કુટુંબની મિલકતમાં એક સભ્ય દાવો જતો કરે તો સ્ટેમ્પ ડયુટી ન લાગેઃ હાઈકોર્ટ
બહેને ભાઈની તરફેણમાં દાવો જતો કર્યો, રજીસ્ટ્રારે અમાન્ય ઠેરવતા અરજી
(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. કે, પરીવારના સભ્યોની તરફેણમાં કોઈ વ્યકિત મિલકતમાંથી તેનો હક છોડી દે છે. તે મિલકતના વહેવારો પર મહેસુલ વિભાગના સત્તાધીશો સ્ટેમ્પ ડયુટીને વસુલ કરી શકે નહી. આઅ કેસમાં મિલકતમાંથી પોતાનો હક જતો કરનાર પાસેથી મહેસુલ સત્તાવાળાઓએ રૂ.રર.૪ર લાખની ચુકવણી કરવા માટે કરેલા બે અલગ અલગ હુકમને હાઈકોર્ટે રદ કર્યા છે.
કેસની વિગત જાેઈએ તો, વર્ષ ર૦૦૦માં મુકેશ પટેલ નામના વ્યકિતને ઝુંડાલમાં પ૧ હેકટરની જમીન ખરીદેલીી અને તેને બિનખેતી પ્રકારની જમીનમાં પરીવર્તીત કરેલી. આ પછી તેણે વંશાવલી ચાર્ટ તૈયાર કર્યો અને તેમાં બદલાવ કરેલો. વર્ષ ર૦૧પમાં રેવન્યુ રેકોર્ડમાં તેની પત્ની રંજના પુત્રી શ્રેયા અને પુત્ર શાલીનતા નામ હતા. એક વર્ષ બાદ, બહેન શ્રેયાએ રૂ.૧૦૦ના સ્ટેમ્પ પેપર પર તેના ભાઈની તરફેણમાં તેનો હક જતો કરેલો.
આ વહેવારને રજીસ્ટ્રારે માન્ય રાખ્યો ન હતો. અને હક જતો કરવાની ડીડને જપ્ત કરાઈ હતી. આ પછી ડેપ્યુટી કલેકટરને શો-કોઝ નોટીસ ઈસ્યુ કરીને ગુજરાત સ્ટેમ્પ એકટ અંતર્ગત જમીનની બજાર કિંમત મુજબ રૂ.રર.૪ર લાખની સ્ટેમ્પ ડયુટી ભરવા હુકમ કરેલો. આ પછી પરીવારે રપ ટકા રકમ ચુકવેલી અને ડિમાન્ડ ઓર્ડર સામે અપીલ કરેલી, જાે તે ફગાવાયેલી આ પછી અરજદારે હાઈકોર્ટમાં અરજી કરીને રજુઆત કરેલી કે રાજય સરકારનો પરીપત્ર છે કે, વડીલોપાર્જીત મિલકતોને રૂ.૩૦૦ના સ્ટેમ્પ પેપર ટ્રાન્સફર કરીને પરીવારના સભ્ય તેનો હક છોડી શકે છે.
અને મીલકતની બજાર કિમત પર ૪.૯ ટકા સ્ટેમ્પ ડયુટી લાગશે નહી. જાે કે તો પણ આ કેસમાં મુળ ખરીદનાર જીવતા હોવા છતાં સરકારે ટ્રાન્સફર દસ્તાવેજને પૈતૃક મિલકત ન માનીને તેને જપ્ત કરેલી અઅને સ્ટેમ્પ ડયુટી ભરવા હુકમ કરેલો. સરકારે આ રજુઆતની વિરોધ કરતા રજુઆત કરેલી કે, એઅક વાર સહ-માલીક બહેને તેના ભાઈની તરફેણમાં મિલકતમાંથી તેનો હક છોડી દીધેલો છે. આ વહેવારને વેચાણ માનવામાં આવે છે.