મુંદ્રા અદાણી પોર્ટ પરથી ૧૭ કરોડની વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર ઝડપાયું

(એજન્સી)ગાંધીધામ, નશીલા પદાર્થોની હેરફેર માટે સોફટટાર્ગેટ બની ગયેલા ગુજરાતના દરીયાઈ વિસ્તારોમાંથી અવાર નવારહ નશીલો પદાર્થ ઝડપાઈ આવવાના બનાવો ઉજાગર થતા આવે છે. તેવામાં અમદાવાદ ડીઆરઆઈની ટીમે મુન્દ્રા બંદરે વધુ એક વખત સપાટો બોલાવીને ૧૭ કરોડની વિદેશી સીગારેટ ભરેલું કન્ટેનર ઝડપી પાડયું હતું. Directorate of Revenue Intelligence (DRI) seized a container load of Foreign Brand Cigarettes (Manchester) valued at Rs 17 crores from Mundra Port in Gujarat on 11th October: DRI
ત્યારબાદ ૮પ૦ કાર્ટુનમાંથી ૮પ.પ૦ લાખ જેટલી સીગારેટની લાકડીઓ સીઝ કરી દેવામાં આવી હતી. ડીઆરઆઈના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત મંગળવારના અમદાવાદ ડીઆરઆઈની ટીમે સપાટો બોલાવ્યો હતો.
કચ્છના મુન્દ્રા બંદરેથી દેશમાં વિદેશી સીગારેટ ઘુસાડવાની પેરવી કરવામાં આવતી હોવાના ચોકકસ ઈનપુટના આધારે અમદાવાદ ડીઆરઆઈની ટીમે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન દાણચોર સીન્ડીકેટ દ્વારા મંગાવવામાં આવેલ કન્ટેનરમાં મોટી માત્રામાં સીગારેટનો જથ્થો હોવાની બાતમીના આધારે ડીઆરઆઈએ કન્ટેનર ટ્રેસ કરી મુન્દ્રા બંદરે રોકાવી દીધું હતું.
કન્ટેનરના તપાસ કરતાં તેમાંથી માન્ચેસ્ટર બ્રાંડની વિદેશી સીગારેટના ૮પ૦ કાર્ટુન મળી આવ્યા હતા.
જે કાર્ટુનમાં ૧૦ હજાર સીગારેટ ભરેલી નજરે પડી હતી. આમ ૮પ,પ૦,૦૦૦ જેટલી વિદેશી બ્રાંડની સિગારેટની લાકડીઓ મળી આવી હતી. જેની બજાર કિમત રૂપિયા ૧૭ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. મુદ્રા બંદરે કન્ટેનરમાંથી ૧૭ કરોડની સીગારેટ મળી આવતાં કસ્ટમ એકટ હેઠળ તમામ જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આઅ જથ્થો કોણે મંગાવ્યો છે ? કોણે મોકલ્યો છે ? સહીતના મુદ્દે ડીઆરઆઈની ટીમે ઉડાણપૂર્વક તપાસનો દોર હાથ ધર્યો છે.