Western Times News

Gujarati News

21 વર્ષ પહેલાં 7મી સપ્ટેમ્બરે મોદી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા

File Photo 07-10-2001

૨૧ વર્ષ પહેલા ૭/૧૦/૨૦૦૧ ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. છેલ્લા ૨૧ વર્ષથી સતત લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે.

૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી.

2001ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે.

વર્ષ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં શ્રી મોદીનાં નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષે વિક્રમી વિજય મેળવ્યો હતો તેમજ બંને ચૂંટણીઓમાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી. આ અગાઉ વર્ષ 1984માં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં કોઈ પણ રાજકીય પક્ષે આ પ્રકારે સ્પષ્ટ બહુમતી મેળવી હતી.

નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.

તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો.

  • ૧૯૯૪માં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.
  • ૧૯૯૪માં મોદીને પક્ષના રાષ્‍ટ્રીય સચિવ બનાવાયા.
  • ૧૯૯૮માં પક્ષના મહાસચિવ બનાવાયા.
  • વર્ષ ૨૦૦૨માં વિધાનસભાની ૧૮૨ સીટોમાંથી ૧૨૭ સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્‍યો.
  • ૨૦૦૭માં બીજી વખત જંગી બહુમતિ મેળવીને મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા હતા.
  • વર્ષ ૨૦૧૨માં ગુજરાતમાં મોદીના નેતળત્‍વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા છે.
  • માર્ચ ૨૦૧૩માં ભાજપના સંસદીય બોર્ડના મુખ્‍ય સભ્‍ય તરીકે નિમણૂંક કરાઈ હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.