Western Times News

Gujarati News

જિયોફાઇબરે બે પ્લાન હેઠળ 15 દિવસની વેલિડિટીમાં વધારો કર્યો

28મી ઓક્ટોબર સુધી ખરીદી કરનારા નવા ગ્રાહકોને 100% વેલ્યુ બેક વાઉચર પણ ઑફર કર્યા

મુંબઈ,  ભારતના સૌથી મોટા ટેલિકોમ અને બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર રિલાયન્સ જિયોએ તેના બે પ્લાનના નવા ગ્રાહકોને રૂ. 6,500ના લાભો સાથે વધારાના 15 દિવસોની વેલિડિટી ઓફર આપવાની જાહેરાત કરી છે. 18 ઓક્ટોબર અને 28 ઓક્ટોબર 2022 વચ્ચે નવા જિયોફાઇબર પ્લાન અને નવા કનેક્શન બૂક કરાવનારા ગ્રાહકોને આ લાભ મળશે.

આ ઓફર કંપની પાસેથી પસંદગીના પ્લાનની ખરીદી પર લાગુ થશે – રૂ. 599 x 6 મહિના અને રૂ. 899 x 6 મહિના. જિયોફાઇબરના બે પ્લાન, જે ડબલ ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર સાથે આવશે, તેની કિંમત રૂ. 599 અને રૂ. 899 પ્રતિ માસ હશે. આમાંથી કોઈ પણ પ્લાન નવો નથી પરંતુ 18 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર 2022 સુધી આ ઓફર લાગુ રહેશે. આ બે પ્લાન્સ ઉપરાંત રૂ. 899 x 3 મહિનાનો પ્લાન 100% વેલ્યુ બેક ઓફર મેળવવાને પાત્ર છે પરંતુ 15 દિવસની વધારાની માન્યતા માટે નહીં.

જો કે, પ્લાન્સ મુજબના લાભો અલગ-અલગ છે. આ રૂ. 599 X 6 મહિનાનો પ્લાન (30 Mbps, 14+ OTT એપ્સ અને 550+ ઑન-ડિમાન્ડ ચૅનલ), રૂ. 4,241ની ચુકવણી સામે. (રૂ. 3,594 + રૂ. 647 GST), આ પ્લાનમાં નવા ગ્રાહકોને રૂ. 4,500ના વાઉચર્સ મળશે. વાઉચર્સ 4 વિવિધ બ્રાન્ડના છે જે છે: રૂ. AJIOનું 1,000 વાઉચર, રૂ. 1,000નું રિલાયન્સ ડિજિટલનું  વાઉચર, રૂ. 1,000નું NetMeds વાઉચર અને રૂ. 1,500નું IXIGO વાઉચર. વધુમાં આ તમામ ગ્રાહકોને 6 મહિનાની વેલિડિટી ઉપરાંત 15 દિવસની વધારાની વેલિડિટી મળશે જે પ્લાનનો એક ભાગ છે.

તેવી જ રીતે રૂ. 899 X 6 મહિનાનો પ્લાન (100 Mbps, 14+ OTT એપ્સ અને 550+ ઑન-ડિમાન્ડ ચૅનલ્સ) રૂ. 6,365 (રૂ. 5,394 + રૂ. 971 GST)ની ચુકવણી સામે, આ પ્લાનમાં નવા ગ્રાહકોને રૂ. 6,500ના વાઉચર્સ મળશે. ચાર વિવિધ બ્રાન્ડના વાઉચર્સ આ પ્રમાણે છે: રૂ. 2,000ના AJIO વાઉચર, રૂ. 1,000નું રિલાયન્સ ડિજિટલ વાઉચર, રૂ. 500નું NetMeds વાઉચર અને રૂ. 3,000નું IXIGO વાઉચર. આ ઉપરાંત આ તમામ ગ્રાહકોને 6 મહિનાની વેલિડિટી ઉપરાંત 15 દિવસની વધારાની વેલિડિટી મળશે જે પ્લાનનો એક ભાગ છે.

પ્લાન હેઠળ રૂ. 899 X 3 મહિના (100 Mbps, 14+ OTT એપ્સ અને 550+ ઑન-ડિમાન્ડ ચેનલ્સ) રૂ. 2,697 (રૂ. 3,182 + રૂ. 485 GST)ની ચુકવણી સામે, આ પ્લાનમાં નવા ગ્રાહકોને રૂ.3,500ના વાઉચર્સ મળશે. ચાર વાઉચર્સ વિવિધ બ્રાન્ડના છે જે આ મુજબ રહેશે: રૂ. 1,000નું AJIO વાઉચર, રૂ. 500નું રિલાયન્સ ડિજિટલ વાઉચર, રૂ. 500નું NetMedsનું વાઉચર અને રૂ. 1,500નું IXIGO વાઉચર. અહીં એ નોંધવું રહે કે આ પ્લાન પર વધારાની માન્યતા લાગુ પડતી નથી. ઉપરોક્ત કોઈપણ પ્લાન ખરીદનારા ગ્રાહકોને કોઈ વધારાના શુલ્ક વિના રૂ. 6,000ની કિંમતનું 4K જિયોફાઇબર સેટ ટોપ બોક્સ પણ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.