Western Times News

Gujarati News

“કોઈ પણ ભાષાનું સૌંદર્ય તે શબ્દોમાં છે અને અમુક એટલા પરફેક્ટ હોય છે કે તેમનું ભાષાંતર નહીં થઈ શકે

આ આંતરરાષ્ટ્રીય ભાષાંતર દિવસ પર ચાલો અંગ્રેજી વિનાના સામાન્ય હિંદી શબ્દો વિશે વાત કરીએ! Let’s talk about common Hindi words with no English equivalent on International Translation Day!

દુનિયામાં દરેક ભાષા તેની રુચિ અને સામાન્ય બાબતો ધરાવે છે અને અમુક વાર મોજીલા શબ્દો અને અભિવ્યક્તિ પણ ધરાવે છે,

જે કોઈ પણ અન્ય ભાષામાં ભાષાંતર કરવા પર તેનો અર્થ ગુમાવે છે. તો આ આંતરરાષ્ટ્રીય ભાષાંતર દિવસ પર એન્ડટીવીના કલાકારો ભાષાંતર નહીં કરી શકાતા સામાન્ય હિંદી શબ્દો અને જો અમુક અન્ય ભાષામાં તેનું ભાષાંતર કરવામાં આવે તો તેમનો અર્થ સંપૂર્ણ કઈ રીતે બદલાઈ જાય છે તે વિશે વાત  કરે છે.

તેમાં નેહા જોશી (યશોદા, દૂસરી મા), યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.

એન્ડટીવી પર દૂસરી મામાં યશોદા તરીકે નેહા જોશી કહે છે, “કોઈ પણ ભાષાનું સૌંદર્ય તે શબ્દોમાં છે અને અમુક એટલા પરફેક્ટ હોય છે કે તેમનું ભાષાંતર નહીં થઈ શકે, કારણ કે તેઓ તેમની રુચિ, સાર અને અર્થ ગુમાવે છે. દાખલા તરીકે ચલેગા શબ્દનો અર્થ વિલ મુવ અથવા વિલ વોક અથવા ધિસ વર્કસ એવો થાય છે.

જોકે તે મોટે ભાગે અમુક બાબત કામ કરશે કે નહીં તે બાબતનો પ્રશ્ન અથવા નિવેદન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મુંબઈની બોલીભાષામાં આ સામાન્ય છે. દાખલી તરીકે, તમે બહેનપણી સાથે ડ્રેસ માટે શોપિંગ કરવા જતાં હોય અને તે એકની પસંદગી કરીને કહેશે, ચલેગા? જો તમને તે ગમે તો તમે જવાબ આપશો ચલેગા. જો તમને ગમે તો તમને ભારપૂર્વક તેમાં વધુ એક વાર ઉમેરીને ચલેગા, ચલેગા એમ કહી શકો છો (હસે છે).”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં દરોગા હપ્પુ સિંહ તરીકે યોગેશ ત્રિપાઠી કહે છે, “મારી પર વિશ્વાસ રાખો તો શબ્દો દુનિયાનો પ્રવાસ કરે છે. ભાષાંતરકારો ડ્રાઈવ કરે છે. ભાષાંતર વિના આપણે શાંતિથી પાંતોની સીમામાં રહેતા હોત. હું શૈક્ષણિક પાર્શ્વભૂ ધરાવું છે, જેથી સાહિત્ય મારા પરિવાર અને મારા માટે બહુ મહત્ત્વ ધરાવે છે.

હું મુંબઈમાં આવ્યો ત્યારે મારી સાથે અચ્છા જેવા શબ્દના ખોટા અર્થઘટનનો મોજીલો કિસ્સો બન્યો. આ બહુહેતુ શબ્દનો અર્થ ગૂડ થાય છે. જોકે તે પરિસ્થિતિને અને વાક્યમાં તેના ઉપયોગને આધારે ઘણા બધા અર્થ ધરાવી શકે છે. તે ઓકે, રિયલી? આઈ અંડરસ્ટેન્ડ, ઓહ! અથવા આઈ હેવ અ ક્વેશ્ચન.”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં અંગૂરી ભાભી તરીકે શુભાંગી અત્રે કહે છે, “ભાષાઓ અત્યંત સુંદર અને ટ્રિકી હોય છે. શાસ્ત્રીય નૃત્ય માટે તાલીમમાં હું તેનો ઉપયોગ કરું ત્યારે હું રસ નામે શબ્દ હેઠળ આવી હતી, જે હિંદી શબ્દ અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું મુશ્કેલ છે, કારણ કે તેનો અર્થ બહુ જ વિઝ્યુઅલ છે.

પરફોર્મન્સ આર્ટસ, નૃત્ય સ્વરૂપો, રંગમંચ અથવા સિનેમા વિશે વાત કરીએ ત્યારે રસ એ દર્શકો સુધી પહોંચી શકતી ભાવનાઓ વ્યક્ત કરવા અને વાર્તા કહેવા માટે આંખ, પગ અને વોકલ કોર્ડસના સમન્વયી હલનચલન સાથે સંદેશા વ્યવહારનું સ્વરૂપ છે.

તે કળાની કૃતિના લૂક અથવા ટોન જોવા માટે વધુ વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે, જેનું ભાષાંતર જ્યુસ, ટેસ્ટ અથવા એસેન્સ છે. તેમાં ઘણું બધું ધ્યાન કેન્દ્રિત કરવાનું આવશ્યક છે અને તે સમજવા અને ભાષાંતર કરવા માટે ભાષા પર પકડ આવશ્યક હોય છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.