Western Times News

Gujarati News

રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રા દિલ્હીમાં પ્રવેશ કરશે

નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જાેડો યાત્રા આજે હરિયાણાના ખેરલી લાલાથી શરૂ થઈ. શેડ્યુલ અનુસાર પદયાત્રા સવારે ૧૦ વાગે પાખલ ગામમાં વિરામ લેશે. જે બાદ યાત્રા બપોરે ૩ વાગે પાલી ચોકથી શરૂ થઈને સાંજે ૬ વાગે ગોપાલ ગાર્ડન બડખલ મોડડ પહોંચશે, સભાનું આયોજન થશે. જે બાદ યાત્રા ફરીદાબાદમાં વિરામ કરશે.

ભારત જાેડો યાત્રા શનિવારે સવારે ૬ વાગે બદરપુર સરહદથી દિલ્હીમાં એન્ટ્રી કરશે. યાત્રા મથુરા રોડથી થતા આશ્રમ તરફ વધશે. જે બાદ જાકિર હુસૈન માર્ગ, ઈન્ડિયા ગેટ, તિલક માર્ગ, આઈટીઓથી થઈને લાલ કિલ્લા સુધી જશે. દિલ્હી કોંગ્રેસના નેતાઓ અનુસાર યાત્રા લાલ કિલ્લાથી નેતાજી સુભાષ માર્ગ થતા રાજઘાટ સુધી જશે. દિલ્હી પોલીસે કહ્યુ કે યાત્રાનો રૂટ નક્કી થયા બાદ આ મુદ્દે ટ્રાફિક એડવાઈઝરી જારી કરવામાં આવશે. રાહુલ ગાંધીના નેતૃત્વ વાળી યાત્રા પોતાના ૧૦૮માં દિવસે શનિવારે સવારે ૬ વાગે દિલ્હી પહોંચશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યુ કે એકવખત રૂટ નક્કી થઈ ગયા બાદ એડવાઈઝરી જારી કરવામાં આવશે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પરવેઝ આલમે પ્રસ્તાવિત રૂટને મુદ્દે કહ્યુ કે અમારી તૈયારી પૂરી છે. જાેકે પોલીસે અમને કંઈ જણાવ્યુ નથી. જે સાથે જ કોંગ્રેસે દિલ્હીમાં પોતાના પ્રસ્તાવિત રૂટ પર બેનર-પોસ્ટર લગાવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રાને ધ્યાનમાં રાખતા ગુરુગ્રામ જિલ્લા તંત્રએ શુક્રવારે ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ ડેપ્યુટી કમિશનર નિશાંત કુમાર યાદવે આપીસીની ૧૪૪ હેઠળ પહેલા જ આદેશ જારી કર્યો હતો.

ભારત જાેડો યાત્રાને લઈને ફરીદાબાદ પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યુ છેકે વલ્લભગઢથી ધૌજ થતા સોહના જતો રૂટ સવારે ૪ વાગ્યાથી બપોર સુધી સંપૂર્ણ રીતે બંધ રહેશે. સાંજે ૪ વાગ્યાથી બડખલ ચોક, પ્રાચીન ચોક અને નીલમ અજરૌંદા ચોકથી એનઆઈટી તરફ આવતા તમામ વાહનો પર પૂર્ણ પ્રતિબંધ રહેશે. સાથે જ દિલ્હી-મથુરા રોડ, નીલમ ફ્લાયઓવરથી દિલ્હી તરફ જતી સર્વિસ રોડ અને એનએચ-૨ તમામ પ્રકારના ટ્રાફિક માટે સંપૂર્ણરીતે બંધ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.