Western Times News

Gujarati News

નવ વર્ષની મહેનત પછી કરોડપતિ બન્યો શાશ્વત

મુંબઈ, કૌન બનેગા કરોડપતિની અત્યારે ૧૪મી સિઝન ચાલી રહી છે. એવુ ઘણી ઓછી વાર બને છે જ્યારે કોઈ કન્ટેસ્ટન્ટ એક કરોડના પ્રશ્ન સુધી પહોંચે છે. આ સિઝનમાં સપ્ટેમ્બર મહિનામાં એક કન્ટેસ્ટન્ટે એક કરોડનો પડાવ પાર કર્યો હતો. અને હવે અન્ય એક કન્ટેસ્ટન્ટ ત્યાં સુધી પહોંચ્યો છે.

મેકર્સે આ એપિસોડનું ટીઝર શેર કર્યું છે. દિલ્હીનો શાશ્વત ગોયલ હોટસીટ પર પહોંચ્યો છે અને તેણે અમિતાભ બચ્ચન સહિત તમામ લોકોને ભાવુક કરી દીધા હતા. મેકર્સ દ્વારા કૌન બનેગા કરોડપતિ ૧૪ના અપકમિંગ એપિસોડનો પ્રોમો શેર કરવામાં આવ્યો છે.

શાશ્વત ગોયલ ઈ કોમર્સ કંપનીમાં સ્ટ્રેટેજી મેનેજર છે. તે એક કરોડ રુપિયા જીતી ગયો છે. આ સિઝનમાં ઘણાં ઓછા લોકો અહીં સુધી પહોંચી શક્યા છે. ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટમાં શાશ્વત ગોયલનું નામ ટૉપ પર આવે છે. અમિતાભ બચ્ચન તેને હોટસીટ પર બોલાવે છે અને ઈન્ટ્રોડક્શન કરાવે છે. અહીં તમામ લોકો માટે ચોંકાવનારી બાબત એ હતી કે શાશ્વત પોતાની સાથે કોઈ સાથીદારને લઈને નહોતો આવ્યો.

સામાન્યપણે દરેક કન્ટેસ્ટન્ટ પરિવારના કોઈ સભ્ય અથવા મિત્રને કમ્પેનિયન તરીકે સાથે લઈને આવે છે. શાશ્વતના જણાવ્યા અનુસાર, જ્યારે ટીવી પર પહેલીવાર કેબીસી આવ્યુ વર્ષ ૨૦૦૦માં ત્યારે તે દરરોજ પરિવાર સાથે રાતે ૯ વાગ્યે જાેવા બેસતો હતો. તે સમયે તેના માતા હંમેશા કહેતા હતા કે તે પોતાના દીકરાને એક દિવસ હોટસીટ પર જાેવા માંગે છે.

પરંતુ કોરોનાની બીજી લહેર દરમિયાન તેની માતાનું નિધન થઈ ગયું. માતાના નિધન પછી શાશ્વતે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. શાશ્વતે જણાવ્યું કે, અહીં આવવા માટે તેણે ૯ વર્ષ સુધી સતત પ્રયત્ન કર્યો અને આજે જ્યારે અહીં પહોંચ્યો છે ત્યારે જેના માટે આવવા માંગતો હતો તે વ્યક્તિ જ આ દુનિયામાં નથી. કન્ટેસ્ટન્ટના કમ્પેનિયન જ્યાં બેસે છે ત્યાં જઈને શાશ્વત ધ્રુસકેને ધ્રુસકે રહે છે.

આસપાસના લોકો તેને શાંત રાખવાનો પ્રયત્ન કરે છે. શાશ્વત કહે છે કે, તમારા માટે, અહીંના દર્શકો માટે, ઘરે બેસીને જાેઈ રહેલી ઓડિયન્સ માટે આ સીટ ખાલી હશે પરંતુ મારા માટે આ સીટ પર જેને બેસવાનુ હતું તે આજે પણ હાજર છે. શાશ્વત ૭.૫ કરોડના પ્રશ્નનો ઉત્તર પણ આપશે. હવે તે ૭.૫ કરોડ રુપિયા જીતશે કે નહીં તે એપિસોડ ટેલિકાસ્ટ થશે ત્યારે જ જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.