Western Times News

Gujarati News

ધનસુરા તાલુકા શાખાના કાર્યાલયનું ઉ્‌દઘાટન

(પ્રતિનિધિ) બાયડ, ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ના ધનસુરા તાલુકા શાખા ના કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા ઓફિસ માટે નું યોગ્ય મકાન ફાળવતાં ધનસુરા બાલમંદિર આદર્શ સોસાયટીવાળા મકાન માં ધનસુરા ના સરપંચ હેમલત્તાબેન પટેલ ના હસ્તે ઉ્‌દઘાટન કરવામાં આવ્યું હતું.

જેમાં ધનસુરા ના સરપંચ હેમલત્તાબેન પટેલ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના અરવલ્લી જિલ્લાના ચેરમેન ભરતભાઈ પરમાર,ડેપ્યુટી સરપંચ કાર્તિકભાઈ પટેલ, ચેરમેન મનસુખભાઈ ભગત, વાઇસ ચેરમેન ગોવિંદભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ ખજાનચી, લલિતભાઈ બુટાલા મંત્રી, કિશનભાઇ જાંગીડ,ભરતભાઈ ઠુંમર, જયાબેન જયંતીભાઈ,નવીનભાઈ દરજી,સિનિયર સિટીઝન મંડળ ના પ્રમુખ ગોવિંદભાઇ પટેલ, પેન્શનર મંડળ ના પ્રમુખ હસમુખભાઇ પટેલ, તથા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના કારોબારી સભ્યશ્રીઓ અને સદસ્ય શ્રીઓ,ધનસુરા ગ્રામ પંચાયત ના સદસ્યશ્રીઓ અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં આભારવિધિ ગોવિંદભાઈ.એસ.પટેલે કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.