ગળતેશ્વર તાલુકા કક્ષાનું વિજ્ઞાન – ગણિત અને પર્યાવરણ પ્રદશનનું આયોજન
(પ્રતિનિધિ)સેવાલીયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ગામ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન – ગણિત અને પર્યાવરણ પ્રદશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો દ્વારા ૪૦ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં આવેલ મહેમાનો માં નયનાબેન પટેલ જિલ્લા પ્રમુખ, યોગેન્દ્રસિંહ પરમાર MLA, એફ યું. ચૌહાણ શિક્ષણ સમિતિ ચેરમેન ખેડા, સોહિનીબેન મામલતદાર ગળતેશ્વર, બળવંતભાઈ પરમાર ચેરમેન, જયંતીભાઈ પરમાર તાલુકા પંચાયત સદસ્ય વિગેરે મહાનુભાવો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન સંદીપભાઈ કો ઓર્ડનેટર ગળતેશ્વર કરવામાં આવ્યું હતું. તથા આભાર વિધિ મિહીરસિંહ પરમાર આચાર્ય સેવાલિયા ગામ દ્વારા કરવામાં આવી હતી.