડની સહાય આપશે.

આ પ્રોજેક્ટ વિશે જણાવતાં ઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રી એસ એમ વૈદ્યએ કહ્યું હતું કે, “ભારતની ધરતી પર ચિત્તાઓને પરત આવકારીને ઇન્ડિયન ઓઇલ ગર્વ અનુભવે છે. તે ભારતનાં વન્યજીવોનું જતન કરવાના અને તેને વધારી સ્વસ્થ ઇકોલોજીકલ સંતુલન જાળવવાનાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ થવાનાં ઇન્ડિયન ઓઇલનાં સંકલ્પને સમર્થન આપે છે.

ચિત્તાના મૂળ વસવાટના સ્થાનને પુનઃસ્થાપિત કરવાની અને તેમની જૈવ વૈવિધ્યતાના પુનઃસ્થાપનથી જૈવ વૈવિધ્યતાને ઝડપથી થઈ રહેલાં નુકસાન અને તેની ગુણવત્તામાં થઈ રહેલા ઘટાડાને અટકાવવામાં નોંધપાત્ર મદદ મળી રહેશે. આ વિશિષ્ટ અભિયાનના સમર્થક અનેપ્રોત્સાહન આપનાર એક માત્ર કોર્પોરેટ તરીકે અમે આશા રાખીએ છીએ કે આ પ્રોજેક્ટની સફળતા એક સાતત્યપૂર્ણ ભવિષ્યની રચના માટે વધુ માર્ગો ખોલશે.”

ભારતમાં 1952ની સાલમાં ચિતા નામશેષ થયાનું સત્તાવાર જાહેર કરાયું હતું. ભારત સરકારના સ્પીસિસ રિકવરી પ્રોગ્રામ અંતર્ગત જે પ્રજાતિઓ નામશેષ થઈ ગઈ હોય તેને તેમના ઐતિહાસિક કુદરતી વસવાટોએ પુનઃસ્થાપિત કરવામાં આવે છે.

આવા કેટલાક સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સમાં પન્ના ટાઇગર રિઝર્વમાં વાઘના પુનર્વસન અને બાંધવગઢમાં ગૌર (ઇન્ડિયન બાઇસન)ના પુનર્વસનનો સમાવેશ થાય છે. હવે, મધ્ય પ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આફ્રિકાના ચિત્તાઓની યજમાની કરવામાં આવશે, જે દેશમાં પ્રજાતિઓ માટે નવી શરૂઆત કરશે.

ઇન્ડિયન ઓઇલની નાણાકીય સહાયનો ઉપયોગ ચિત્તા સંવર્ધનના પ્રયાસો, રહેઠાણ વ્યવસ્થાપન, સુરક્ષા, ઇકો-ડેવલપમેન્ટ, સ્ટાફ તાલીમ અને પશુચિકિત્સા હેલ્થકેર માટે કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.