Western Times News

Gujarati News

એક રૂમ, બે વ્યક્તિઓ, બે કલાક અને એક પર્ફેક્ટ મર્ડરનો પ્લાન, કોણ બચશે? જૂઓ ‘મત્સ્ય વેધ’

દર્શકો માટે હંમેશા કંઈક નવું કન્ટેન્ટ પીરસનાર શેમારૂમી આ વખતે કંઈક નવું લઈને આવ્યું છે. અત્યાર સુધી દર્શકોને ખડખડાટ હસાવનાર, હાસ્ય સાથે સામાજિક સંદેશા સરળતાથી પહોંચાડનાર શેમારૂમી પર એક એવી સસ્પેન્સ, ડ્રામા, થ્રિલર વેબસિરીઝ સ્ટ્રીમ થવાની છે,

જે દર્શકોને સત્ય, અસત્ય, નૈતિક્તા વિશે નવેસરથી વિચારવા મજબૂર કરી દેશે. ‘મત્સ્ય વેધ’ નામની ગુજરાતી વેબસિરીઝ શેમારૂમી પર 6 ઓક્ટોબરથી સ્ટ્રીમ થવાની છે. જેમાં દેવકી મેટીક્યુલસ થેરાપિસ્ટ ડૉ.શાસ્વત અને માનવ ગોહિલ પાર્થ નામના સોશિયલી ઓકવર્ડ પેશન્ટના પાત્રમાં જોવા મળશે.

ડૉ.શાસ્વત પોતાના ઘરે જ એક પેશ્ન્ટ પાર્થને મળે છે. પાર્થને એક પર્ફેક્ટ મર્ડર કરવું છે, આ વાત તે ડૉ. શાસ્વત સાથે શૅર કરે છે. આ માટે પાર્થ ડૉ.શાસ્વત પાસે મદદ માગે છે. પાર્થ માને છે કે, જેમ અર્જુનને કુરક્ષેત્રના મેદાનમાં કૃષ્ણના માર્ગદર્શનની જરૂર પડી હતી એમ તેને ડૉ.શાસ્વત.ની મદદની જરૂર છે.

આ વાતચીતમાં ડૉ.શાસ્વતના કેટલાક છુપાયેલા રહસ્ય બહાર આવે છે. પાર્થ અને ડૉ.શાસ્વત ના શબ્દોના એન્કાઉન્ટરમાં પાર્થના જીવનની કેટલીક ડાર્ક સાઈડનો પણ ખુલાસો થાય છે. એક જ ઘરમાં, એક જ રૂમમાં બે વ્યક્તિ છે, જેમાંથી એકને પર્ફેક્ટ મર્ડર કરવું છે, હવે આ બંનેમાંથી કોણ જીતશે, કોણ બચશે કોણ કોને મારશે, આ એક મિસ્ટ્રી છે. આ સવાલોના જવાબ મેળવવા માટે ‘મત્સ્ય વેધ’ જોવી પડશે.

5 એપિસોડની આ વેબસિરીઝ ગુજરાતી મનોરંજન ક્ષેત્રે આ પ્રકારના સબ્જેક્ટની આ પહેલી ડ્રામા-સસ્પેન્સ-થ્રિલર વેબસિરીઝ છે. જેના દ્વારા આરજે અને ગુજરાતી તખ્તા ક્ષેત્રે જાણીતી અભિનેત્રી દેવકી પહેલીવાર ઓન સ્ક્રીન ડેબ્યુ કરી રહી છે.

તો તેમની સાથે ટેલિવિઝનના જાણીતા એક્ટર માનવ ગોહિલ જોવા મળશે. બંકાઈ ફિલ્મ્સની આ વેબસિરીઝ ‘થઈ જશે’ અને ‘હવે થશે બાપ રે’ જેવી હિટ ફિલ્મો આપી ચૂકેલા નિરવ બારોટેક્રિયેટ અને ડિરેક્ટ કરી છે, જ્યારે પ્રિયંકા બ્રહ્મભટ્ટ આ વેબસિરીઝના પ્રોડ્યુસર છે અને આદિત્ય દોશી કૉ-પ્રોડ્યુસર તરીકે સાથ આપી રહ્યા છે.

મત્સ્ય વેધ અંગે દેવકીનું કહેવું છે કે,’મત્સ્ય વેધ અંગે દેવકીનું કહેવું છે કે,’માઈથોલોજી ફિલોસોફી અને થ્રિલરનું કોમ્બિનેશન ખૂબ જ રસપ્રદ પ્રયોગ છે. શેમારૂના દર્શકો માટે આ માત્ર શોટ્સ નહીં પરંતુ વાઈન જેવો અનુભવ પુરવાર થવાનો છે. મત્સ્યવેધ કોઈ ચીલાચાલુ વાર્તા નથી, પરંતુ માત્ર 2 એક્ટર્સ સાથેની થ્રિલર સિરીઝ છે.

મારા 5 વર્ષના થિયેટરના અનુભવમાં મેં મોટાભાગે ગ્રામીણ પાત્રો ભજવ્યા છે, પરંતુ અહીં ઘણા સમય પછી હું અર્બન પાત્ર ભજવું છું. આ સિરીઝમાં મેં અને માનવે  જટિલ અને અઘરા પાત્રો ભજવ્યા છે. નીરવ બારોટ સાથે કામ કરવાની અઢળક ખુશી છે, અને આ વેબસિરીઝ શેમારૂ પર રિલીઝ થઈ રહી છે, તેથી વધુ ખુશ છું.’.’

તો માનવ ગોહિલનું કહેવું છે કે,’મત્સ્ય વેધ એ કક્ષાની વેબસિરીઝ છે, જે ગુજરાતી મનોરંજન ક્ષેત્રે બેન્ચમાર્ક સાબિત થઈ શકે છે.મારા કરિયરમાં મને પહેલીવાર આટલો ચેલેન્જિંગ રોલ કરવાની તક મળી છે. જે રીતે આ વેબસિરીઝની વાર્તાના પાના ઉઘડે છે, દરેક એપિસોડમાં દર્શકોને તે ઝકડી રાખશે.’

ડિરેક્ટર નિરવ બારોટ કહી રહ્યા છે કે,’મહાભારતમાં કૃષ્ણએ અર્જુનને સાથ આપ્યો હતો, પરંતુ મારા પાર્થ અને ક્રિષ્ના એકબીજાની સામ સામે છે. દરેક વ્યક્તિ માટે બદલો, લાગણી, સન્માનની પરિભાષા જુદી જુદી હોય છે. દરેક વ્યક્તિ પોતાની સમજણ પ્રમાણે તેને જુએ છે.

આ વેબસિરીઝમાં દર્શકોને આ બધા જ ઈમોશન્સના જુદા જુદા પાસાં જોવા મળશે. પહેલીવાર ગુજરાતી ભાષામાં આવા વિષય પર વેબસિરીઝ બની છે, હું પોતે આખા વિષયને સમજીને સ્તબ્ધ છુ, મને આશા છે કે શેમારૂમીના દર્શકોને પણ આવી જ ફીલિંગ આવશે.’

ઉલ્લેખનીય છે કે ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.