Western Times News

Gujarati News

રાજ્યના સફાઇ કામદારોના ઉત્થાન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના વરદ્ હસ્તે ઓનલાઇન ડ્રો દ્વારા સફાઈ કામદાર લાભાર્થીઓની પસંદગી 

રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યના સફાઇ કામદારો અને તેઓના આશ્રિતોને તેમના વશંપરંપરાગત સફાઇના વ્યવસાયમાંથી મુકિત અપાવીને સમાજના મુખ્ય પ્રવાહ તરફ લઇ જવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યના સફાઇ કામદારો સરકારની વિવિધ યોજનાઓ હેઠળ વધુમાં વધુ લાભ મેળવે તે માટે સરકાર હરહંમેશ તત્પર છે. પંડિત દીનદયાળના અંત્યોદયના સિદ્ધાંતને વરેલી આ સરકારે છેવાડાના વ્યક્તિની ચિંતા કરી છે. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના નાગરિકને આત્મનિર્ભર બનાવવા પારદર્શક રીતે લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને સફાઇ કામદાર અને તેમના આશ્રિતોને સ્વરોજગારી માટે લોન/ધિરાણ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાય આપવા માટે આજે ગાંધીનગર ખાતે મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના હસ્તે ઓનલાઇન ડ્રો કરી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી.

આ ઓનલાઇન ડ્રો કાર્યક્રમમાં ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓની ઉપસ્થિતિમાં, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રીના વરદ્ હસ્તે સફાઇ કામદાર અને તેમના આશ્રિતોને વિવિધ ધંધા/વ્યવસાય તેમજ વાહન યોજના હેઠળ રોજગારી આપવા માટે ધિરાણ પેટે કુલ  ૧૬૨ લાભાર્થીઓની ઓનલાઇન ડ્રો પ્રક્રિયાથી પસંદગી કરવામાં આવી અને પસંદગી પામેલ લાભાર્થીઓને આગામી ટૂંક સમયમાં રૂ. ૧૧.૦૬ કરોડનું ધિરાણ કરવામાં આવશે.

ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા અમલીકૃત સીધા ધિરાણની વિવિધ યોજનાઓ હેઠળ જુદા-જુદા ધંધા/વ્યવસાય માટે એક લાખથી પંદર લાખ રૂપિયા સુધીની લોન ૪ થી ૬ ટકાના નજીવા વ્યાજદરે આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમની સ્થાપના કરી રૂ. પાંચ કરોડની શેરમૂડી સાથે નિગમને કાર્યાન્વિત કર્યું હતું. વર્ષ ૨૦૧૫-૧૬માં નિગમની શેરમૂડી રૂ. પાંચ કરોડથી વધારીને રૂ. ૨૦ કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. જેની સામે, રૂ. ૧૪.૦૯ કરોડ શેર મૂડી આજની તારીખે ભરપાઇ કરી દેવામાં આવી છે અને નિગમને રાજ્યના જાહેર સાહસ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.