સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય SC/ST હબ કોન્ક્લેવનું આયોજન
અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ સોલંકીના અધ્યક્ષ સ્થાને તેમના પ્રયાસો થકી ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને
મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય SC/ST હબ કોન્ક્લેનું સુંદર આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, પાંજરાપોળ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમા JS SME Ms Mercy Epao, CMD શ્રી ગૌરાંગ દીક્ષિત, શ્રી P.K. ઝા ઝોનલ જનરલ મેનેજર, શ્રી કે.કે. શર્મા જીએમ એસજી NSSH અને સમગ્ર દેશમાંથી SC/ST સમુદાયના ઉદ્યોગ સાહસિકો આ કોન્ક્લેવમાં જોડાયા હતા.
મા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ SC/ST ઉદ્યોગસાહસિકોને આપવામાં આવતી યોજનાઓ અને સમર્થન વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમજ વિગતવાર માહિતી આપવામાં આવી.