Western Times News

Gujarati News

જમાલપુરમાં વાહન પાર્ક કરવાની તકરારમાં સશસ્ત્ર હુમલો

 

મહિલાએ ઘરનો દરવાજા નહી ખોલતા ઉશ્કેરાયેલા શખ્સોએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા : ગાયકવાડ હવેલી પોલીસે ગુનો દાખલ કરી હાથ ધરેલી તપાસ

(પ્રતિનિધિ) અમદાવાદ :અમદાવાદ શહેરમાં મારામારી અને હત્યાના બનાવો ખૂબ જ વધી ગયા છે શહેરના જમાલપુર વિસ્તારમાં ગઈકાલે રાત્રે સશસ્ત્ર ટોળાએ વાહન પાર્ક કરવાની તકરારમાં આંતક મચાવતા અફડાતફડી સર્જાઈ હતી આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે વહોરા હાઉસની સામે રહેતા ઈમરાનાબેન હનીફભાઈ વહોરા તેના પરિવાર સાથે રહે છે તા.૧૭મીના રોજ તેઓ ઘરમાં પરિવાર સાથે હાજર હતા અને તેમના પુત્રની વહુ નમ્‌રાનો ખોળો ભરવાનો પ્રસંગ ચાલતો હતો જેના પરિણામે આસપાસના લોકો પણ આ પ્રસંગે હાજર હતા.

આ દરમિયાનમાં રાત્રે ૮.૦૦ વાગ્યાના સુમારે સલમાન અમનખાન પઠાણ નામનો શખ્સ કાર લઈને આવ્યો હતો અને અમારા ઘરની સામે મુકવા માટે નમ્‌રાના પતિ હનીફભાઈની રીક્ષા હટાવી કાર પાર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાનમાં ઈમરાના બહેનના પુત્ર સોહેબના સ્કુટરને ગાડીએ ટક્કર મારી હતી આ દરમિયાનમાં ઈમરાના બહેનના જેઠ સીરાજભાઈ વહોરાએ પ્રસંગ હોવાથી ગાડી ત્યાંથી હટાવવાનું કીધુ હતું.

આરોપીઓ (૧) સલમાન અમનખાન પઠાણ (ર) રોમાનખાન પઠાણ તથા
(૩) બિલાલ હનીફભાઈ શેખ (૪) રમીઝ હનીફભાઈ શેખ

પરંતુ સલમાન પઠાણે ગાળાગાળી શરૂ કરી હતી. આ દરમિયાનમાં ઉશ્કેરાટમાં સલમાન તેની ઓફિસે જઈ તેના ભાઈ રોમાનખાન તથા તેના મિત્ર બિલાલ શેખ તથા રમીઝ શેખને લઈને ઈમરાનાબહેનના ઘરની સામે આવી પહોંચ્યા હતા આ તમામના હાથમાં લોખંડની પાઈપો તથા અન્ય હથિયારો હતાં સ્થળ ઉપર હાજર ઈમરાનાની વહુ નમ્‌રાની માતા જીમાબાનુ પર હુમલો કરી ઈજા પહોચાડી હતી જેના પગલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતા સ્થાનિક આગેવાનોએ વચ્ચે પડી સમાધાન કરાવ્યુ હતું.

આ ઘટના બાદ ગઈકાલે તા.૧૮મીના રોજ રાત્રિના ૧.૦૦ વાગ્યાની આસપાસ ચારેય શખ્સો ભેગા થઈને હાથમાં તલવારો સાથે ધસી આવ્યા હતા ઈમરાના બહેનના ઘરમાં પરિવારના તમામ સભ્યો સુતા હતા ત્યારે બંધ દરવાજા પર લાકડીઓના ફટકા મારી બધાને જારજારથી બુમો પાડવા લાગ્યા હતા ઈમરાના જાગી જતાં તે બહાર આવી હતી. આ સમયે ચારેય શખ્સોએ તેમના છોકરાને બહાર કાઢવા જણાવ્યું હતું અને તેને મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી આ સમયે લોકોના ટોળેટોળા એકત્ર થઈ જતાં આરોપીઓ ભાગી છુટયા હતા.

આ ઘટનાથી ઈમરાના બહેનનો પરિવાર ગભરાઈ ગયો હતો જાકે ઈમરાના બહેને ઘરનો દરવાજા નહી ખોલી પોલીસ કંટ્રોલને જાણ કરી હતી જેના પરિણામે પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી આ ઘટના બાદ ઈમરાના તથા તેનો પુત્ર શોએબ તથા વહુ નમ્‌રા સહિત પરિવારના સભ્યો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને આરોપીઓ (૧) સલમાન અમનખાન પઠાણ (ર) રોમાનખાન પઠાણ તથા (૩) બિલાલ હનીફભાઈ શેખ (૪) રમીઝ હનીફભાઈ શેખ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં આરોપીઓ વગદાર હોવાથી ફરિયાદી પરિવાર ખુબજ ફફડી રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.