Western Times News

Gujarati News

કેન્દ્ર સરકાર શા માટે ચીનથી આયાતને મંજૂરી આપી રહી છે?

મોદી સરકાર પાડોશી દેશ પાસેથી આયાતની મંજૂરી આપીને બેઇજિંગને પુરસ્કાર આપી રહી છેઃ કેજરીવાલ

નવી દિલ્હી, અરવિંદ કેજરીવાલે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કેન્દ્રને દેશના સૈનિકો માટે ‘થોડી હિંમત અને સન્માન’ બતાવવા કહ્યું હતું.

પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકને સંબોધતા કેજરીવાલે કહ્યું કે સરહદ પર ચીનની આક્રમકતા વધી રહી છે, જ્યારે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર કહે છે કે બધું બરાબર છે. આ દરમિયાન તેમણે લોકોને ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સરહદ પર ચીનની આક્રમકતા વધી રહી છે. તેમણે કહ્યું કે ચીન છેલ્લા કેટલાક સમયથી આપણને ધમકીઓ આપી રહ્યું છે. આપણા સૈનિકો ચીન સાથે બહાદુરીથી લડી રહ્યા છે અને ગયા વર્ષે ગલવાનમાં કેટલાક સૈનિકોએ બલિદાન પણ આપ્યું હતું. આ સાથે તેમણે ચીન સાથેના વેપાર પર પ્રતિબંધ પર પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો.

સીએમ કેજરીવાલે આરોપ લગાવ્યો કે ચીનને ‘શિક્ષા’ કરવાને બદલે મોદી સરકાર પાડોશી દેશ પાસેથી મોટા પ્રમાણમાં આયાતની મંજૂરી આપીને બેઇજિંગને ‘પુરસ્કાર’ આપી રહી છે. જ્યારે ભારતીય સૈનિકો મજબૂત રીતે ચીની સૈનિકો સામે લડે છે અને પોતાનો જીવ પણ આપી દે છે. આવી સ્થિતિમાં આપણે ચીનથી આયાત વધારી રહ્યા છીએ.

સીએમએ કહ્યું કે ગત નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ચીનમાંથી ૬૫ અબજ ડોલરની આયાત કરવામાં આવી હતી, જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતે ચીનમાંથી ૯૫ અબજ ડોલરના માલની આયાત કરી હતી. આવી સ્થિતિમાં તેમણે કહ્યું, જે દિવસે આપણે આયાત કરવાનું બંધ કરી દઈએ ત્યારે ચીન બોધપાઠ લેશે.

અરવિંદ કેજરીવાલે વધતી મોંઘવારી અને બેરોજગારી માટે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે જનતાને રાહત આપવાનો તેનો કોઈ ઈરાદો નથી. તેમણે દાવો કર્યો કે, કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર હેઠળ લોકો વધતી મોંઘવારી, બેરોજગારીથી કંટાળી ગયા છે. દિલ્હીની છછઁ સરકારે બતાવ્યું છે કે, મોંઘવારી પર કાબૂ મેળવી શકાય છે અને નોકરીઓનું સર્જન પણ કરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.