Western Times News

Gujarati News

ધુમ્મસને લીધે ૨૭૯ ટ્રેનો રદ, ૧૦૦થી વધુ ફ્લાઈટ્‌સ મોડી

(એજન્સી)નવી દિલ્હી, ઉત્તર ભારતમાં કેટલાક રાજ્યોમાં ધુમ્મ્સને કારણે રેલવે અને હવાઈ મુસાફરી પર અસર પડી છે. ઓછી વિઝિબિલિટીના કારણે રેલવે એ આજે ૨૭૯ ટ્રેનો રદ કરી છે, જયારે ૧૦૦થી વધુ ફ્લાઈટ્‌સ મોડી પડી હોવાની માહિતી મળી છે.

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે લગભગ ૧૦૦ ફ્લાઈટ્‌સ પર અસર થઈ હતી. બે વિમાન જયપુર મોકલવામાં આવ્યા હતા. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે વહેલી સવારે સ્પાઈસ જેટ અને ઈન્ડિગોની બે ફ્લાઈટને જયપુર મોકલવામાં આવી હતી.

આ સિઝનમાં પ્રથમ વખત ફ્લાઈટ્‌સ ડાયવર્ટ કરવી પડી હતી. લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો, પવનમાં ઘટાડો અને તેજસ્વી સૂર્યપ્રકાશને કારણે રાજધાનીના રહેવાસીઓ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને તીવ્ર ઠંડીથી થોડી રાહત મળી છે.

લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું ૫.૬ ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયું હતું, જ્યારે મહત્તમ તાપમાન પણ ૧૬ ડિગ્રી સેલ્સિયસની આસપાસ સ્થિર થયું હતું. લઘુત્તમ તાપમાન ૫.૩ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૧૫.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં સોમવાર આ સિઝનનો સૌથી ઠંડો દિવસ હતો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ૨૯ ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીર, લેહ અને હિમાચલમાં હિમવર્ષા થવાની સંભાવના છે. ઉત્તર પંજાબમાં કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પણ પડી શકે છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જેના કારણે લોકોને ફરી એકવાર ૩૧મી ડિસેમ્બર અને ૧લી જાન્યુઆરીએ તીવ્ર ઠંડીનો સામનો કરવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.