Western Times News

Gujarati News

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૩૬ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો

નવી દિલ્હી, કોમર્શિયલ LPG ગેસની કિંમતોને લઈને મોટા સમાચારા સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે, દેશની ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. ૧ ઓગસ્ટના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૩૬ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કોમર્શિયલ LPG ગેસ મોટે ભાગે હોટલ, ખાદ્યપદાર્થોની દુકાનો વગેરેમાં વપરાય છે.

આ તમામ એકમોને કિંમતોમાં ઘટાડાથી મોટી રાહત મળશે. આ સતત ચોથો મહિનો છે, જ્યારે કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે ૧ એપ્રિલે આ સિલિન્ડરની કિંમતમાં ૨૪૯.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. મનીકંટ્રોલની ખબર અનુસાર, નવા નિયમોના પ્રમાણે હવે વર્ષમાં સબસિડી વાળા ૧૨ સિલિન્ડરની સંખ્યા ૧૨ જ હશે.

તેનાથી વધારે જાે તમે સિલિન્ડર ખરીદો છો, તો તેના પર સબસિડી મળશે નહિ. બાકીના સિલિન્ડર ગ્રાહકોને સબસિડી વિના જ ખરીદવા પડશે. જાણકારી અનુસાર, રેશનિંગ માટે સોફ્ટવેરમાં બદલાવ કરવામાં આવ્યો છે.

આ નિયમ લાગૂ કરી દેવામાં આવ્યા છે. ખાસ વાત તો એ છે કે, નવા નિયમ એટલા માટે લાગૂ કરવામાં આવ્યા છે, કારણકે ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી કે, ઘરેલુ બિન-સબસિડી રીફિલ કોમર્શિયલથી સસ્તી થવાને કારણે તેના ઉપયોગમાં વધારો થયો હતો. જેના કારણે સિલિન્ડર પર રેશનિંગ કરવામાં આવ્યુ છે.

ગત મહિને ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત ૩૬ રૂપિયાથી ઘટાડીને ૧,૯૭૬.૫૦ રૂપિયા કરી દેવામાં આવી હતી. કોમર્શિયલ LPG સિલિન્ડરનો ઉપયોગ હોટલ, રેસ્ટોરેન્ટ અને અન્ય કોમર્શિયલ કામ માટે કરવામાં આવે છે.

મે બાદ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં આ ચોથી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. એકંદરે ભાવમાં પ્રતિ સિલિન્ડર ૩૭૭.૫૦ રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત ઘરેલૂ રસોઈ માટે ઉપયોગમાં લેવાતા LPG ગેસની કિંમતમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.