માલપુરમાં ખેડૂતે હાથમાં પકડેલી થેલી કાપી રૂા.૧ લાખની ચોરી
બાયડ, માલપુરની બેક આગળ રોકડ રકમ ઉપાડી કપડાની થેલી સાથે પસાર થતા કાનેરા ગામના ખેડૂતની થેલી કાપી રૂ. ૧ લાખની રોકડ રકમ ચોરાઈ જવાની ઘટનાએ સનસનાટી મચાવી છે. બેંકમાંથી રોકડ ઉપાડી ખેડૂત થેલી પકડી પસાર થતા હતા તે સમયે કોઈએ થેલીને કાપા મારી રકમ તફડાવી લીધી છે. બેક નજીકના સી.સી.ટીવી. કેમેરામાં ખેડૂતની પાછળપીછો કરતા ટાબરીયા સાથે અન્ય એક ઈસમની શંકાસ્પદ હિલચાલ જાેવા મળી છે.
બનાવ અંગે માલપુર પોલીસે તસ્કરીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. બેંકમાંથી રોકડ રકમ ઉપાડતા ગ્રાહકોને નિશાન બનાવતી ચોકકસ ટોળકી સક્રીય થઈ છે. બેક આસપાસ શંકાસ્પદ ઈસમોની હીલચાલ છતાં પોલીસ રોકડ રકમની તસ્કરીના બનાવ રોકવામાં નિષ્ફળ રહી છે. માલપુર તાલુકાના કાનેરા ગામમાં ખેડૂત ઉમેશ નાથુભાઈ ડામોર તા.૧રના રોજ બપોરે માલપુરની બેક ઓફ બરોડા શાખામાં રોકડ રકમ ઉપાડવા માટે આવ્યા હતા.
જયાં રૂ.૧ લાખની રકમ ઉપાડી કપડાની થેલીમાં મુકી બેંકમાંથી બહાર નીકળ્યા હતા જે સમયે કોઈ તસ્કરે તેમના હાથમાંની થેલીમાં કાપો મુકી રૂ.૧ લાખની રોકડ તફડાવી લીધી હતી. બેકથી થોડેક દુર ગયા પછી ખેડૂતને રકમ ચોરાયાની જાણ થતાં અવાચક થઈ ગયા હતા. બેંક આસપાસ રાહદારીઓઅ તેમજ વાહનોની અવરજવરના કારણે તસ્કરને અંજામ આપવામાં સફળતા મળી હતી.
રોકડ રકમ ચોરાયા પછી બેકના આસપાસ લગાવવામાં આવેલા સી.સી. ટીવી જાેતાં ટાબરીયા સાથે અન્ય કોઈ ઈસમ ખેડૂતનો પીછો કરતો જાેઈ આવ્યો છે. બનાવ અંગે માલપુર પોલીસે ખેડૂતની ફરીયાદના આધારે ગુનો નોધી ઘટના સ્થળ તેમજ બેકના સી.સી.ટીવી.જ મેળવી તપાસ શરૂ કરી છે.