કેટરિના અને દીપિકાએ સાડીમાં તસવીરો શેર કરી

મુંબઈ, દેશભરના લોકોની જેમ જ બોલિવૂડમાં પણ અત્યારે દિવાળીનો અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. સ્ટાર્સ પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કરી રહ્યા છે, જેમાં અન્ય એક્ટર્સનો મેળાવડો જાેવા મળી રહ્યો છે. સેલેબ્સ ટ્રેડિશનલ આઉટફિટ્સમાં સજ્જ થઈને આ પાર્ટીઓમાં સામેલ થઈ રહ્યા છે.
તાજેતરમાં જ કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણે પણ સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તેમનો દિવાળી લુક જાેવા મળી રહ્યો છે.
બન્ને અભિનેત્રીઓએ ટ્રેડિશનલ લુક અપનાવ્યો છે. પોતાની આ સુંદર તસવીરોની સાથે તેમણે ફેન્સને દિવાળીની શુભકામના પાઠવી છે. કેટરિના કૈફની લગ્ન પછી આ પ્રથમ દિવાળી છે. તેણે બ્લેક કલરની સાડી પહેરી છે જેમાં તેના પર ખૂબ સૂટ કરી રહી છે. તેણે કાનમાં લાંબા ઝૂમખા અને હાથમાં ગોલ્ડન રિંગ પહેરી છે. આ સિવાય એક હાથમાં તેણે કંગન પણ પહેર્યા છે.
દીપિકાએ પણ પોતાના એક એડ શૂટની તસવીરો શેર કરી છે. તસવીરમાં જાેઈ શકાય છે કે દીપિકાએ પણ ગ્રે શેડનો બ્લાઉસ પહેર્યો છે. આ તસવીરમાં તેના ઘરેણાંએ સૌનું ધ્યાન કેંચ્યું છે. બન્ને અભિનેત્રીઓ ટ્રેડિશનલ લુકમાં પહેલા પણ જાેવા મળી છે અને તેઓ આ પરિધાન ઘણી સારી રીતે રજૂ કરી શકે છે. કેટરિના અને દીપિકાની સ્ટાઈલ ફેન્સને આમ પણ ઘણી પસંદ હોય છે.
પરંતુ અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે બન્નેની પોસ્ટમાં એક સમાનતા છે. કેટરિના અને દીપિકાના આઉટફિટ્સ અને ઘરેણાં તો સંપૂર્ણપણે અલગ છે, પરંતુ આ તસવીરો પર તેમના પતિ દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયા એકસરખી છે.
સંયોગની વાત છે કે કેટરિના કૈફના પતિ વિકી કૌશલે પત્નીની તસવીરો પર કમેન્ટ કરતા લખ્યું કે, સ્ટનર. અને દીપિકા પાદુકોણના પતિ રણવીર સિંહે પણ પત્નીની તસવીરો પર પ્રતિક્રિયા આપવા માટે લક્યું કે સ્ટનર. વર્કફ્રંટની વાત કરીએ તો, શક્ય છે કે આ બન્ને સ્ટાર કપલ ટૂંક સમયાં એકસાથે ફિલ્મમાં જાેવા મળે. જી લે ઝરામાં વિકી અને કેટરિના કામ કરી શકે છે.
આ સિવાય અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રના બીજા ભાગમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ એકસાથે જાેવા મળશે. કેટરિના કૈફની ફિલ્મ ફોન ભૂત હવે રીલિઝ થવાની તૈયારીમાં છે.SS1MS