રાજયના ૯૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
છેલ્લા ચોવીસ કલાકમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો : સાબરકાંઠાના વિજયનગર-હિંમતનગર અને પાટણના સિદ્ધપુરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ : રાજ્યના ૫૦ તાલુકાઓમાં એક ઇંચથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ
રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજયના ૯૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં સાડા ચાર ઈંચ, સાબરકાંઠાના વિજયનગર-હિંમતનગર અને પાટણના સિદ્ધપુરમાં ત્રણ ઇંચથી વધુ તેમજ રાજ્યના ૫૦ તાલુકાઓમાં એક ઇંચથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૯ જુન ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ઇડર તાલુકામાં ૭૧ મી.મી., ઉના તાલુકામાં ૭૦ મી.મી., પ્રાંતિજ તાલુકામાં ૬૪ મી.મી., વડગામ તાલુકામાં ૬૦ મી.મી., વડાલી તાલુકામાં ૫૫૫ મી.મી., ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં ૫૪ મી.મી., કપડવંજ તાલુકામાં ૫૩, દાંતા તાલુકામાં ૫૨ મીમી., અમદાવા શહેરમાં ૫૧ મી.મી., બાવળા તાલુકામાં ૫૦ મી.મી., ખેડબ્રહ્મા તાલુકામાં અને માણસા તાલુકામાં ૪૯ મી.મી. એટલે કે બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત પોશીના તાલુકામાં ૪૮ મી.મી., સતલાસણા-મેઘરજ અને લોધિકા તાલુકામાં ૪૭ મી.મી., ગીરગઢડા અને સુતરાપાડા તાલુકામાં ૪૬ મી.મી., બોરસદ તાલુકામાં ૪૫ મી.મી., કોડીનાર તાલુકામાં ૪૨ મી.મી., મોડાસા તાલુકામાં ૪૧ મી.મી., પાલનપુર-કડી અને ભિલોડા તાલુકામાં ૪૦ મી.મી., ઉંઝા તાલુકામાં ૩૯ મી.મી., દહેગામ તાલુકામાં ૩૮ મી.મી., મહેસાણા તાલુકામાં ૩૭ મી.મી., તલોદ તાલુકામાં ૩૬ મી.મી., અમીરગઢ તાલુકામાં ૩૫ મી.મી., ચોર્યાસી તાલુકા તથા સુરત શહેરમાં ૩૨ મી.મી., ચાણસ્મા-સરસ્વતી અને ખેરાલુ તાલુકામાં ૩૦ મીમી., કઠલાલ અને કડાણા તાલુકામાં ૨૮ મી.મી., ધનસુરા, ગાંધીનગર, દશક્રોઇ, શહેરા, પલસાણા, જલાલપોર અને નવસારી તાલુકામાં ૨૭ મી.મી., ફતેપુરા તાલુકામાં ૨૬ મી.મી., પાટણ, દેત્રોજ અને ધોળકા તાલુકામાં ૨૫ મી.મી., રાજુલા, વલસાડ અને વાપી તાલુકામાં ૨૪ મી.મી. વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળ્યા છે. જ્યારે અન્ય ૧૫૪ તાલુકાઓમાં ૨૩ મી.મી. થી માંડીને ૧ મી.મી. સુધી વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.