Western Times News

Gujarati News

દુનિયાના 20 ટકા ચિપ ડિઝાઈનર્સ ભારતીયો: સેમિકન્ડકટર મિશનની પરિકલ્પના આગામી ર૦ વર્ષ માટે કરવામાં આવી

વડાપ્રધાનની વિચારસરણી, નિર્ણયો, નીતિમાં પાંચ પ્રણનું પ્રતિબિંબ-તમામ દેશવાસીઓએ આપણા વૈજ્ઞાનિકો પર ભરોસો મુક્યો એ નવા ભારતની નવી વિચારધારાનું પરિણામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને આપેલા સંબોધન સાથે જ દેશમાં અમૃતકાળની પહેલી પરોઢના અરુણોદયનો શંખનાદ થયો. આત્મનિર્ભર ભારતના અતુલ્ય સામર્થ્યથી ગર્વિષ્ઠ એવી પરોઢ કે જેમાં ર૦૪૭માં વિકસિત ભારતના ભવ્ય ભાવિની આભા દેખાય છે.

અમૃતકાળના માર્ગે આગેકૂચ કરવા નીકળી પડેલા દેશના વિવ્ધ નાગરિકોના અસંખ્ય પ્રયાસોમાં વધુ ઉર્જા ભરી દેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળના પાંચ પ્રણનો ઉદ્‌ઘોષ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન તરીકેના છેલ્લા ર૦ વર્ષના રાષ્ટ્ર સમર્પિત તેમના સેવા યજ્ઞમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારસરણી, નિર્ણયો અને નીતિઓમાં પાંચ પ્રણની પ્રેરણાનું પ્રતિબિંબ ઝળકે છે.

વડાપ્રધાને દેશને આપેલો પહેલો સંકલ્પ છે, દરેક ભારતીયે મોટા સંકલ્પ સાથે આગળ વધવું પડશે. તેના વગર મોટા લક્ષ્યો હાંસલ કરી શકાતા નથી. અત્યારે ટેકનોલોજીનો યુગ છે. આવી સ્થિતિમાં, જાે ટેકનોલોજીના ક્ષેત્રમાં મોટાં લક્ષ્યો નકકી કરવામાં નહીં આવે, તો નવપલ્લવિત રાષ્ટ્રના ઉદયનો પરમ વૈભવ પ્રાપ્ત કરવો અઘરો થઈ જશે.

આ સંકલ્પને અનુરૂપ જ. અમારા એન્જિયરોએ ૪૦ ટેકનોલોજીની સંપૂર્ણ સ્ટેક વિકસાવ્યો. આજે ભારત પ જી નેટવર્કના લોન્ચિંગ અને પ જી ટેસ્ટ બેજ જેવી સુવિધાઓને આકાર આપીને દુનિયા સાથે કદમતાલ મિલાવી રહ્યું છે સાથે સાથે ૬ જી વિકસાવીને, દુનિયામાં અગ્રેસર થવાના વિશ્વાસ સાથે પ્રગતિના પંથે હરણફાળ ભરી રહ્યું છે.

છેલ્લા આઠ વર્ષમાં મોબાઈલ મેન્યુફેકચરિંગના યુનિટસની સંખ્યા ર થી વધીને ર૦૦ કરતા વધારે થવાની સિદ્ધિ સાથે, ભારત આજે વિશ્વનું બીજુ સૌથી મોટું મોબાઈલ ઉત્પાદન કેન્દ્ર છે. દેશમાં મોબાઈલ અને એકસેસરીઝ મેન્યુફેકચરીંગની સંપુર્ણ ઈકોસિસ્ટમ વિકસાવવી એ પણએક મોટા સંકલ્પની સિદ્ધિ છે.

ભારતમાં સેમિકન્ડકટર મિશનની પરિકલ્પના આગામી ર૦ વર્ષ માટે કરવામાં આવી છે. આજે પણ દુનિયાના ર૦ ટકા ચિપ ડિઝાઈનર્સ ભારતીયો છે અને આવા ૮પ,૦૦૦ મેનપાવરને વિશિષ્ટ તાલીમ આપીને દુનિયા માટે એક વિશ્વસનીય અને કુશળ ભાગીદાર બનવાની તાલીમ આપવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદીએ ભારતને આપેલું બીજું પ્રણ એટલે કે સંકલ્પ એ છે કે જાે આપણા મનમાં ગુલામીનો એક અંશમાત્ર પણ હોય તો તેને રહેવા દેવો જાેઈએ નહી. તેનું કારણ એ છે કે મન હારી જાય તો તે આપણને પરાજય તરફ દોરી જાય છે અને મન જીતી જાય તો આપણને વિજય તરફ દોરી જાય છે.

જાે આપણા મગજમાં ગુલામીનો અંશમાત્ર પણ હશે તો આપણે પોતાને અન્ય લોકો કરતા નબળી ગુણવતાવાળા માનીશું, જેથી આપણે ક્યારેય પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકીશું નહી. ભારતે છેલ્લા આઠ વર્ષમાં ઘણા મોરચે બતાવી દીધું છે કે આપણે વિશ્વ સાથે કદમતાલ મિલાવી શકીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં તેમના કરતાં ચડિયાતા પરીણામો પણ આપી શકીએ છીએ. આપણે ડિજિટલ પેમેન્ટ, રસી અને ટેકનોલોજીના ક્ષેત્રમં આ પુરવાર કરી બતાવ્યું છે.

ભારત આજે, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્‌સ બેંકના માધ્યમથી ટપાલીઓ લોકોના ઘર સુધી નાણાકીય સેવાઓ પહોંચાડી રહ્યા છે આધારની મદદથી લાભાર્થીઓ સુધી નિશ્ચિતરૂપે તેમનો લાભ પહોચી રહ્યો છે. અંત્યોદયની પરિકલ્પનાને પુરી કરવા માટે ભારતે તૈયાર કરેલા ડિજિટલ ગવર્નન્સના મોડેલને આજે આખી દુનિયા જાેઈ રહી છે.

કોરોનાના સંકટકાળમાં વિદેશી રસીના બદલે સ્વદેશી રસી લગાવવી એ ગુલામીની માનસિકતાનું ખંડન છે. તમામ દેશવાસીઓએ આપણા વૈજ્ઞાનિકો પર ભરોસો મુકયો એ નવા ભારતની નવી વિચારધારાનું પરિણામ છે.

આત્મનિર્ભર ભારતની આ રપ વર્ષની વિકાસયાત્રા ત્યારે જ સફળ થશે જયારે ભારત ગુલામી અને પરાધિનતાની વિચાસરણીમાંથી આઝાદ થઈને વિશ્વની સામે પોતાના માપદંડો સ્થાપિત કરશે. આજે, ભારતમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ વંદે ભારત ટ્રેન અને કવચ સુરક્ષા સિસ્ટમ્સ દેશના કુશળ એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવી રહી છે.

ટેકનિકલ ક્ષેત્રમાં ભારતની શ્રેષ્ઠતા અને આત્મનિર્ભરતા વૈશ્વિક મંચ પર સ્થાપિત થઈ રહી છે. વડાપ્રધાને આપેલું ત્રીજું પ્રણ છે. આપણી સંસ્કૃતિ અને વારસા પર ગૌરવ કરવાનું. આપણ પ્રણ સંસ્કૃતિમાંથી સમૃદ્ધિ તરફ જવાનો અને વારસાના વિકાસનો પાયો નાંખવાનો સંકલ્પ છે.

આ જ મૂળભૂત ભાવના સાથે ભારતના સાંસ્કૃતિક વૈભવને દેશ અને દુનિયા સુધી પહોંચાડવા માટે ભારત ગૌરવ યાત્રા અંતર્ગત રામાયણ એકસપ્રેસ અને દિવ્ય કાશી એકસપ્રેસની પરિકલ્પના કરવામાં આવી છે. ભારતનું ખાન-પાન, ભાષાઓ, વેશભૂષા, આબોહવાની વિવિધતાએ દેશના ખૂણે ખૂણે સ્થાનિક સંસ્કૃતિને એક વિશિષ્ટ આકાર આપ્યો છે.

આ વિશિષ્ટતાને આધાર બનાવીને, વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્થાનિક ભારતીય સંસ્કૃતિ અને કલાને પ્રોત્સાહન આપી રહી છે, જેમ કે ચેન્નાઈ રેલવે સ્ટેશન પર કાંચીપુરમ સિલ્ક સાડીઓ, ન્યૂ જલપાઈગુડી સ્ટેશન પર વાંસની બનાવટો અથવા પુરી સ્ટેશન પર પટ્ટા ચિત્ર અને લાકડાના રમકડાં વગેરેને પ્રોત્સાહન મળી રહ્યું છે.

આગામી પ૦ વર્ષની જરૂરિયાતોને પુરી કરવા માટે તમામ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ, ડિઝાઈનિંગ અને આર્કિટેકચરનું કામ સ્થાનિક વારસા અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ વિશ્વસ્તરીય રેલવે સ્ટેશન સાંસ્કૃતિક ઈતિહાસ, વારસો અને ભવિષ્ય માટે અદ્યતન ટેકનોલોજીના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે.

વડાપ્રધાને દેશને આપેલું ચોથું પ્રણ, એકતા અને એકજૂથતાની શક્તિથી એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાનું છે. એકતામાં ગજબની તાકાત હોય છે. એ તો બધા જાણે જ છે. જાે લોકો અથવા સંસ્થાઓ એકજૂથ થઈને એકબીજા સાથે હાથ મિલાવીને કામ કરે છે. તો તે માત્ર ઝડપી ગતિએ જ નથી થતું. પરંતુ તેમાં પૂરા જાેમ સાથે લાંબા ગાળાના ઉદેશ્યોને પ્રાપ્ત કરવાની તાકાત પણ હોય છે.

આ મૂળભૂત મંત્રની સાથે જ વડાપ્રધાને ગતિશક્તિ માસ્ટરપ્લાન તૈયાર કરીને ગતિશક્તિ યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજના અંતર્ગત સરકારના વિવિધ વિભાગોને એકજૂથ કરીને એક સર્વાગી ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ મોડલની સ્થાપના કરવામાં આવી રહી છે.

આ રાષ્ટ્રીય માસ્ટરપ્લાન ભારતના અર્થતંત્રના આવનારા રપ વિકાસશીલ વર્ષો માટે મજબૂત આધારશિલા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન, હર ઘર નલ સે જલ, વન નેશન વન રેશન કાર્ડ જેવી વ્યાપક યોજનાઓની મદદથી, ર૧મી સદીનું ભારત એક સહિયારા સમાજની પરિભાષાને સુદૃઢ બનાવી રહ્યું છે.

વડાપ્રધાનના સમર્થ નેતૃત્વ હેઠળ, કોરોના મહામારી દરમિયાન વંદે ભારત મિશન અને યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિઓમાં ઓપરેશન ગંગા હેઠળ ભારતમાં પરત લાવવામાં આવેલા ભારતીયોનો વિશ્વાસ આજે અખંડ ભારતની એકતા અને એકજૂથતાનું પ્રતિબિંબ છે.

વડાપ્રધાને દેશને આપેલું પાંચમું પ્રણ છે. દેશનો દરેક નાગરિક પોતાની ફબજાે પ્રત્યે સમર્પિત રહે. જયાં સુધી ભારતનો દરેક નાગરિક પોતાની ફરજાે પ્રત્યે સમર્પિન ન હોય, ત્યાં સુધી કોઈ મોટા સામાજિક પરિવર્તનને પ્રતિબિંબિત કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાતું નથી. લોકભાગીદારીથી જ મોટા પરિવર્તનને સાર્થક કરી શકાય છે.

ભારતને સશક્ત બનાવવાની વિકાસ યાત્રાને જન આંદોલનના રૂપમાં આગળ વધારવી પડશે. સૌના પ્રયાસો પછી, ભારતનું કોવિડ રસીકરણ અભિયાન સફળ થયું જે પ્રકારે ભારતીય રેલવે નાગરિકોને આધુનિક રેલવે સ્ટેશનો અને ટ્રેનોની મદદથી શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમ દેક નાગરિકની ફરજ છે કે તેઓ તેને સ્વચ્છ અને સુરક્ષિત રહે.

આ એપિસોડમાં, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારતનું વિશાળ જન આંદોલન નાગરિકોની ફરજાેનું મહત્વ દર્શાવે છે. વડાપ્રધાનના આહવાન પર આ વર્ષે હર ઘર ત્રિરંગા અભિયાનને સફળ બનાવીને દરેક નાગરિકે રાષ્ટ્ર અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને ફરજાે પુરી કરી અને દુનિયા સમક્ષ એક દૃષ્ટાંત પૂરું પાડ્યું.

આ પાંચ પ્રણ એટલે પાંચ સંકલ્પ દેશના ટોચના નેતૃત્વથી લઈને સમાજના છેવાડા સુધીના દરેક નાગરિકને સાથે રાખીને એક લક્ષ્ય તરફ એકજૂથ કરવાનો પ્રયાસ છે. વડાપ્રધાન મોદીના આહવાન પર ૧૪૦ કરોડ ભારતીયોની શક્તિ સાથે સંપૂર્ણ ઈમાનદારી અને દરેક નિશ્ચય સાથે આ પાંચ સંકલ્પોને પુરા કરીને ટૂંક સમયમાં જ આપણે વિકસિત ભારતના નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ચોક્કસપણે સફળ થઈશું. -અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રેલવે અને આઈટી મંત્રી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.