અભિનેત્રી કેટરિના કૈફ ભૂત બનીને હસાવવા આવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/Katrina-1-1024x576.jpg)
મુંબઈ, કેટરિના કૈફ, ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સ્ટારર ફિલ્મ ફોનભૂતનું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના નામ પરથી લાગશે કે આ હોરર ફિલ્મ છે પરંતુ હકીકતે ફિલ્મ કોમેડીથી ભરપૂર છે. હોરર કોમેડી ફિલ્મના ૨.૪૯ મિનિટના ટ્રેલરમાં કેટલાય એવા સીન છે જે જાેઈને તમે હસવાનું નહીં રોકી શકો.
ફિલ્મમાં કોમેડીનો ભરપૂર ડોઝ છે. કદાચ આ પ્રકારની કોમેડીની રાહ દર્શકો લાંબા સમયથી જાેઈ રહ્યા હતા. ફિલ્મનું ટ્રેલર દર્શકોને તો પસંદ આવી રહ્યું છે. સાથે જ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં કેટરિના કૈફે જણાવ્યું છે કે, તેના પતિ વિકી કૌશલને ટ્રેલર કેવું લાગ્યું છે.
કેટરિનાનું પર્ફોર્મન્સ અને ‘ફોનભૂત’નું ટ્રેલર વિકી કૌશલને કેવું લાગ્યું એ વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું, “વિકીને ટ્રેલર ખૂબ ગમ્યું છે. તેણે એટલો સારો રિસપોન્સ આપ્યો કે તે જાેઈને અમારો વિશ્વાસ પણ વદ્યો હતો. વિકીને લાગે છે કે, ફિલ્મમાં ઢગલાબંધ મજેદાર તત્વો છે અને તેના લીધે દર્શકોને મજા પડશે.
અમારી પણ આ જ અપેક્ષા છે. હોરર જાેનરની ફિલ્મમાં કામ કરવા અંગે કેટરિનાએ કહ્યું કે, તેને ડરાવની ફિલ્મો ગમતી નથી. હું હોરર ફિલ્મો નથી જાેતી. ડરામણી ફિલ્મો હું નથી જાેઈ શકતી. જાે ક્યારેય મારો સામનો ભૂત સાથે થયો તો હું ત્યાંને ત્યાં જ મરી જઈશ, તેમ તેણે ઉમેર્યું.
ફિલ્મમાં ઈશાન અને સિદ્ધાંત ભૂત પકડવાનું કામ કરે છે જ્યારે કેટરિના કૈફ ભૂતના રોલમાં છે. ભટકતી આત્માઓને મોક્ષ અપાવવાનું કામ કરતાં સિદ્ધાંત અને ઈશાનનો સામનો જેકી શ્રોફ સાથે થાય છે ત્યારે વાર્તામાં ટિ્વસ્ટ આવે છે.
ગુરમીત સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ડરામણ ભૂત પણ છે અને તેને પકડવા માટેના ગતકડાં પણ છે, જે જાેઈને તમને ખૂબ હસવું આવશે. ફિલ્મને ફરહાન અખ્તર અને રિતેશ સિદ્ધવાનીએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ ૪ નવેમ્બર ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે.
વર્કફ્રંટની વાત કરીએ તો, કેટરિના કૈફ હવે સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઈગર ૩’માં જાેવા મળશે. આ સિવાય વિજય સેતુપતિ સાથે ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું શૂટિંગ હાલ કરી રહી છે. ઉપરાંત ફરહાન અખ્તરના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘જી લે ઝરા’માં આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા સાથે દેખાશે.SS1MS