રાજકોટમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વડાપ્રધાન ખુલ્લું મુકશે
વડાપ્રધાન રાજકોટ રેસકોર્ષ જાહેરસભા સ્થળે આવે તે પહેલા ૧ાા કલાકનો રસપ્રચૂર સાંસ્કૃતિક કાર્યક્રમ-ડાયરો-રાસ-ગરબા-ડાન્સ-પિરામીડ-યોગા-પ્રિ-ઇવેન્ટ સ્વરૂપે યોજાશે, જેમાં ઓસમાણ મીર, માયાભાઇ આહિર તથા વિખ્યાત રાસ ગરબા ગ્રુપ કંકણ ગ્રુપ ખાસ જમાવટ કરશે.
રાજકોટ, રાજકોટમાં ઈશ્વરિયા પાર્ક નજીક અંદાજે રૂ. 85 કરોડના ખર્ચે 10 એકર બનેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રને કાલે વડાપ્રધાન ખુલ્લું મૂકશે. આ એક એવું વિજ્ઞાન કેન્દ્ર છે, જેમાં લોકો ગમ્મત સાથે વિજ્ઞાનની દુનિયામાં વિહાર કરી શકશે અને વિવિધ જીવોની ઉત્પત્તિથી લઈને મશીન અને ટેક્નોલોજીની પ્રગતિઓને નિહાળી શકશે.
આ સેન્ટર ગણિત, વિજ્ઞાન અને ઈજનેરી વિકાસને ધ્યાનમાં રાખીને બનાવાયું છે. છ અલગ- અલગ થીમ આધારિત ગેલેરી બનાવી છે. આ સિવાય જ્ઞાન સાથે ગમ્મત પીરસતી વિવિઘ રાઇડ્સ અને ઝોન્સ પણ વિકસાવવામાં આવ્યા છે.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જાજરમાન કાર્યક્રમો-સભા-રોડ શો રાજકોટમાં યોજાયા છે, રાજકોટ-મોરબી જીલ્લાના ૭ હજાર કરોડના લોકાર્પણ-ખાતમુહુર્ત થશે, કલેકટર તંત્ર છેવટની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.આજે કલેકટરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,
સાંજે પ વાગ્યે રાજકોટ એરપોર્ટ પર વડાપ્રધાનશ્રી આવી પહોંચશે, એરપોર્ટ પર તેમનું કોણ સ્વાગત કરશે, તે અંગે અમે દરખાસ્ત મોકલી દીધી છે, આ દરખાસ્તને મંજૂરી સાંજ સુધીમાં દિલ્હીથી મળી જશે, કોણ સ્વાગત કરશે તે દિલ્હીથી લાઇનઅપ થઇ રહ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તા.19 ઓક્ટોબરના રોજ રાજકોટને આપશે રિજિયોનલ સાયન્સ સેન્ટરની ભેટ..#Gujarat #Rajkot pic.twitter.com/ZZz5wlu9AO
— Gujarat Information (@InfoGujarat) October 18, 2022
કલેકટરે જણાવેલ કે વડાપ્રધાન આગમન પૂર્વે-અને પછી બે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, વડાપ્રધાન એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ એરપોર્ટ બહાર તેમનું ભવ્ય સ્વાગત નાસીકના ઢોલ સહિત ત્રણ પ્રકારના ઢોલ-નગારા સાથે થશે, છત્રી-ડાન્સ-NCC દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાશે.
આ પછી નરેન્દ્રભાઇનો એરપોર્ટથી રેસકોર્સ-પોલીસ કમિશ્નરશ્રીના બંગલા સામેના ગેઇટ સુધી ૧ાા કિ.મી. લાંબો ભવ્ય રોડ શો યોજાશે, આ રોડ-શોમાં ૬૦ સ્ટેજ ઉભા કરાયા છે, જેમાં ર૦ સ્ટેજ ઉપર કલાકૃતિઓ રજૂ થશે તો ૪૦ સ્ટેજ ઉપર વિવિધ જ્ઞાતિ મંડળો-સમાજ-સંસ્થા દ્વારા મોદીનું જાજરમાન સ્વાગત થશે.
કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન રેસકોર્ષ જાહેરસભા સ્થળે આવી પહોશ્રંચે તે પહેલા ૧ાા કલાકનો રસપ્રચૂર સાંસ્કૃતિક કાર્યક્રમ-ડાયરો-રાસ-ગરબા-ડાન્સ-પિરામીડ-યોગા-પ્રિ-ઇવેન્ટ સ્વરૂપે યોજાશે, જેમાં વિખ્યાત કલાકારો-ઓસમાણ મીર, માયાભાઇ આહિર તથા વિખ્યાત રાસ ગરબા ગ્રુપ કંકણ ગ્રુપ ખાસ જમાવટ કરશે.
તેમણે જણાવેલ કે જર્મન બનાવટના ૧ હજાર પંખા એઇડી લાઇટ સાથેના કૂલ પાંચ ડોમ ૪ થી ૪ાા લાખ સ્કવેરફીટમાં ઉભા કરાયા છે, કુલ ૧ લાખથી વધુ લોકો આવશે, મોરબી જીલ્લામાંથી ર૦ હજાર તો બાકીના રાજકોટ જીલ્લામાંથી અને અમૂલ ડેરી પ્રોજેકટ સંદર્ભે અન્ય ૬ જીલ્લાઓમાંથી લોકો આવશે.
તેમણે જણાવેલ કે રેસકોર્ષનો આખો કાર્યક્રમ જનરેટર સેટ ઉપર ચાલશે, તેમજ વીજતંત્ર પાસેથી ૯૦ કિલોવોટના ર૬ કનેકશન લેવાયા છે, વીજતંત્રે પણ રાજકોટ અને અન્ય જીલ્લાઓમાંથી થઇને રપ૦ થી ૩૦૦ ઇજનેરો-સ્ટાફને ડયુટી સોંપી છે.