Western Times News

Gujarati News

દરિયાઈ સૃષ્ટિ અને માછલીઓની વિશિષ્ટતા અચરજ પમાડે છે !

આપણાં સરોવરો, સમુદ્ર અને નદીઓના ઉંડાણમાં ડૂબકીઓ લગાવીએ તો તમને સદીઓથી પાણીમાં રહેલું અન્ય વિશ્વ જાેવા મળશે. નાની એક કોષની પ્લેન્કટનથી માંડી વિશાળ બ્લૂ વ્હેલ સુધી આ જીવો વિવિધ આકાર અને કદમાં હોય છે. સમુદ્રમાં વસવાટ કરતાં જીવોનું સ્વાસ્થ્ય મોટા ભાગે માનવીની આંતરક્રિયા ઉપર આધાર રાખે છે.
આપણા ૧૯ હજાર માઈલ વિખ્યાત સમુદ્રકાંઠાના વસાહતીઓ માટે પણ તે ઉત્સુકતાસભર છે. જાેકે સમુદ્ધિ જીવન અદભુત અને જીવલેણ પણ નીવડી શકે છે. અસલી સમુદ્રી દાનવોથી લઈને હાનિરહિત માછલીઓની વસાહતોમાં ડોકિયું કરીએ.

સમુદ્રી બ્રહ્માંડમાં માછલીઓ નવજાતમાંથી વિરાટ પુખ્તમાં વિકસે છે જયાં આ જીવો સાથે જહાજનો ભંગાર પણ સહઅસ્તિત્વ ધરાવે છે, જયાં આ ખાડીઓ દરિયાકાંઠાની રેખાને ચિહ્યિત કરે છે. આ જીવો ઉંડાણના દાનવો તરીકે ઓળખાય છે. આ ચાલાક શિકારીઓ વ્યક્તિનો શિકાર પણ કરી શકે છે. મોજીલી વાસ્તવિકતાઓ : બ્રિટનના સમુદ્રકાંઠે પકડાયેલી સૌથી વિશાળ કોન્જર ૭ ફીટ લાંબી હતી અને તેનું વજન અતુલનીય ૧૩૦ પાઉન્ડ હતું છેને અદભુત વાત? ઈસાન દરિયાકાંઠો કાફટ જીવોનું ઘર છે તેઓ શિકારીઓથી બચવા માટે માટીમાં છુપાઈ જાય છે.

આ ભ્રમણા અને અજાયબી સમુદ્રી દાનવો અને જહાજના ભંગારની ધરતી છે. સમુદ્રી સપાટીના વસાહતીઓ જાેકે મોટે ભાગે હવામાનના બદલવાીન અસરોથી અલિપ્ત છે. અહીનું તાપમાન છીછરા સમુદ્રની જેમ ખરેખર ઝાઝું બદલાતું નથી. પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ ઝીંગા પડછાયાને અગ્રતા આપે છે અને કીડાઓ અને અન્ય નાના ક્રેસ્ટેશિયન્સ (ક્રેબ) જેવું ખાવાનું શોધવા જ સપાટી પર આવે છે. ઝીંગા ફકત બેથી ત્રણ વર્ષ જીવે છે. તેઓ છથી આઠ મહિનાના હોય ત્યારે દરિયાકાંઠાથી થોડું દુર પાણીમાં રહેછે. ઝીંગા ત્રણ અજાેડ જીવનચક્ર હેઠળ પસાર થાય છે.

ત્રણ વર્ગીકરણમાં નદી, સમુદ્રી અને મિશ્ચિતનો સમાવેશ થાય છે. સમુદ્રી પાણીમાં નદી મુખનું જીવનચક્ર ખતમ થાય છે. આ જીવનચક્ર થકી પસાર થતી એક પેટાજાતિ ચીકણી પીઠવાળા ઝીંગા છે. સમુદ્રી જીવનચક્રમાં શાહી લાલ ઝીંગાનો સમાવેશ થાય છે જે મહાસાગરના વાતાવરણમાં મળી આવે છે. મિશ્ચિત જીવનચક્ર અજાેડ હોય છે, કારણ કે યુવા ઝીંગા તેનું જ પાલન કરે છે. બચ્ચુ પુખ્તાવસ્થામાં પહોંચે ત્યાં સુધી આ ચક્ર ચાલુ રહે છે મિશ્ચિત જીવનચક્ર બેથી ત્રણ સપ્તાહ થાય છે.

આ સમુદ્રકાંઠાની રેખામાં અનેક જહાજનો ભંગાર કલ્પનાશીલ શિકારીઓનો છે. લિંગ્સને શોધવાનું બહુ મુશ્કેલ છે અને તેમને પકડવાનું વધુ મુશ્કેલ છે. તે જીવલેણ દાનવ જેવા દેખાય છે. જેનો દેખાવ લગભગ સાપ જેવો હોય છે. તે દેખાવમાં કોડ અને કોન્જર ઈલ વચ્ચે સામ્યતા ધરાવે છે, જેનું શરીર લાંબુ અને શક્તિશાળી હોય છે અને દાંત અત્યંત ધારદાર અને ઝેરી હોય છે.

અધ્યયનમાં એવું જાેવા મળ્યું છે કે અન્ય જીવોથી વિપરીત લોબસ્ટર ઉમરસંબંધી પુનરુત્પાદકતા નિષ્ફળતા, ઉપાપચય ધીમું પડવુંઅથવા શક્તિ ગુમાવવા જેવી સમસ્યા ધરાવતા નથી. એકંદરે લોબસ્ટરને આ સમસ્યાઓ વિચલિત કરતી નથી તેથી તે મરી નહી શકે. વર્ષના કોઈપણ સમયે હીલ સમુદ્રકાંઠાના પાણીમાં રમતા અને તરતાં જાેઈ શકાય છે. માદા પાનખરમાં જન્મ આપવા માટે સમુદ્રકાંઠે આવે છે અને નર શિયાળામાં અને વહેલી વસંતઋતુમાં સમુદ્રકાંઠે આવે છે તેઓ ઓગસ્ટથી નવેમ્બર સુધી અણખો જેલા બીચ પર રુવાંટીદાર સફેદ પપ્સ સાથે દેખાઈ શકે છે, વેસ્ટ વેલ્સના સમુદ્રકાંઠામાં આશેર પ૦૦૦ એટલાન્ટિક ગ્રે સીલ્સ છે.

આ પાણીમાં સમુદ્રી વ્યાવસાયિક માછીમારી રોકવા અને ટ્રોલ નેટસથી સ્કેટનું રક્ષણ કરવા માટે સુરક્ષિત વિસ્તાર સ્થાપવામાં આવ્યો છે. જાેકે હવામાનમાં બદલાવને લીધે તેમની દુનિયા બદલાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.