અમદાવાદમાંથી ૨૩ કિલો ગાંજા સાથે ૨ આરોપી ઝબ્બે
આરોપીઓ સુરતથી ગાંજાે વેચવા લાવતા હોવાનું તપાસમાં ખૂલ્યું
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાંથી SOG ક્રાઈમ બ્રાન્ચે ૨૩ કિલો ગાંજા સાથે ૨ આરોપીઓની ધરપકડ કરી ૩ લાખથી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો છે.. પકડાયેલા આરોપીઓ પોતાના મોજ શોખ પૂરા કરવા અને ગાંજાના બંધાણી હોવાથી સુરતથી ગાંજાે વેચવા લાવતા હોવાનું પણ સામે આવ્યું છે.
હાલમાં SOGની ટીમે સુરતના અશ્વિન વિસ્તારમાંથી લવાતો આ ગાંજાે છેલ્લા કેટલા સમયથી આવતો ? અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે અંગે તપાસ શરૂ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં ઉભેલા આ બંને આરોપી કોઈ પણ ગુનાઓમાં નથી સંડોવાયેલા પરંતુ પહેલી વખત જ પોલીસના હાથે લાગેલા આરોપી મહેબૂબ હુસેન અન્સારી અને આસિફ અબ્બાસી સુરતથી ગાંજાનો જથ્થા સાથે સીટીએમ વિસ્તારમાંથી બંનેને ઝડપી પાડ્યા.
બંનેની પ્રાથમિક તપાસ કરતા ૨૩ કિલો જેટલો ગાંજાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.આ પકડાયેલ ગાંજાની બજાર કિંમત અંદાજિત ૩ લાખ ૩૦ હજારની આસપાસ થાય છે..મહત્વનું છે કે પકડાયેલ આરોપી મહેબૂબ હુસેનના પાંચ દિવસ પછી લગ્ન હતા અને તે પહેલા જ પોલીસ ગિરફતમાં આવ્યો છે.
આ પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી મહેબુબ હુસેન અન્સારી વ્યવસાય ઇસ્ત્રી કામ કરતો હતો જ્યારે આસિફ અબાસી એક ગેરેજમાં કામ કરતો હતો..પરંતુ પોતાના મોજશોખ પૂરા કરવા અને શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ગાંજાે વેચવા લાગ્યા હતા..
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં તેઓ છૂટકથી છેલ્લા છ માસમાં સંખ્યાબંધ વખત ગાંજાે લાવીને વેચી ચૂક્યા હતા. સુરતથી લાવતા આ ગાંજાના એક સમયના જથ્થામાં ૨૦ હજાર રૂપિયા મળતા હોવાનું પણ પોલીસ તપાસમાં કબુલ્યું છે. પરંતુ આ વખતે SOG ટીમને ચોક્કસ માહિતી મળતા પોલીસે સીટીએમ નજીક બ્રિજ પાસેથી જ બંનેને ઝડપી પાડ્યા.
આ બંને લબરમુછીયો અગાઉ કોઈપણ ગુનામાં સંડોવાયેલા ન હોવાનું પોલીસનું કહેવું છે. પરંતુ નાર્કોટિક્સના વ્યવસાય સાથે છેલ્લા છ એક માસથી સુરતથી રાજા નામના શખ્સ પાસેથી જથ્થાબંધ ગાંજાે લાવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવી છે.
હાલ તો પોલીસે પકડેલા આ બંને આરોપીઓ માત્ર મોજશોખ માટે ગાંજાે વેચતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગેંગ નો લીડર કોણ છે તે તપાસ પોલીસે શરૂ કરી છે. એટલું જ નહીં સુરતના અશ્વિની વિસ્તારમાં રહેતો રાજા નામનો શખ્સ આ બંનેને ગાંજાે આપતો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે..