Western Times News

Gujarati News

જૂનાગઢમાં પૂરના પાણીમાં તણાતા સિંહણનું મોત

જૂનાગઢ, ગિરનારમાં પડેલા ભારે વરસાદને પગલે એક સિંહણ પાણીના પ્રવાહમાં તણાઈ હતી. ગિરનાર પર્વત પર બે દિવસ પહેલા સાત ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. થોડા જ સમયમાં એક સાથે ધોધમાર વરસાદ ખાબકી જતા નદીઓમાં પૂર આવ્યા હતા.

આ દરમિયાન ડેરવાણ નજીક રેવન્યુ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં એક સિંહણનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો હતો. જે બાદમાં સિંહણનો મૃતદેહ કાઢીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સિંહણનું મોત પાણીમાં ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યું છે.

વન વિભાગનું અનુમાન છે કે ૨૪ કલાક પહેલા સિંહણનું મોત થયું હોઈ શકે છે. મૃતક સિંહણની ઉંમર પાંચથી નવ વર્ષ હોઈ શકે છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો ૨૦૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

આ દરમિયાન સૌથી વધારે વરસાદ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ૧૫૫ એમ.એમ. નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૭૧ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. ૨૧ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં અત્યારસુધી પડેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં ૧૧૩.૧૪ ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ ઝોનમાં ૧૭૮.૪૪ ટકા પડ્યો છે.

ઉત્તર ગુજરાતમાં ૧૨૦.૫૦ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૯૧.૯૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૫.૬૮ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૧૯.૪૦ ટકા વરસાદ પડ્યો છે. દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં એશિયાટિક સિંહોની વસ્તી છે. ગત વર્ષે જાહેર થયેલા એક રિપોર્ટ પ્રમાણે દેશમાં સિંહોની વસ્તી વધીને ૬૭૪ થઈ છે.

૨૦૧૫ના વર્ષમાં આ આ સંખ્યા ૫૨૯ હતી. એટલે કે પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં ૨૯ ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સિંહના વિચરણનો વિસ્તાર હાલ ૩૦ હજાર ચોરસ કિલોમીટર જેવો છે. સિંહોના વિસ્તરણ વિસ્તારો જાેઈએ તો તેમાં ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર વગેરેનો સમાવેશ થાય છે.

કહેવત છે કે સિંહના ટોળા ન હોય! જાેકે, ગીરના જંગલમાં અનેક વખત સિંહના ટોળા જાેવા મળે છે. આ અંગેની તસવીરો તમે અનેક વખત જાેઈ હશે.

જાેક, ઇતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે કે એક સાથે ૧૮ સિંહ કેમેરામાં કેદ થયા છે. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ તસવીરો પ્રકૃતિ પ્રેમીઓને વિસ્મયમાં મૂકી દીધા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે આ અદભૂત દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.