Western Times News

Gujarati News

પરમાણુ યુધ્ધ થયુ તો અનેક વર્ષો સુધી પૃથ્વી પર સુરજ નહીં દેખાય

File

વિશ્વભરમાં ૧ર૦૦૦ થી વધુ પરમાણુ હથીયારો છે. એકલા રશીયા પાસે વિશ્વના કુલ પરમાણુ હથિયારોના અડધો અડધ એટલે કે લગભગ ૬૦૦૦ પરમાણુ હથીયાર છે.

પરમાણુ યુદ્ધ થયું તો પ અરબ લોકોના મોત થશે અનેક વર્ષો સુધી પૃથ્વી પર સુરજ નહીં દેખાય-રશિયાના પરમાણુ હુમલાની આશંકાથી યુરોપમાં ફેલાયો ડર

મોસ્કો, યુકેન સંકટ વચ્ચે રશીયાના રાષ્ટ્રપતી વ્હલાદીમીર પુતીનની પરમાણુ યુદ્ધની ધમકીઓ વિશ્વને તણાવમાં મુકી દીધું છે. સૌથી વધુ જાેખમનો સામનો કરી રહેલા નાટો દેશોએ પણ પરમાણુ દાવપેચ શરૂ કરી દીધા છે. દરમ્યાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે, કે રશીયા સાથે નાટોનું પરમાણુ યુદ્ધ પાંચ અબજ લોકોના નાશ કરી શકે છે.

સ્થિતી એવી બનશે કે ઘણા વર્ષો સુધી સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી નહી પહોચે. રશીયા પાસે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ માટે તૈયાર પરમાણુ હથીયારો છે.

તેઓ બેલેસ્ટિક મીસાઈલ કુઝ મીસાઈલ અને ટોપીડો દ્વારા વિશ્વમાં ગમે ત્યાંથી ફાયર કરી શકાય છે. આવી સ્થિતીમાં આખી દુનિયા રશીયાની ધમકીઓ ખુબ જ ગંભીરતાથી જાેઈ રહી છે. પોતે કહયું કે કે તેમને પુતિનની ધમકી ખાલી નથી લાગતી અમેરીકા હાલમાં કયુબર કટોકટીથી ગંભીર ખતરાનો સામનો કરી રહયું છે.

અમેરીકા નિષ્ણાત પોલ ઈન્ગ્રામે જણાવ્યું હતું કે શીત યુદ્ધ દરમ્યાન ઘણી વખત એવું કહેવામાં આવતું હતું કે અમારી પાસે વિશ્વને ઘણી વખત ઉડાવી શકે તેટલી પરમાણુ મિસાઈલ છે. હવે એવું નથી. વિશ્વભરમાં ૧ર૦૦૦ થી વધુ પરમાણુ હથીયારો છે. એકલા રશીયા પાસે લગભગ ૬૦૦૦ પરમાણુ હથીયાર છે.

જાે આના દ્વારા હુમલો કરવામાં આવે તો વિસ્ફોટ અને રેડીવયેશનના પરીણામે વિશ્વભરમાં રથી૩ અબજ લોકોના મૃત્યુ થશે. યુનિવસીટી ઓફ કેમ્બ્રીજ ખાતે સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ એકિઝટીશીયન રીસ્કતા ઈન્ગ્રામે પણ કોઈપણ પરમાણું સંઘર્ષથી સાક્ષાત્કારની ચેતવણી આપી હતી.

તાત્કાલીક મૃત્યુ ઉપરાંત પરમાણુ શસ્ત્રોના પરસ્પર ઉપયોગથી એટલે કિરણોત્સગી કચરો બહાર આવશે કે ઘણા વર્ષો સુધી સૂર્ય સ્પષ્પણે દેખાશે. નહી. એમ તેમણે જણાવ્યું હતું જેના કારણે વિશ્વભરમાં પાંચ અબજ લોકોના મોત થશે.
નિષ્ણાતોએ જણાવ્યું કે આ સમયે યુકેન પર પરમાણુ હુમલાનો ખતરો છે.

આ દેશને તેના ઘઉના ઉત્પાદનને કારણે યુરોપની બ્રેડ બકેટ કહેવામાં આવે છે. જાે આ દેશ પર પરમાણુ હુમલો થયો હશે. તો સમગ્ર વિશ્વમાં ખોરાકની અછત સર્જાઈ શકે છે. આ માત્ર યુકેનમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં પાકને અસર કરશે. લોકોને ખોરાકની અછત થશે. વિશ્વનું તાપમાન ઘટીને ૧૬ ડીગ્રી સેલ્સીયસ થઈ જશે. યુકેન જેવા દેશો સંપૂર્ણપણે બરફમાં થીજી જશે.

જાે લંડન બ્રિટનમાં પરમાણુ બોમ્બ પડે તો વિસ્ફોટ અને રેડીએશન લાખો લોકોના જીવ લઈ શકે છે. કોઈ સુરક્ષીત રહેશે નહી. જાે આ જ બોમ્બ ભારત કે ચીન જેવા વધુ વસ્તીવાળા દેશોમાં પડે તો વિનાશનો દર ઘણો ઉંચો હશે. વિસ્ફોટ દરમ્યાન હવામાનની અસર પણ જાેવા મળી શકે છે.

જાે વ્યુહાત્મક પરમાણુ સૌથી હુમલો કરવામાં આવે તો વિનાશ ઓછો અને મર્યાદીત વિસ્તારોમાં થશે. પરંતુ જાે બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરવામાં આવે તો તેની અસર વ્યાપકક હશે. આ વર્ષે જાન્યુઆરી સુધીમાં વિશ્વભરમાં લગભગ ૧ર,૭૦૦ પરમાણુ હથીયારો છે.

તેમાંથી સૌથી મોટી સંખ્યા લગભગ ૬,૦૦૦ રશીયામા છે. જયારે લગભગ પ,૪૦૦ યુએસમાં છે. બ્રિટરનમાં પાસે રરપ પરમાણુ હથીયારો છે. જેમાંથી મોટા ભાગના ટ્રાઈડન્ટ સબમરીનમાં રાખવામાં આવ્યા છે. ભારત ઈઝરાયેલ અને ઉત્તર કોરીયા પાસેપણ પરમાણુ બોમ્બ છે.

ઈઝરાયેલ અને ઉત્તર કોરીયામાં તેમની પાસે કેટલા પરમાણું બોમ્બ છે. તે જાહેર કર્યા નથી. અને ભારત પાકિસ્તાન પાસેપણ લગભગ સમાન સંખ્યામાં પરમાણુ હથીયારો છે. પરંતુ ચીન આ મામલેઝડપથી આગળા વધી રહયું છે. અમેરીકી જાસુસી સંસ્થાનો અદાજ છે. કે ર૦ર૭ સુધીમાં ચીન પાસે કુલ ૭૦૦ પરમાણુ હથીયારો હોઈ શકે છે. આવી સ્થિતીમાં ચીન પરમાણુ હથીયારોના મામલેરશીયા અને અમેરીકા પછી ત્રીજા નંબર પર આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.