Western Times News

Gujarati News

રસ્તા પર ઢોરને રોટલી-ઘાસ આપનાર વિરુદ્ધ થશે કાર્યવાહી

પ્રતિકાત્મક

સુરત,  ઘણાં લોકો વહેલી સવારે રસ્તા પર પ્રાણીઓને અને ખાસ કરીને ઢોરને ઘારચારો અથવા રોટલી ખવડાવવા નીકળતા હોય છે. પરંતુ જાે તમે સુરતના રહેવાસી છો તો હવે પછીથી આ પુણ્યનું કામ ગૌશાળા અથવા પાંજરાપોળમાં જઈને જ કરજાે. જાે તમે રસ્તા પર રઝળતા પશુધનને ભોજન આપવાનો પ્રયત્ન કરશો તો આ નેક કામના બદલામાં તમને જેલની સજા મળી શકે છે.

સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા એક જાહેર આદેશ ઈશ્યુ કરવામાં આવ્યો છે. આદેશ અનુસાર, કોઈ પણ વ્યક્તિ જાહેર રસ્તા પર અથવા ફૂટપાથ પર ઘાસચારો વેચતા અથવા તો ઢોરને ખવડાવતા જાેવા મળશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રસ્તા પર રઝળતા ઢોરને કારણે જે અકસ્માતના બનાવો બને છે તેને રોકવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે.

આ આદેશનું ઉલ્લંઘન કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સત્તા આસિસ્ટન્સ સબ ઈન્સપેક્ટર સહિતના પોલીસ અધિકારીઓને આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખાસ કરીને જે વિસ્તારમાં મંદિરો હોય ત્યાં મોટાભાગના લોકો રસ્તા પર ઢોરને રોટલી અથવા ઘાસ ખવડાવતા હોય છે. ઉત્તરાયણ અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં ખાસ કરીને આ જાેવા મળતું હોય છે. તાજેતરમાં જ રાજ્યમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યા છે જ્યાં રસ્તા પર રઝળતા પ્રાણીઓને કારણે ગંભીર અકસ્માત થયા છે.

નોટિફિકેશનમાં પોલીસે આદેશ આપ્યો છે કે, ૬૦ દિવસમાં ઢોરને ઈલેક્ટ્રોનિક ચિપ્સથી જીસ્ઝ્રનો ટેગ લગાવી દેવામાં આવે. આ ટેગની મદદથી ઢોરના માલિકની ઓળખ કરવી સરળ બની જશે. જાે જાહેરમાં કોઈ પ્રાણી રઝળતું જાેવા મળશે તો તેના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, પોલીસ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદ કરી રહી છે. પોલીસ અને મ્યુનિસિપાલિટી મળીને સુનિશ્ચિત કરશે કે આ આદેશનું પાલન કરવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.