Western Times News

Gujarati News

૪૬ જેટલી પ્રાકૃતિક દુર્ઘટનાઓમાં પ્રમુખસ્વામી મહારાજે રાહતની વણથંભી વણઝાર સર્જી 

ગુજરાતના અંતરિયાળ ગામડાઓથી લઈને મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને તામિલનાડુથી સુધી, અંદમાન-નિકોબારના ટાપુઓથી લઈને  નેપાળ, આફ્રિકા, અમેરિકા કે જાપાનની દુર્ઘટનાઓમાં પણ સેવાઓનો પ્રવાહ પ્રમુખસ્વામી મહારાજે વહાવ્યો

દોઢ કરોડથી વધુ અસરગ્રસ્તોને ધર્મ-જાતિ-પ્રાંત-દેશના ભેદભાવ વિના રાહત આપી

અનેક પ્રાકૃતિક આપત્તિઓમાં નિ:સ્વાર્થ સેવા દ્વારા લાખો લોકોને નવજીવન આપનાર પરમ હિતકારી કરુણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપતાં મહાનુભાવો

૧૯૭૯-મોરબી રેલ હોનારત, ૧૯૮૭-ગુજરાત દુષ્કાળ, ૧૯૯૩-લાતૂર ભૂકંપ-મહારાષ્ટ્ર, ૨૦૦૧- ભૂકંપ, ભુજ-કચ્છ, ૨૦૦૪-સુનામી-દક્ષિણ ભારત, ૨૦૦૬-રેલ હોનારત-સુરત, ૨૦૧૩-વાવાઝોડું, ઓક્લાહોમા, અમેરિકા, ૨૦૧૩-રેલ હોનારત, ઉત્તરાખંડ, જેવી અનેક આપત્તિઓમાં સહાય આપી

કોરોનાકાળમાં તેમજ યુક્રેન-રશિયા યુદ્ધમાં ફસાયેલા ભારતીયો અને અન્ય લોકોની સેવામાં મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી રાહતસેવાની ભાગીરથી વહી

·       “પ્રમુખસ્વામી મહારાજે નિઃસ્વાર્થ ભાવે સાચા દિલથી સેવા કરી છે”………મહંતસ્વામી મહારાજ

પ્રમુખસ્વામી મહારાજના રાહતકાર્યોની એક અલ્પ ઝલક:

૧૯૮૭ દુષ્કાળ :
·        ૮ મહિનાથી ૧ વર્ષ સુધી કેટલકેમ્પ ચલાવ્યા

·        ૧૦,૦૦૦ પશુઓને સાચવ્યા હતા

·        માર્ચ ૧૯૮૮ થી મે ૧૯૮૮ એટલે કે ૩ મહિનામાં –
o   છાશ વિતરણ – ૧૯૫ કેન્દ્રોમાં ૧,૨૭,૫૭,૦૦૦ લોકોએ લાભ લીધો

o   અનાજ વિતરણ – ૧૩ જિલ્લાઓમાં ૨,૨૩,૮૦૦ કિલો અનાજનું વિચરણ

o   ઘાસ વિતરણ – ૩,૧૨,૯૫, ૦૦૦ કિલો

o   સુખડી વિતરણ – ૧૮,૦૦૦ કિલો

o   શિક્ષણ સહાય – પુસ્તક વિતરણ અને ગોંડલ ગુરુકુળ ફી માફ

૨૦૦૧ ભુજ ભૂકંપ  :
·        કુલ ૧૮ લાખ લોકોને ભોજન, ૪૫ દિવસ સુધી રોજ ૪૦,૦૦૦ લોકોને ભોજન

·        કુલ ૪,૧૯૦ ભૂકંપગ્રસ્ત ઘરો સહિત ૧૫ દત્તક ગામોનું નિર્માણ અને પુનર્વસન

·        કુલ ૧૫,૦૦૦ વિદ્યાર્થીઓના લાભાર્થે ૪૯ ભૂકંપગ્રસ્ત શાળાઓનું નિર્માણ

·        કુલ ૯૧,૦૦૦ દર્દીઓની વિના મૂલ્યે વિતરણ સેવા

·        કુલ ૪૦૯ ગામોમાં રાહત-સમગ્રીનું વિતરણ અને ૨,૫૦૦ લોકોને રોજગાર
પ્રમુખસ્વામી મહારાજ પ્રેરિત રાહતસેવાઓના કાર્યને આગળ ધપાવતાં મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS દ્વારા

કોરોના સમયમાં અભૂતપૂર્વ રીતે હાથ ધરવામાં આવ્યું હતું.

·        કોરોના વોરિયર્સ માટે ૧,૮૦,૦૦૦ થી વધારે પી. પી. ઇ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

·        ૨,૦૦,૦૦૦ થી વધુ ગ્રામીણ-પછાત દર્દીઓની મોબાઈલ દવાખાના દ્વારા સારવાર

·        ૨૫૦ થી વધુ હોસ્પિટલોને દેશ-વિદેશમાં વિવિધ સ્તરે સહયોગ આપવામાં આવ્યો.

·        ૧,૦૦૦ થી વધુ હોસ્પિટલ બેડ્સનું દાન કરવામાં આવ્યું.

·        ૫,૦૦૦ લિટરથી વધુ સેનીટાઈઝરનું દાન કરવામાં આવ્યું.

·        તનની સાથે મન અને આત્માની તંદુરસ્તી માટે ૩૦,૦૦,૦૦૦ થી વધુ લોકોએ ઓનલાઈન સત્સંગનો લાભ મળ્યો.

·        ૨,૫૬,૦૦૦ થી વધુ લોકોને ફોન કોલ્સ દ્વારા હૂંફ અને માર્ગદર્શન અપાયાં.

·        ૧૧,૦૦૦ થી વધુ સ્વયંસેવકોએ વિવિધ સ્તરે સેવાઓ આપી.

·        ૧૩૨ મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનની સાથે ક્રાયોજેનિક્ ટેન્કસ

·        ૭૮ લાખ લિટર કરતાં વધુ ઑક્સીજનયુક્ત સિલિન્ડર્સનું વિતરણ

·        ૧૩૦૦ કરતાં વધુ ઑક્સીજન કોન્સનટ્રેટર્સનું અનેક સ્થળોએ વિતરણ

‘સેવા દિન’ ની વિશિષ્ટ સભાનો આરંભ BAPS ના સંગીતવૃંદ દ્વારા ૪:૪૫ વાગ્યે ધૂન – કીર્તન  સાથે  થયો હતો.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રનું આલેખન કરનાર BAPS ના પૂ આદર્શજીવન સ્વામીએ  ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ પ્રમુખસ્વામી મહારાજના જીવનકાર્યની  ઝાંખી કરાવતાં કહ્યું,

“પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જે અક્ષરધામ વિદ્યમાન છે તે દિલ્હી અક્ષરધામની પ્રતિકૃતિ છે જે પ્રમુખસ્વામી મહારાજના જીવન કાર્યોમાં યશકલગી સમાન છે. અક્ષરધામ તે પ્રમુખસ્વામી મહારાજના કલ્યાણકારી કૌશલ્યનું પ્રતીક છે કારણ કે પ્રમુખસ્વામી મહારાજ વિશ્વકર્માસ્વરૂપ સંત હતા.

મંદિરનિર્માણમાં જોડાયેલા સોમપુરા  સમાજના મહાનુભાવોએ પણ સ્વીકાર્યું કે “અમે મંદિરનું જેવું ચિત્ર કાગળ પર દોરીએ તેવું આબેહૂબ મંદિર માત્ર પ્રમુખસ્વામી મહારાજ જ નિર્માણ કરી શકે.

પ્રમુખસ્વામી મહારાજ સમયની રીતે, ચોકસાઈની રીતે તેમજ વ્યાપની રીતે  કાર્યકુશળતા ધરાવતા હતા. નજર સાગર સામે હોય પરંતુ સાથે વહેતા ઝરણાને પણ ભૂલે નહિ એવી પ્રમુખસ્વામી મહારાજની દૃષ્ટિ હતી.

પ્રમુખસ્વામી મહારાજનો અક્ષરધામ નિર્માણનો હેતુ એ હતો કે ,”સૌનું જીવન ઘડતર થાય અને સૌને જીવન દિવ્ય બનાવવાની પ્રેરણા મળે”.

ત્યારબાદ ‘કરુણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક વિડિયો પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં દેશ-વિદેશમાં અનેક સ્થળોએ અસરગ્રસ્તોની વહારે દોડનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના નિ:સ્વાર્થ, કરુણાભર્યાં અનેક કાર્યોની વિશેષતા વર્ણવવામાં આવી. .

આજના આમંત્રિત મહાનુભાવોમાંથી અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના ભવ્ય-દિવ્ય જીવનને અંજલિ આપી હતી.

6. Shri Arvind Babbal_Renowned Director _ Producer

જાણીતા નિર્માતા અને દિગ્દર્શક શ્રી અરવિંદ બબ્બલે જણાવ્યું, “હું ૨૦૧૬ થી પ્રમુખસ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને આ દિવ્ય સંસ્થા સાથે જોડાયો છું અને પ્રથમ વખત હું સુરતમાં મહંતસ્વામી મહારાજને મળ્યો હતો જે અવિસ્મરણીય અનુભવ હતો, હું નિ:શબ્દ થઈ ગયો હતો, તેમની વાત્સલ્ય ભરી દૃષ્ટિથી મને તેમનામાં મારા પિતાની અનુભૂતિ થઈ અને હું એ ક્ષણને જીવનભર ભૂલી નહિ શકું.

આ પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કરીને હું આ સંસ્થા , સંતો અને હરિભકતોને દંડવત પ્રણામ કરું છું કારણકે આ અદ્ભુત નગરનું નિર્માણ બહુ જ કઠણ છે અને પ્રમુખસ્વામી મહારાજની દિવ્યશક્તિ સિવાય શક્ય નથી.”

7. Mr. Afroz Ahmad_Member-National Green Tribunal_Govt of India

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના મેમ્બર શ્રી અફરોઝ અહમદે જણાવ્યું, “ પ્રમુખસ્વામી મહારાજે નર્મદા પરિયોજના માટે અથાગ પરિશ્રમ કર્યો હતો અને તેમની નિરંતર પ્રાર્થના અને આશીર્વાદના બળે આ પરિયોજના સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

પ્રમુખસ્વામી મહારાજે આ પરિયોજનાની સફળતા બાદ સ્વહસ્તે સન્માનપત્ર લખીને મને મોકલ્યો હતો તે મેં આજે પણ સાચવીને રાખ્યો છે અને તે મારા માટે કોઈ એવોર્ડ કરતા પણ વધારે સન્માનની વાત છે.”

ગુજરાત સરકારના પૂર્વ ચીફ સેક્રેટરી શ્રી શ્રી પી. કે લહેરીએ (IAS) જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજે લાખો લોકોનું જીવન પરિવર્તન કર્યું છે અને લોકોને સદમાર્ગે વાળ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજ વિશે કઈ પણ કહેવું તે “નાના મોઢે મોટી વાત” જેવું છે પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે “રામ રાખે તેને કોણ ચાખે” તે મુજબ જીવનમાં દરેક અવસ્થા કે સુખ દુઃખ તમામનો સહર્ષ સ્વીકાર કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજને કોઈ પણ વસ્તુમાં આકર્ષણ કે આસક્તિ થાય તેવું ક્યારેય સાંભળ્યું નથી તેવા નિર્લિપ્ત પુરુષ હતા.

“વૈષ્ણવ જન નો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે” તે રીતે પ્રમુખસ્વામી મહારાજે હંમેશા બીજાના દુઃખો દૂર કરીને તેમને શાતા આપી છે.”પ્રમુખસ્વામી મહારાજે વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરીને સમાજ પર મોટો ઉપકાર કર્યો છે.

બીજેપીના વરિષ્ઠ રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ ડૉ.  શ્રી સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું, “આજે આ સંતો અને પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કર્યા તે મારા માટે સૌભાગ્યની વાત છે.

9. Shri Sudhanshu Trivedi_Member of Parliament _ Senior National Spokesperson BJP

અપેક્ષા વગર સેવા કરીએ ત્યારે સાચા અર્થમાં સમાજ સેવા થઈ શકે છે અને તેનાથી અંતર શુદ્ધિ પણ થાય છે અને પ્રમુખસ્વામી મહારાજે પણ એ જ રીતે નિઃસ્વાર્થ ભાવે સમાજ સેવા કરી છે. ભલે પ્રમુખસ્વામી મહારાજ આપણી વચ્ચે નથી પરંતુ તેમણે શીખવેલા જીવન મૂલ્યો અને આદર્શો આપણી વચ્ચે “અક્ષર” બનીને જીવનભર રહેશે.

પ્રમુખસ્વામી મહારાજે સમાજને પારિવારિક મૂલ્યો શીખવ્યા છે જેનાથી સૌમાં પરિવાર ભાવનાની જ્યોત પ્રજ્વલિત થઈ છે. “વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવના ભારતીય સંસ્કૃતિ સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પણ આ જ ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે.

પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં મંદિરોનું નિર્માણ કરીને માનવ ઉત્કર્ષના ધામ બનાવ્યા છે જે આવનારા લાખો વર્ષો સુધી લોકોને પ્રેરણા આપતા રહેશે.

આઝાદીનો અમૃત મહોત્સવ અને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સુભગ સમન્વય છે કારણકે પ્રમુખસ્વામી મહારાજ અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી બંનેની જીવનભાવના સેવાની છે.”

ઇંડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટના પ્રમુખ, ડૉ.  શ્રી વિનય સહસ્ત્રબુદ્ધેએ જણાવ્યું, “દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ જેમનાથી પ્રેરણા અને માર્ગદર્શન લે  એવા પ્રમુખસ્વામી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કર્યા એ મારું સૌભાગ્ય છે.

10. Dr.Vinay Sahasrabuddhe President,Indian Council For Cultural Relations and Member Of Parliament

પ્રમુખસ્વામી મહારાજ નગરના સ્વયંસેવકો પોતાની પ્રતિષ્ઠા અને હોદ્દો છોડીને એક સામાન્ય સેવક બનીને શ્રદ્ધા અને સમર્પણ સાથે સેવા કાર્યમાં જોડાયા છે.બી.એ.પી.એસ સંસ્થાને વિનંતી કરું છું કે “મંદિરનું સંચાલન” કઈ રીતે કરી શકાય તેનો અભ્યાસક્રમ બહાર પાડે તો વિશ્વભરના મંદિરોનું સંચાલન સારી રીતે થઈ શકે.

બીએપીએસના મંદિરો સાંસ્કૃતિક વિકાસના કેન્દ્રો છે અને ભારતીય સંસ્કૃતિનો પરિચય વિશ્વભરના દેશોને કરાવે છે. ભારત આજે જી ૨૦ સમિટનું સંચાલન કરી રહ્યું છે ત્યારે તેનું સફળ સંચાલન કઈ રીતે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ નગર અને આ બીએપીએસ સંસ્થા છે.

પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને મને દૃઢ વિશ્વાસ છે કે ભારતીય સંસ્કૃતિનો વારસો આવનારી સદીઓ સુધી જળવાયેલો રહેશે. પ્રમુખસ્વામી મહારાજ અને આ સંસ્થામાં ઉપભોગ શૂન્ય સ્વામિત્વ જોવા મળે છે.”

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન સેવામય રહ્યું હતું અને શુદ્ધભાવે અને પ્રમાણિકપણે સમાજ સેવા કરતા હતા. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે, “નિઃસ્વાર્થ ભાવે સાચા દિલથી સેવા કરવાની છે”

ભગવાન રાજી થાય એ વાત મનમાં રાખીને સેવા કરવી અને પ્રમુખસ્વામી મહારાજે પણ આ જ ભક્તિભાવથી સમાજસેવાનું કાર્ય કર્યું છે. “આપણું કાર્ય ભગવાન જાણે છે એ ધ્યેય રાખીને આપણે સેવા કરવી જોઈએ”

BAPS ના પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ  જણાવ્યું,

“ આજે વિશિષ્ટ કોન્ફરન્સ છે જેમાં ટેકનોક્રેટ્સની સાથે ખેડૂતો પણ ઉપસ્થિત છે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે દેશની પ્રગતિ માટે ખેડૂતોનો વિકાસ અગત્યનો છે.

વર્ગીસ કુરિયનને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે ખૂબ આદરભાવ હતો. તેઓ એવું કહેતા કે ‘જયારે હું પ્રમુખસ્વામી મહારાજના કાર્ય સામે જોઉ છું ત્યારે મારી સિદ્ધિઓ વામણી લાગે છે. પ્રમુખસ્વામી મહારાજમાં ભગવાનની ઉપસ્થિતિ અનુભવી શકાય છે.”

BAPS ના પૂ. ભગવતચરણ સ્વામીએ જણાવ્યું, “ડૉ. કુરિયનને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે વિશેષ લગાવ હતો. જ્યારે જ્યારે પ્રમુખસ્વામી મહારાજ વિદ્યાનગર આવતાં ત્યારે ડૉ. કુરિયન તેમની મુલાકાતે આવતા. તેઓ કહેતા, “ પ્રમુખસ્વામી મહારાજ શુદ્ધ અને સારપયુક્ત વ્યક્તિત્વ છે,તેમાં કોઈ બેમત નથી.’

 ‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’ (એનડીડીબી)ના ચેરમેન શ્રી મીનેશભાઈ શાહે જણાવ્યું,  “ આજે આ કોન્ફરન્સ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી શક્ય બની છે. આપણે ૨૦૩૦ સુધીમાં વિશ્વની તૃતીય સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઇ રહ્યા છે.

 GCMMF ના મેનેજિંગ ડિરેકટર શ્રી ડૉ. આર. એસ. સોઢીએ જણાવ્યું, “ BAPS સંસ્થાનો આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં કોન્ફરન્સ માટે આભાર માનું છું. અમૂલના સ્થાપકો, ખેડૂતો અને તેમાં જોડાયેલાં સર્વેનો પણ અમૂલને  વિશ્વની સૌથી મોટી ડેરી ઉદ્યોગમાં પરિવર્તિત કરવા માટે અભિનંદન આપું છું. એક નાનકડો  વિચાર, જે આજે ૬૧,૦૦૦ કરોડના ઉદ્યોગમાં પરિવર્તિત થઈ.”

 પશુપાલન અને મત્સ્યઉદ્યોગના રાજ્યમંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું, “  ધર્મને કેન્દ્રમાં રાખીને કેવી રીતે સમાજ ઉત્થાન અને વિકાસ કરી શકીએ તેના પાઠ શીખવવા બદલ હું BAPSનો આભાર માનું છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.