Western Times News

Gujarati News

દયાભાભીનો અવાજ કાઢવાના કારણે દિશા વાકાણીને થઈ હતી ગળાની તકલીફ

મુંબઈ, સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૫ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. જાેકે, છેલ્લા થોડા મહિનાઓથી આ સીરિયલ તેને છોડીને જઈ રહેલા કલાકારોના કારણે ચર્ચામાં છે. શોમાં ગત મહિને જ શૈલેષ લોઢાના સ્થાને એક્ટર સચિન શ્રોફની તારક મહેતાના રોલમાં એન્ટ્રી થઈ છે.

હવે દર્શકો છેલ્લા પાંચ વર્ષથી ગાયબ દયાભાભી એટલે કે એક્ટ્રેસ દિશા વાકાણીની કાગડોળે રાહ જાેઈ રહ્યા છે. ૨૦૧૭માં મેટરનિટી લીવ પર ગયેલી દિશા વાકાણી બે બાળકોના જન્મ પછી પણ શોમાં પાછી નથી આવી. વચ્ચે એકલ-દોકલ એપિસોડમાં તે જાેવા મળી હતી. પરંતુ હવે તે રોજ દેખાય તે માટે દર્શકો પણ અધીરા થયા છે. અવારનવાર શોના મેકર્સને દયાભાભીના પાત્રના કમબેક અંગે સવાલ થઈ રહ્યા છે.

શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ દર્શકોને સાંત્વના આપી છે કે, જલ્દી જ શોમાં દયાભાભીનું પાત્ર જાેવા મળશે. હવે આ રોલ દિશા વાકાણી કરશે કે અન્ય અભિનેત્રી તે અંગે સ્પષ્ટતા નથી. દરમિયાન, હાલ દિશા વાકાણીનો એક જૂનો ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે દયાના યૂનિક અવાજ અંગે વાત કરી હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકોને ખબર જ હશે કે દિશા વાકાણીએ દયાના પાત્ર માટે અલગ જ અવાજ ઊભો કર્યો હતો. દયાના પાત્રમાં ઢળવા માટે તે એવો અવાજ કાઢતી હતી જે તેના અસલી અવાજ કરતાં એકદમ અલગ હતો. હે મા માતાજી, ટપ્પુ કે પાપા જેવા દયાના ડાયલોગ ઉપરાંત તેનું હાસ્ય પણ ખાસ્સું પોપ્યુલર થઈ રહ્યું હતું. પરંતુ દયાનો અવાજ કાઢવાના કારણે દિશા વાકાણીને ગળામાં કંઈક સમસ્યા થઈ હતી.

મીડિયા રિપોર્ટનું માનીએ તો દિશા વાકાણીએ ૨૦૧૦માં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દયાનો અવાજ કાઢવાના કારણે તેને ગળામાં થોડી તકલીફ થઈ હતી. દિશાએ કહ્યું હતું કે, દરેક વખતે એક જ પ્રકારનો અવાજ જાળવી રાખવો મુશ્કેલ હોય છે. પરંતુ ઈશ્વની કૃપા રહી છે કે, આના કારણે મારા અવાજને કોઈ નુકસાન નથી થયું અને સફળતાપૂર્વક પાત્રને ભજવી શકી છું.

ઉલ્લેખનીય છે કે, દિશા વાકાણી આ શો માટે રોજ ૧૦-૧૨ કલાક શૂટિંગ કરતી હતી. મીડિયામાં અહેવાલો વહી રહ્યા છે કે, દિશા વાકાણીની સીરિયલમાં વાપસી લગભગ અસંભવ લાગતા હવે મેકર્સ નવી એક્ટ્રેસની શોધ કરી રહ્યા છે. થોડા મહિના પહેલા એક્ટ્રેસ કાજલ પીસલ અને ઐશ્વર્યા સખુજાનું નામ દયાભાભીના રોલ માટે ચર્ચાઈ રહ્યું હતું. જાેકે, બાદમાં આ બંને અહેવાલો ખોટા ઠર્યા હતા. બીજી બાજુ દિશા વાકાણી વિના સીરિયલમાંથી દર્શકોનો રસ ઉડી ના જાય તેવા બધા જ પ્રયત્નો મેકર્સ કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.