Western Times News

Gujarati News

અમેરિકામાં બરફ વર્ષાને લીધે ૨૩૦૦થી વધારે ફ્લાઈટ રદ

વોશિંગ્ટન, અમેરિકામાં હવામાનના કારણે હાહાકાર મચી ગયો છે. કેટલાય રાજ્યોમાં તાપમાન માઈનસ ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે છે. ત્યાં સતત થઈ રહેલી બરફવર્ષા પણ લોકો પર આફત બનીને તૂટી છે. આ દરમિયાન સિઝનમાં પહેલીવાર અને ક્રિસમસની રજાઓ પહેલા ભારે બરફવર્ષા અને થીજાવી દેનારા તાપમાનના કારણે ૨૩૦૦થી વધારે ફ્લાઈટને રદ કરવી પડી છે.

સતત થઈ રહેલી હિમવર્ષા, વરસાદ અને શીત લહેરોના કારણે સમગ્ર અમેરિકાની હવાઈ મુસાફરી સિવાય રોડ અને રેલવે પરિવહનને પણ ખરાબ રીતે નુકસાન થયુ છે.
દેશની તમામ હવાઈ પરિવહન કંપનીઓ ગત સાંજે ૭ વાગ્યા સુધી ૨૨૭૦થી વધારે અમેરિકી ફ્લાઈટ રદ કરી દેવાઈ અને આ સાથે આજે શુક્રવાર માટે લગભગ ૧૦૦૦ ફ્લાઈટને રદ કરી દેવાઈ. શનિવાર માટે ૮૫ ફ્લાઈટ પણ અત્યારથી રદ કરી દેવાઈ છે.

રિપોર્ટ અનુસાર ગુરુવારે સાંજે ૬ વાગ્યા સુધીમાં આ સિઝનમાં લગભગ ૭૫૦૦થી વધુ ફ્લાઈટ્‌સ પર અસર પડી છે. શિકાગો અને ડેનવરમાં સૌથી વધારે પરિસ્થિતિ વધારે ખરાબ છે, જ્યાં લગભગ એક ચર્તુથાંશથી વધારે ફ્લાઈટનું ટેક ઓફ અને લેન્ડિંગ કેન્સલ કરવામાં આવી જઈ ચૂક્યુ છે. શિકાગોના ઈન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તારમાં સાંજે ૫ વાગે એરપોર્ટ પર ઝીરો વિઝિબિલિટી અને તાપમાન ૧૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની એક નોટિસ અનુસાર ગુરૂવારે શિકાગોના ઓ હારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સરેરાશ ૧૫૯ મિનિટ લેટ ફ્લાઈટ હતી.

દેશના અમુક વિસ્તારમાં આ સફેદ આફતનો કહેર વર્તાયો છે. દેશની એવિએશન ઓથોરિટીએ આ દરમિયાન બોમ્બ સાયક્લોનનો કહેર વર્તાયા બાદ વેસ્ટ વર્જીનિયાથી લઈને મિનેસોટા સુધી એક ડઝનથી વધારે શહેરોને સૂચિબદ્ધ કર્યા છે જ્યાં હવાઈ પરિવહન સૌથી વધારે પ્રભાવિત થયુ છે. તંત્રએ જ્યાં સુધી ખૂબ જરૂરી કામ ના હોય ત્યાં સુધી લોકોને ઘરમાં રહેવા અને શહેરની બહાર ટ્રાવેલ કરવાનું ટાળવાનું કહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.