Western Times News

Gujarati News

નવા વાહનમાં પસંદગીનો નંબર મેળવવા માટે આ તારીખથી શરૂ થશે ઈ-ઓકશન

ટુ-વ્હિલર, ફોર-વ્હીલરના ગોલ્ડન-સિલ્વર નંબરોનું આ સીરીઝોમાં ઈ-ઑક્શન શરૂ થશે

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, અમદાવાદ (ગ્રામ્ય) બાવળા દ્વારા પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકો માટે યોજાશે ઈ-ઑક્શન

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી શ્રીનીકચેરી, અમદાવાદ (ગ્રામ્ય) બાવળા દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ આગામી તા. ૧૦ નવેમ્બર ૨૦૨૨ થી ૧૨ નવેમ્બર ૨૦૨૨ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.

મોટર સાઇકલની સીરીઝ GJ38–AB, GJ38–AC, GJ38–AD, GJ38–AE, GJ38–AF, GJ38–AG, GJ38–AH, GJ38–AJ અને એલ.એમ.વી. કાર GJ38–B, GJ38–BA, GJ38–BB, GJ38–BC, GJ38–BD, GJ38–BE અને થ્રી-વ્હીલર GJ38–W, GJ38–WA અને ગુડ્સ(ટ્રાન્સપોર્ટ) GJ38–T, GJ38–TAનું રી-ઑક્શન શરૂ કરવામાં આવનાર છે.

આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://parivahan.gov.in/parivahan/ પર આગામી તા. ૧૦ નવેમ્બર ૨૦૨૨ થી ૧૨ નવેમ્બર ૨૦૨૨ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે.

ત્યારબાદ તા. ૧૨ નવેમ્બર ૨૦૨૨ બપોરે ૦૪.૦૦ કલાક પછીથી ૧૪ નવેમ્બર ૨૦૨૨ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે અને ઈ-ઓક્શનનું પરિણામ તા. ૧૪ નવેમ્બર ૨૦૨૨ ના રોજ બપોરે ૦૪.૦૦ કલાકે યોજાશે.

ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/parivahan/ વેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બે માંથી જે વહેલું હશે તે તારીખ થી સાત દિવસમાં સી.એન.એ. ફોર્મ ભરવાનો રહેશે. અરજી કરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.

જો અરજદારએ હરાજીની પ્રકિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડની રકમના નાણાં જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.

અસફળ અરજદારને રીફંડ હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના હોવાથી જે રીતે ચૂકવાનું કર્યું હોય તે જ Mode થી અરજદારના તે જ ખાતામાં નાણાં પરત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.