આ દેશમાં દિવાળીમાં 10 લાખથી વધુ ઘરોમાં છવાયો અંધારપટ

મોસ્કોની તરફથી યૂક્રેન પર ૩૬ રોકેટ વડે હુમલો કરાયો-રશિયા અને યૂક્રેન વચ્ચે સંઘર્ષનો કોઇ અંત દેખાતો નથી યૂક્રેન પર રશિયન હુમલાની અસર વધુ ગાઢ દેખાઇ રહી છે
કિવ, યૂક્રેન પર રાષ્ટ્રપતિ પુતિનની સેના તરફ બોમ્બમારો ચાલુ છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેંસ્કીએ આ દાવો કર્યો છે કે મોસ્કોની તરફથી શનિવારે મોટો હુમલો કરી ૩૬ રોકેટ તાકવામાં આવ્યા. જાેકે તેમણે કહ્યું કે તેમાંથી મોટાભાગને તોડી પાડ્યા હતા, પરંતુ કેટલીક મિસાઇલોથી વિજળી પ્લાન્ટ અને પાણી કેન્દ્રોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા.
તેના લીધે લગભગ ૧૦ લાખ લોકો અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા છે. જેલેંસ્કીએ આગળ કહ્યું કે મોસ્કો તરફતેહે જાણીજાેઇને સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરી તેમના પર હુમલા કરવામાં આવી રહ્યા છે.
બીજી તરફ રશિયન અધિકારીઓએ ખેરસોનમાં રહેનાર નાગરિકોને છોડવાનો આદેશ આપ્યો છે. અત્યાર સુધી લોકોને છોડવાનું કામ ધીમે ચાલી રહ્યું હતું, અપ્રંતુ મોસ્કોને આ આશંકા છે કે યૂક્રેન અહીં સામાન્ય નાગરિકોને નિશાન બનાવી શકે છે. રશિયા-યૂક્રેન યુદ્ધને લગભગ આઠ મહિના પહેલાં શરૂ થયેલી લડાઇ હવે ખતરનાક મોડ પર પહોંચી ગઇ છે.
રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો કોઇ અંત દેખાતો નથી. યૂક્રેન પર રશિયન હુમલાની અસર વધુ ગાઢ દેખાઇ રહી છે. રશિયાએ યૂક્રેન વિરૂદ્ધ વિશેષ સૈન્ય અભિયાન શરૂ કરી દીધું છે. તો બીજી તરફ યૂક્રેન રશિયાના હુમલાનો સામનો કરી રહ્યું છે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઘણા મંચો પરથી યૂક્રેન પર પરમાણુ હથિયારોના ઉપયોગ કરવા તરફ ઇશારો કરી ચૂક્યા છે, ત્યારબાદથી રશિયાના પરમાણુ હથિયારના ઉપયોગની સંભાવનાએ જાેર પકડ્યું છે.