આ લોકોએ જામફળથી દૂર જ રહેવું જાેઈએ
શિયાળામાં જામફળ ખાવા એ સ્વાસ્થ્ય માટે સારા ગણવામાં આવે છે. ખાસ કરીને પેટની પાચનશક્તિ વધારવા પણ જામફળ ખાવાની સલાહ અપાય છે. તેના સેવનથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. જાેકે કેટલાક એવા લોકો પણ છે, જેમણે જામફળ ભુલથી પણ ન ખાવા જાેઈએ.
આમ કરવાથી તે બીમાર પડી શકે છે તો જાણો કયા લોકોએ શિયાળામાં જામફળ ખાવાનું ટાળવું જાેઈએ. આ બીમારીઓના દર્દીઓએ જામફળ ન ખાવા જાેઈએ : ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ જામફળ ખાવાનું ટાળવું જાેઈએ તેનું કારણ એ છે કે જામફળની તાસીર ઠંડી હોય છે, જેથી ગર્ભવતી અને નવજાતની તબિયત બગડી શકે છે. શિયાળામાં શરદીથી પીડિત લોકોએ પણ જામફળ ખાવાનું ટાળવુંજાેઈએ.
એકિઝમાની બીમારીથી પીડિત લોકોએ પણ જામફળ ખાવાથી બચવું જાેઈએ. આમ કરવાથી તેમને સ્કીનમાં બળતરાનો સામનો કરવો પડે છે. એવા લોકોએ જામફળના પાંદડાનો ઉપયોગ ભુલથી પણ ન કરવો જાેઈએ, તેનાથી ત્વચાની બીમારી થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ સેવનથી બચે : ડાયાબિટીસના દર્દીઓ જામફળ ખાઈ તો શકે છે, પરંતુ તેનું સેવન ઓછામાં ઓછું કરવું જાેઈએ. તેનું કારણ એ છે કે જામફળમાં શુગર હય છે, જે તમારા ડાયાબિટીસનું લેવલ વધારી શકે છે.
એવા લોકો, જેમને જલદી કોઈ બીમાીરનું ઓપરેશન થવાનું છે તેમણે સર્જરીના બે અઠવાડિયા પહેલા જામફળનું સેવન બંધ કરી દેવું જાેઈએ. આમ કરવાથી બોડીના બ્લડ સકર્યુલેશનમાં અડચણ આવી શકે છે, જેથી શ્વાસ લેવાની સમસ્યા અને હાર્ટએટેકનો ખતરો વધી જાય છે. ગેસ્ટ્રોવાળા દર્દીઓ માટે નુકસાનકારક ઃ પેટમાં ગેસ બનવાની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે પણ જામફળનું સેવન કરવું સારું ગણવામાં આવતું નથી, તેનાથી તેમને ગેસ્ટ્રોની સમસ્યા વધી જાય છે જાે જામફળ ખાધા પછી તમને પેટમાં ચૂંક અનુભવાય અથવા ઉલટીનું મન થાય તો તમે જામફળ ખાવાનું ટાળો.