Western Times News

Gujarati News

હિજાબ વિવાદ પર મંદાનાએ શેર કરી આપવિતી

મંદાના કરીમીએ કહ્યું, મેં ઘણા ભારે મન સાથે વર્ષો પહેલા ઈરાન છોડી દીધું હતું, ત્યારે હું માત્ર ૧૯ વર્ષની હતી

મેં પણ જેલમાં પસાર કરી છે રાત: મંદાના કરીમી

મુંબઈ,છેલ્લા કેટલાક દિવસોથી ઈરાનમાં મહિલાઓ હિજાબ પહેરવાનો વિરોધ કરી રહી છે. દુનિયાભરમાં ઘણા લોકો આ આંદોલનનું સમર્થન કરી રહ્યા છે. માત્ર ૧૯ વર્ષની ઉંમરમાં ઈરાનમાં પોતાનું ઘર છોડી દેનારી મંદાના કરીમીએ પણ આ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવ્યો છે.

મંદાના કરીમીએ વાત કરતા જણાવ્યું છે કે, કેમ દુનિયાએ ઈરાની મહિલાઓના સપોર્ટમાં પોતાનો અવાજ ઉઠાવવો જાેઈએ? મંદાના કરીમીએ કહ્યું, ‘મેં ઘણા ભારે મન સાથે વર્ષો પહેલા ઈરાન છોડી દીધું હતું. ત્યારે હું માત્ર ૧૯ વર્ષની હતી, એકલી હતી અને ફારસી સિવાય બીજી કોઈ ભાષા જાણતી ન હતી. ત્યારે મારો પરિવાર પણ મારો સપોર્ટ નહોંતો કરી રહ્યો અને હું રૂપિયા વિના ઘર છોડી ચૂકી હતી.

અત્યારે તમે કહી શકો કે કેટલી બહાદુર છોકરી હતી, પરંતુ કોઈને ખબર છે કે આખરે કોઈ પોતાના પરિવાર અને દેશને કઈ રીતે છોડી શકે છે. પોતાના દેશની સ્થિતિ વિશે વાત કરતા મંદાનાએ કહ્યું કે, ‘હું એવી જગ્યાએ ન જીવી શકું જ્યાં શ્વાસ ન લઈ શકું, બહાર નીકળવા વિશે વિચારી ન શકું. ત્યાં સુધી કે, ત્યાં એ વાતની આઝાદી પણ નથી કે હું કોઈની સાથે ફરું, કયો અભ્યાસ કરું, શું પહેરું, નહીં તો મને પોલીસ પકડી લેશે.

મને યાદ નથી કે કેટલી વખત પોલીસે મને રોકી અને અરેસ્ટ કરી. મેં મારા બધા રૂપિયા તેમને આપી દીધા. મેં બે રાત પોલીસ કસ્ટડીમાં વિતાવી અને દોસ્તોને માર ખાતા જાેયા. કેટલીક ઘટનાઓ તો હું ત્યાંથી આવ્યા પછી ભૂલી ચૂકી છું. પરંતુ, ત્યારે હું ઈરાની હતી અને હજુ પણ ત્યાં મારા દોસ્ત છે અને મારો પરિવાર પણ ત્યાં છે. મંદાના કરીમીએ કહ્યું કે, ઈરાનમાં મારા બે ભાઈ અને મા છે. મા તેહરાનમાં એકલી રહે છે અને જે કંઈ ત્યાં થઈ રહ્યું છે તેનાથી સતત ભયમાં રહે છે.’

મંદાનાએ કહ્યું કે, તેની માત મને કહે છે, ‘સારું છે કે, તું ત્યાં નથી. આ દેશમાં મહિલાઓ માટે કોઈ જગ્યા નથી. કાશ, હું પણ તારી સાથે હોત. પરંતુ હું ખુશ છું કે, તું ત્યાં નથી.’ મંદાનાએ વધુમાં જણાવ્યું કે, ‘વિશ્વાસ કરો, તેમની આ વાતો મારું દિલ તોડી નાખે છે. આખરે કેમ મારા પોતાના જ દેશમાં છોકરીઓ માટે કોઈ જગ્યા નથી? આખરે કેમ હું મારા પરિવાર સાથે ન રહી શકું?

આખરે કેમ મારે ફ્રી રહેવા માટે વિદેશમાં રહેવું પડે છે? મેં છેલ્લા બે દિવસથી મારા પરિવાર સાથે વાત નથી કરી. તેમના ફોન કામ નથી કરી રહ્યા અને હું તેમને જણાવી શકતી નથી કે ઈરાનમાં આંદોલન કરી રહેલી મહિલાઓનો કેટલો સપોર્ટ કરી રહી છું. ઈરાનમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન પર મંદાના કરીમીએ કહ્યું કે, ‘મને લાગે છે કે, આ લડાઈ માનવ અધિકારો અને મહિલાઓની સમાનતા માટે છે.

અમને અમારી મરજી મુજબ કપડાં પહેરવાનો અધિકાર છે, જેના માટે અમને માર મારવો ન જાેઈએ કે અમારી હત્યા ન થવી જાેઈએ. તે ઈસ્લામ અને હિજાબ અંગે નથી, પરંતુ તે મહિલા તરીકે અમારા અધિકાર અંગે છે. અમે હિજાબ પહેરવા ઈચ્છીએ કે નહીં તે અમારી મરજી છે. હવે જરૂરી છે કે, દુનિયા અમારા અવાજને સાંભળે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.