Western Times News

Gujarati News

કેન વિલિયમસનને બે કરોડમાં ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો

કોચી, આઈપીએલ ૨૦૨૩ માટે હરાજી શરૂ થઈ છે. કોચીમાં આયોજિત આ હરાજીમાં જાણીતા સ્ટાર ખેલાડીઓના ભાવિનો ર્નિણય કરવામાં આવી રહ્યો છે. આ ઓક્શનમાં પહેલા કેન વિલિયમસન માટે બોલી લગાવવામાં આવી છે. માત્ર ગુજરાત ટાઇટન્સે વિલિયમ્સ માટે બોલી લગાવી હતી. વિલિયમસનને ગુજરાતે તેની બેઝ પ્રાઈઝ ૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલ, રશીદ ખાન અને ડેવિડ મિલરને પણ જાળવી રાખ્યા જેમણે તેમની પ્રથમ સિઝનમાં ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. ઑક્શનમાં ૪૦૫ ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે, જેમાંથી ૨૭૩ ખેલાડીઓ ભારતીય છે, જ્યારે ૧૩૨ ખેલાડીઓ વિદેશી છે. તમામ ટીમો પ્લેયર્સ ખરીદ્યવા માટે ઘણો ખર્ચ કરશે અને ફ્રેન્ચાઇઝી બોલી લગાવશે. આ ૧૩૨ ખેલાડીઓમાંથી ૪ ખેલાડીઓ એસોસિયેટ દેશના છે. આ ખેલાડીઓમાં ૧૧૯ કેપ્ડ ખેલાડીઓ છે. જ્યારે અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા ૨૮૨ છે.

કેન વિલિયમસન, હેરી બ્રુક, મયંક અગ્રવાલ, રિલે રોસો, અજિંક્ય રહાણે અને જાે રૂટ પ્રથમ સેટમાં છે. હરાજી કેન વિલિયમસનના નામથી શરૂ થઈ હતી.
ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓઃ હાર્દિક પંડ્યા , શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુધરસન, રાહુલ તેવટિયા, વિજય શંકર, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શન નલકાંડે, જયંત યાજક , આર સાઈ કિશોર અને નૂર અહમદ, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, મોહમ્મદ શમી, અલઝારી જાેસેફ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.