અમદાવાદમાં રસ્તાઓ જાેખમી બન્યા
જીવરાજ પાર્ક, જનરલ હોસ્પિટલમાં સહિતના સ્થળોએ રસ્તા બેસી જતા સવારથી જ નાગરિકો ભારે મુશ્કેલીમાં :બોડકદેવ સહિતના સ્થળોએ ભુવા પડ્યા |
(પ્રતિનિધિ) અમદાવાદ : મેઘરાજાની શહેર પર મહેર થતાં શહેરમાં બે ઈંચ વરસાદ પડયો હતો કયારેક હળવા તો કયારેક ભારે વરસાદના ઝાપટાથી શહેર પાણીથી તરબોળ થઈ ગયુ હતું શહેરના અનેક વિસ્તારોના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતાં ઘણે ઠેકાણે ઘરોમાં પણ પાણી ઘુસી જવાને કારણે ઘરવખરીને ભારે નુકશાન થયું હોવાના સમાચાર છે.
દર વર્ષે મ્યુ. કોર્પોરેશન પ્રિ-મોન્સુન પ્લાન બનાવે છે, પરંતુ દર વર્ષે પ્રિ-મોન્સુન પ્લાન પહેલા જ સાધારણ વરસાદમાં ધોવાઈ જતો હોય છે. મ્યુ. કમિશ્નર અવારનવાર જાહેરાત કરતા હોય છે કે ચોમાસા દરમ્યાન ખાડા ખોદવામાં આવશે નહી, તથા જયાં જયાં ખાડા પડયા છે ત્યાં ત્યાં ખાડા પુરવામાં આવશે પરંતુ આજે પણ શહેરનો એક પણ વિસ્તાર જાવા નહી મળે કે જયાં આજે પણ પ થી ૧૦ ફુટ ખાડા જાવા મળતા ન હોય અને એ ખાડાઓમાં પાણી ભરાતા મચ્છરોના ઉપદ્રવ સાથે સાથે ખાડામાં પડી જવાથી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે. ઠેરઠેર મોટા મોટા ભુવાઓ પડવાની તથા પ્રદુષિત પાણીની સમસ્યાતો ઠેરને ઠેર જ છે.
મ્યુ. કોર્પોરેશનની નઘરોળ નીતિને કારણે આજે નાગરિકોનો મ્યુ. કોર્પોરેશનના સત્તાવાળાઓના જુઠ્ઠા વચનોથી રોષ આસમાને પહોંચ્યો છે. ગટરો ડીસલીટીંગ ન થવાને કારણે ઠેર ઠેર ગટરો ઉભરાવવાના તથા ગટરોના ગંદા પાણી પીવાના પાણીની પાઈપો મિશ્ચિત થયા છે હજુ નવા રસ્તાઓ બનાવે બે-ત્રણ માસ થયા હશે ત્યાં મોટાભાગના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે ઠેરઠેર રસ્તાઓમાં ખાડા પડયા છે જેને કારણે રાહદારીઓ તથા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
જીવરાજપાર્ક પાસે હજુ હમણાં જ રોડ નવો બનાવ્યો છે તે ધોવાઈ જતાં તથા રસ્તામાં ઉંડા ખાડા પડવાને કારણે એક કાર પણ ખાડામાં પડી ગઈ હતી જેને ભારે નુકશાન થયું છે આજે અમદાવાદ અમદાવાદ નથી રહ્યુ પરંતુ ખાડા નગરી બની ગયું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ તથા શાસકોની ખોટી જાહેરાતોની પોલ ખુલ્લી થઈ ગઈ છે.
લોકોનું કહેવું છે કે જેટલું ધ્યાન સત્તાવાળાઓ ઉદ્ઘાટનો પાછળ આપે છે તેટલું ધ્યાન જા શાસકો શહેરના રસ્તાઓ, પ્રદુષિત પાણી તથા ભુવાઓ પડવા બાબતે ધ્યાન આપે તો લોકોને પ્રથમ વરસાદમાં મુશ્કેલી ન પડે. જયાં જયાં નજર મારી ઠરે, ત્યાં ત્યાં દેખાય બસ ભુવાઓ તથા ખાડાઓ આ છે અમદાવાદનું આજનું ચિત્ર. મેયર તથા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન શહેરના નગરજનોની પ્રાથમિક સુવિધાઓ તરફ કયારે ધ્યાન આપશે ?
માત્ર બે ઈંચ પડેલા વરસાદમાં જા શહેરમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ ભારેથી અતિ ભારે વરસાદ પડનાર છે ત્યારે અમદાવાદની પરિસ્થિતિમાં વિશે કલ્પના કરવી પણ મુશ્કેલ છે જનરલ હોસ્પીટલ- રખીયાલ પાસે રસ્તો બેસી જવાના સમાચાર છે.
શહેરનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, બધે જ પાણી પાણી, ભુવાઓ જયાં જયાં પડયા છે ત્યાં પૂરણ પણ ન થવાની ફરીયાદ મળે છે ત્યાં આજે સવારે બોડકદેવ વિસ્તારમાં મોટો ભુવો પડયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
વરસાદનો આનંદ માણી રહેલ પ્રજાજનો મ્યુ. કોર્પોરેશનની નિષ્ક્રિયતા તથા ફરજ પ્રત્યે બેદરકારથી ત્રસ્ત પામ્યા છે દરેક વિસ્તારોમાં ગંદકી તથા પાણી ભરાવાના બનાવોથી પ્રજાનો આક્રોશ પણ વધી રહ્યો છે. નાગરિકો ને ડર છે કે મ્યુનિ. કોર્પોરેશન જા કુંભકર્ણની નિદ્રામાંથી નહી જાગે તો આગામી દિવસોમાં શહેર નર્કાગાર બની જશે તથા શહેરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળશે મ્યુ. સત્તાવાળાઓ યુધ્ધના ધોરણે રસ્તાઓમાં પડેલા ખાડાઓ પુરાવે જેથી નાના મોટા અકસ્માતો તથા પડી જવાના બનાવો ઘટે.
જીવરાજ હોસ્પીટલ પાસે પણ તાજેતરમાં બનાવેલ રોડ બેસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ખાસ કરીને હોસ્પીટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. એક તરફ રસ્તાઓ પર પડેલા ખાડા તથા બીજી તરફ મેટ્રો માટે ચાલતી કામગીરીએ નાગરિકોને ભારે મુશ્કેલીમાં મુકી દીધા છે પ્રશ્ન એ થાય છે કે પ્રિ-મોન્સુન નામે ખર્ચાતા કરોડો રૂપિયા જાય છે કયાં ?
પ્રજાની પરેશાની વધી રહી છે ત્યાં તંત્ર મસ્ત છે વરસાદના ૧ર કલાક વિતવા છતાં હજુ ઘણે ઠેકાણેથી પાણીનો નિકાલ પણ થતો નથી. રસ્તાના ખાડાઓ સાથે મ્યુ. કોર્પોરેશનની કામગીરી પણ ખાડામાં પડી છે માત્ર કાગળ ઉપર જ કામગીરી બતાડવામાં આવે છે, હકીકતમાં બહુ પોલ પોલ હજુ તો ચોમાસાની શરૂઆત છે ત્યાં આ સ્થિતિ સર્જાઈ છે.